ABCD Motivation Quotes

Avoid Negative Thoughts, People,
 Things and Habits.

Believe in yourself.

Consider things from every angle and

others points of view.

Dare to Dream and Dream Big

Energy, Excitement and Enthusiasm

is in your blood.

Family and Friends are hidden treasures ;

 enjoy these riches.

Give more than you planned to.

Have a good sense of humour.

Ignore Criticism, Ridicule and Discouragement

 from others.

Jump on Problems because they are

 Opportunities in disguise.

Keep up the good work however hard it

 may seem.

Love yourself, just as you are.

Make Impossibility a Possibility.

Never lie, cheat or steal, always strike

 a fair deal.

Open your eyes and see things as they really are.

Prefect Practice makes you perfect.

Quitters never Win and Winners never Quit.

Reward yourself for every small success

and achievement.

Stop Wasting your Time and Procrastinating

 important Goals.

Take control of your Life and your Goals.

Understand so that you could Understood.

Visualize your Goals and Dreams everyday.

Win over your own weaknesses and

 make them as your Strengths.

Accelerate your efforts

Yes Yes Yes, Yes you Can and You Will

Zap your Stress and Enjoy your Life..

માંગણી

 a

હે પ્રભુ !

જીવનમાં સુખ આવે ત્યારે ચોરપગલે આવો,
જેથી તેનો પગરવ પણ ના સાંભળી શકું.
દુ:ખ જયારે હૃદયમાં પ્રવેશે
ત્યારે એ તારા હસ્તક્ષાર લઈને આવો
જેથી એનો પ્રવેશ સહેલો બની જાય.

આ મારી પ્રાર્થના નહિ, માંગણી છે.

સફળતાની પ્રાર્થના.

prayer 2

સફળતાની પ્રાર્થના.

હે પ્રભુ !
હું ઈચ્છું છું તે સફળતા મારાથી જોજનો દુર પડેલી છે,
તે હું જાણું છું અને સમજુ છું.

પણ હે ઈશ્વર !

તારી કૃપાનો જો પવન ફૂંકાય તો તે સફળતા
મારી ચરણરજ બની રહે તેમ છે.

સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

યાદો નો રણકાર

4

 

યાદો નો રણકાર.

લંડનમાં સ્થાયી થયા બાદ સૌ પ્રથમ વાર ગામમાં પરત
ફર્યો હતો. જીવનમાં એવો સમય આવે છે કે ઘણું બધું
આગળ ગયા પછી પદચિન્હો પર પાછા વળવાનું મન થાય છે.
સવારની સુર્યની લાલીમાં, લીલા ખેતરો, લહેરાતો શીતળ અનીલ
સ્મરણો ની વણઝાર બધુજ નજર સામે છે. લંડનમાં જોયેલા
સિમેન્ટ કોન્ક્રીટ ના જંગલો થી ફારેગ થઇ ખેતરોમાં ફર્યા
બાદ પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં સ્કુલ આવી. ક્યાં અગાઉનું
ઝુપડા જેવું નાનું સરખું મકાન અને ક્યાં ઉભું થયેલું તોતિંગ મકાન.

સુખના પ્રસંગો યાદ કરીને સુખના સાગરમાં હિલ્લોળા લેવાનું સૌને
ગમે છે.સ્કુલમાં ભણતો તે સમયનો એક પ્રસંગ સાંભરી આવ્યો.
સ્મરણપટ પર આકૃતિ ના જેમ ઉભરાઈ આવ્યો. મનમાં એક નામ
ઉભરાઈ આવે છે ……રાજુલ. ચંચલ આંખો, ગૌર મુખ, કાળો કેશકલાપ.
મધુરતા જેનું બીજું નામ.

શાળાની પાસે એક તળાવ હતું. તરતા નહોતું આવડતું છતાય
એકવાર તળાવમાં નહાવા ગયો. ડૂબવા લાગ્યો.રાજુલ દોડી આવી.
મને કિનારે ખેચી ગઈ. નવજીવન બક્ષ્યું.

સમય ના વહાણા વહી ગયા. છતાં સ્મરણપટ પર પ્રસંગ ચલચિત્રની
જેમ પસાર થઇ ગયો.
સદભાગ્યે રાજુલ મારી પત્ની છે.
મનોજ વ્યાસ

MANBIN

પત્ની
હે પરમેશ્વર!
મને એક એવી પત્ની આપજે,
જે માત્ર સત્યદર્શન નહિ, સ્નેહ્દર્શન કરે.
શાંતિ ના સમયે કરેલા નિર્ણયો
વાવાઝોડાના સમયે ટકાવી રાખવાનું કામ કરે.
દુખની પાનખરમાં આનંદનો ટહુકો કરે,
સુખની વસંતમાં નમ્રતાનો ભપકો કરે.
જે ઘરના કર્તવ્યના ખ્યાલથી ગૌરવ પામે,
કુટુંબીજનો માટેના શ્રમમાંથી સૌરભ પામે.
કોઈ એ કરેલ અન્યાય જળ પર લખી રાખે,
કોઈ એ કરેલ ઉપકાર આરસ પર લખી રાખે.
કઠોર ટીકા અને નિંદા નો વરસાદ વરસે,
ત્યારે
અંતઃકરણમાં સમજણ નો છોડ ઉગાડે,
વાત વાતમાં ક્યારેય ખોટું ના લગાડે.
હે પરમેશ્વર !
મને એક એવી પત્ની આપજે,
જે તારા જેવી
ક્ષમાવાન, ધૈર્યવાન, અને શ્રેષ્ઠતમ હોય.

# આજે મારી પત્ની નો જન્મદિવસ છે
અને એ મારા માટે ગૌરવ દિવસ છે.
તા. ૧૦-૧૦-૨૦૧૨

Like ·  ·

ટપાલ

ગુજરાતીમાં એક ટપાલ
તારીખ : આજની જ

પ્રતિ,   
તમોને જ

વિષય: જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએજરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.
[૧]    જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યામૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું.. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!
[૨]    તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[૩]    ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[૪]    તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[૫]   તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય..
[૬]    ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[૭]   તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[૮]    કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[૯]    કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય. 
અને છેલ્લે…
હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનના આશિષ.