પીળું આ પર્ણ વ્રુક્ષથી ખર્યું,
એને શમણું પાનખરનું નડ્યું.
મ્રુગજળની છાલક એવી વાગી,
નદીનું ય અભિમાન ઊતર્યું.
પાંપણે પથરાયેલા અશ્રુ થકી,
વિરહનું આભ જોને વિસ્તર્યું.
વિરહની હવે તું વાત ન કર,
ઘેન તારા હેતનું એવું ચડ્યું.
શહેરના દીવાઓની ચમક લઈ,
પતંગિયુ જોને પાછું ફર્યું.
સાદગીભરી નજાકત ફગાવી,
અલ્લડ અદાઓનું રૂપ તેં ધર્યું.
“રાજ”ને કહો કે ગઝલ ગૂંથે,
રૂપ ચાંદનીનું કંઈ એવું ખીલ્યું.
-
Join 32 other subscribers
अभिव्यक्ति
આ બ્લૉગ પર શોધો
બ્લૉગ મંજુષા
વિભાગો
-
તાજેતરની પોસ્ટ
બીજી કડીઓ (લિંક)
મેટા
કેલેન્ડર
બ્લૉગ સ્ટેટસ
- 21,218 hits
