(34) શબ્દો….!

શબ્દો સાથે રમત સારી નથી,
શબ્દોથી છટકાય એવી કારી નથી.
પાસપાસે છતાં કિનારા દૂરના દૂર,
અમથી જ આ નદી ખારી નથી.
દિલના અસહ્ય દર્દનો વિકલ્પ ક્યાં?
મૂંગા મરવા સિવાય આરી નથી.
પૂર્વગ્રહો પહેરીને ફરે છે અહીં બધા,
સબંધોના આ ઘરને બારી નથી.
લખી જે વેદના આ મેં ગઝલે,
એ બધી મારી છે, તારી નથી.
ટપ ટપ ટપકતું રક્ત આ સૂચવે,
અમૃત સાથે મને યારી નથી.
શબ્દો સાચવીને સપ્રમાણ વાપરો,
બીજી કોઈ મારી મગજમારી નથી.
અભાવોનો ભાર વેંઢારવો રહ્યો “રાજ”,
અમસ્તી આ જીંદગી ભારી નથી.

This entry was posted in ગુજરાતી ગઝલ. Bookmark the permalink.

13 Responses to (34) શબ્દો….!

  1. rekha's avatar rekha says:

    are vaah desaisab

    mugaa marava sivay aari nathi bahu maja padi ha ha ….

  2. jiya's avatar jiya says:

    Raj ji to sauna man ma raj kari lidhu ………vah..vah..vah..

  3. reetu's avatar reetu says:

    wah…………….shabdo par to fakt JAYRAJ nu “raj ” chhe…………
    lovely words………….

    • Thanks Reetuji. Your words inspire me.

    • Thanks a lot Reetuji. શબ્દો પર ફક્ત મારું જ રાજ નથી. શબ્દો તો સ્વતંત્ર છે. એક જાણીતા શાયરની પંક્તિઓ છે. “ક્યાં સુધી હોઠ પર ભીંસાતો રહું, શબ્દ છું છટકું નહીં તો શું કરું ?”

  4. Chetu's avatar Chetu says:

    દિલના અસહ્ય દર્દનો વિકલ્પ ક્યાં?
    મૂંગા મરવા સિવાય આરી નથી.
    પૂર્વગ્રહો પહેરીને ફરે છે અહીં બધા,
    સબંધોના આ ઘરને બારી નથી.
    v nice …congrats…

  5. …દીલસ્પર્શી અભિવ્યક્તિ ….

    શું કહું, શબ્દોની મારી તૈયારી નથી ..

    ડૉ. વ્યાસ

  6. Sonalde's avatar Sonalde says:

    સરસ કવિતા …..છોડ ને જયરાજ આ મગજમારી ….જિંદગી સાથે આપણે યારી નથી ….

Leave a Reply