છેવટે વેક્સિન મળી! એકાદ દિવસ થાક અને તાવ પણ આવ્યો – પણ સરવાળે ૫૦ ટકા સલામત તો થયા. હવે ત્રણ મહિના પછી કેવી સ્થિતિ છે અને બીજો ડોઝ મળે છે કે નહી તે પછી ફરી અપડેટ કરવામાં આવશે.
ઉપરનો ફોટો કોઇને પોલિટિકલ લાગે તો.. થાય એ કરી લેજો 😉
અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

છેવટે વેક્સિન મળી! એકાદ દિવસ થાક અને તાવ પણ આવ્યો – પણ સરવાળે ૫૦ ટકા સલામત તો થયા. હવે ત્રણ મહિના પછી કેવી સ્થિતિ છે અને બીજો ડોઝ મળે છે કે નહી તે પછી ફરી અપડેટ કરવામાં આવશે.
ઉપરનો ફોટો કોઇને પોલિટિકલ લાગે તો.. થાય એ કરી લેજો 😉

વરસાદ આવી ગયો છે (અને દર વખતની જેમ – જોરદાર આવ્યો!) હા, વેક્સિન હજુ આવી નથી, પણ આજ-કાલમાં મળી શકે છે – એવી શક્યતાઓ છે! પણ, ખરા ટાંકણે શું થાય એ કોને ખબર? જ્યાં સુધી સોય ભોંકાય નહી ત્યાં સુધી તેને સત્ય ન માનવું. જોકે થોડા દિવસ પહેલા મને ડોક્ટરો એક સાથે બે વેક્સિન આપી દે છે તેવું સ્વપ્ન આવ્યું હતું!
ઘણાં વખત પછી રીનીતના ઘરે ગયા અને માસ્ટરમાઇન્ડ બાઇક સ્ટુડિયોની મુલાકાત લીધી. વીક-એન્ડ બહુ બીઝી રહ્યો. મને ૬ કલાક સાયકલ ચલાવવામાં થાક નથી લાગતો એટલો થાક ૨ કલાક ગાડીના આરામદાયક પ્રવાસમાં લાગ્યો.
કવિનનું વેકેશન એમને એમ પૂરુ થયું. લોકડાઉન ખૂલવાની સાથે જ (અને અમુક ડફોળો તો લોકડાઉનમાં પણ દરરોજ સાયકલ ચલાવતા દેખાયા છે!) ભારત તરફથી ઓલ્મપિકની તૈયારી કરતા રનર્સ, સાયકલિસ્ટોએ રોડ પર મારો ચલાવ્યો છે એ જોતા કોરોનાની ત્રીજી લહેર ન આવે તો જ નવાઇ.
અમારો બિલાડો બે દિવસ ખોવાઇ ગયો હતો. ફરી મળી ગયો છે.
વર્ડપ્રેસે ગુજરાતી ફોન્ટની ફરી પત્તર ફાડી છે, ૨૦૨૧ બહુ આશાસ્પદ નથી.
આ છૂંદો આટલો તીખો કેમ બનાવ્યો છે?
છોકરા ન ખાય એટલા માટે..
તો પછી બનાવ્યો જ કેમ?
(વર્ષો પહેલા એક સંબંધીના ઘરે જોયેલી સત્ય ઘટના!)