વાલમ નયન તમારા.
ઓ મારા વાલમ તમારા નયનોને નીચા ઢાળીને રાખજો,
ઢાળો તો જાણે ફૂલોની હથોડી, નીરખે તો જાણે કરવત છે;
સમજી વિચારીન વાપરજો નયનની કટારના હથિયારને,
આંખોના ખજાનાની એ એકની એક અનમોલ મિલકત છે.
વાવો હૃદયમાં ને મહોરે જાણે વસંત નો મઘમઘતો ફાલ ,
એકવાર જો મુરઝાય તો પાનખરની પણ શું હેસિયત છે.
