શબ્દો સાથે રમત સારી નથી,
શબ્દોથી છટકાય એવી કારી નથી.
પાસપાસે છતાં કિનારા દૂરના દૂર,
અમથી જ આ નદી ખારી નથી.
દિલના અસહ્ય દર્દનો વિકલ્પ ક્યાં?
મૂંગા મરવા સિવાય આરી નથી.
પૂર્વગ્રહો પહેરીને ફરે છે અહીં બધા,
સબંધોના આ ઘરને બારી નથી.
લખી જે વેદના આ મેં ગઝલે,
એ બધી મારી છે, તારી નથી.
ટપ ટપ ટપકતું રક્ત આ સૂચવે,
અમૃત સાથે મને યારી નથી.
શબ્દો સાચવીને સપ્રમાણ વાપરો,
બીજી કોઈ મારી મગજમારી નથી.
અભાવોનો ભાર વેંઢારવો રહ્યો “રાજ”,
અમસ્તી આ જીંદગી ભારી નથી.
-
Join 32 other subscribers
अभिव्यक्ति
આ બ્લૉગ પર શોધો
બ્લૉગ મંજુષા
વિભાગો
-
તાજેતરની પોસ્ટ
બીજી કડીઓ (લિંક)
મેટા
કેલેન્ડર
March 2011 M T W T F S S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 બ્લૉગ સ્ટેટસ
- 21,218 hits

are vaah desaisab
mugaa marava sivay aari nathi bahu maja padi ha ha ….
આભાર આપનો
Raj ji to sauna man ma raj kari lidhu ………vah..vah..vah..
Thanks Jiya.
wah…………….shabdo par to fakt JAYRAJ nu “raj ” chhe…………
lovely words………….
Thanks Reetuji. Your words inspire me.
Thanks a lot Reetuji. શબ્દો પર ફક્ત મારું જ રાજ નથી. શબ્દો તો સ્વતંત્ર છે. એક જાણીતા શાયરની પંક્તિઓ છે. “ક્યાં સુધી હોઠ પર ભીંસાતો રહું, શબ્દ છું છટકું નહીં તો શું કરું ?”
દિલના અસહ્ય દર્દનો વિકલ્પ ક્યાં?
મૂંગા મરવા સિવાય આરી નથી.
પૂર્વગ્રહો પહેરીને ફરે છે અહીં બધા,
સબંધોના આ ઘરને બારી નથી.
v nice …congrats…
Thanks a lot Chetuji. Your words inspire me.
…દીલસ્પર્શી અભિવ્યક્તિ ….
શું કહું, શબ્દોની મારી તૈયારી નથી ..
ડૉ. વ્યાસ
આભાર ડૉ. હિતેશભાઈ.
સરસ કવિતા …..છોડ ને જયરાજ આ મગજમારી ….જિંદગી સાથે આપણે યારી નથી ….
હા હા હા, Very well said.