- નવા ઘરમાં આગમન થયા પછી હવે જે કંઇ લખવાનો સમય મળતો હતો એ પણ ગયો, પણ હવે અહીં થોડો થોડો સ્થાયી થયો છું.
- ૧૫ ઓગસ્ટે ૧૨ કલાક દોડ્યા પછી પગની કઢી થઇ હતી અને ત્યાર પછીના અઠવાડિયે ૩૦૦ કિમી બી.આર.એમ. કર્યા પછી પગ હવે કઢીની સાથે દાળ ઉમેર્યા તેવા થયા અને ડોક્ટરને ત્યાં જવું પડ્યું.
- અહીં આવ્યા પછી સારી વાત એ છે કે ઇન્ડોર સાયકલિંગનું સેટઅપ સરસ સેટ થયું છે (એટલે કે જ્યારે સમય મળે ત્યારે). સાયકલને બાલ્કનીમાં મૂકવાથી હવાની અવર-જવરનો ફાયદો થયો છે, જેથી પરસેવાના ધોધની જગ્યા હવે નાના ઝરણાં જ વહે છે. ચોમાસું લગભગ પતી ગયું છે એટલે હવે વાતાવરણ ઓક્ટોબરના અંત સુધી પાછું ગરમ રહેશે પણ સાયકલિંગ સીઝન શરુ થઇ હોવાથી સાયકલ અહીંથી તેમ થતી રહેશે.
- બી.આર.એમ.ની સીઝન હવે વધુ બે મહિના આગળ ગઇ છે, એટલે કે નવેમ્બર-ડિસેમ્બર સુધી એક જ સીઝન ગણાશે એટલે હવે પછીનું વર્ષ જાન્યુઆરીથી ગણાશે. એટલે કે આ વર્ષમાં હજુ ઘણું સાયકલિંગ બાકી છે. એમાં પણ, ડિસેમ્બરમાં ૧૨૦૦ આવે છે અને આપણા પાછા ગોઆ જઇશું.
- ગોઆ પરથી યાદ આવ્યું કે આ વખતે બધા મિત્રો ગોઆ ગયા હતા, રોડટ્રીપ નહોતી પણ મઝા એવી જ રહી!
- દિવાળી આવી રહી છે!!