જીવનની એક ક્ષણ એવી હતી
વિસરવા છતાં વિસરાતી નથી
હર પળે બદલાતી આ હવામાં
એ ક્ષણ હજી વિસરાતી નથી
જીવનની દોડભાગમાં ખોવાઇ જતાં
એ ક્ષણ હજી વિસરાતી નથી
સ્મરણમાં અટવાતા અમે રહ્યાં
કઇ ક્ષણ હતી એની યાદ આવતી નથી
ઇન્દુબેન નણાવટી
એપ્રિલ 27, 2013 at 4:32 એ એમ (am)
સમાઇ છે આંખોંમાં તમારી એ નજર
હવે મીલાવવી નથી નજરોથી નજર
દીધા હતા કોલ કેમ વિસારું ?
ખૂટી રહ્યું છે આયખુ અમારું
માણી હતી હરપળ સંગમાં તમારી
દટાઇ જાશે કફનમાં સાથ અમારી
— ઇન્દુબેન નાણાવટી
સપ્ટેમ્બર 1, 2012 at 10:22 એ એમ (am)
તારી આંખોમાં નજર કરતા
તેજહીન બની હું જાઉ છું ,
તારા સૂરને માણવા જતાં
વાચાહીન બની હું જાઉ છું ,
તારા પગના પગરવે
ગતિહીન બની હું જાઉ છું,
તારી પ્રતિક્ષા કરવા જતાં
સમયભાન ભુલી જાઉ છું.
તને ચાહવાની ધૂનમાં
બેહાલ બની હું જાઉ છું.
ઓગસ્ટ 28, 2012 at 5:10 પી એમ(pm)
રાખ્યા રખતા નથી , સાચવ્યા સચવાતા નથી
દિલના ઉંડાણમાંથી આવેલ શબ્દ હરકોઇને સ્પર્શતા નથી
અમે અને તમે કદી સાથે રહ્યા નથી
છતાં દિલથી આપેલા વચન મિથ્યા થતા નથી
દૂર રહીને તમને યાદ કરતા થાકતા નથી
છતાં યાદોની ભરમારમાં અમે પડતા નથી.
ઓગસ્ટ 13, 2012 at 1:20 પી એમ(pm)
–
વિતેલી ક્ષણ
તમે ગયા અને અમે આવ્યા
થોડી ક્ષણોથી અમે દુર રહી ગયા
આપ્યું’તું વચન, તોય ચાલી ગયા
પ્રેમનો એકરાર કરતા અમે રહી ગયા
— ઇન્દુબેન નણાવટી
ઓગસ્ટ 12, 2012 at 10:40 એ એમ (am)
એક ઘર
દિવાલ ચાર
બંધ દ્વાર
નડે અહંકાર.
એક ઘર
ખુલ્લા દ્વાર
ભાસે ભેંકાર
નડે અહંકાર
એક ઘર
છે ખંડિયેર
ખખડેલ દ્વાર
તોડશે અહંકાર?
– ઇંદુબેન નાણાવટી
ઓગસ્ટ 11, 2012 at 10:18 એ એમ (am)
સંધ્યાના રંગોમાં છુપાઇ એક દાસ્તાં
પ્રેમઘેલી નારના રોળાયા‘તા સ્વપ્ના
ચાંદની રાતે મળ્યાતા બે દિલ
બોલતી‘તી આંખો, હતાં બને અબોલ
હૈયાની ધડકને દીધાં‘તા કોલ
વિસ્રરાયના આ ધડી અણમોલ
સ્વપ્નામાં રાચતી નારીને મળ્યો સંદેશ
મનનો માણીગર જાતો પરદેશ
ધેલી નાર અધીરી બની જોતી વાટ
હૈયે હતી મળવાની પુરી આશ
સ્વપ્નાં સેવ્યા‘તા જીવન માણવાના
પુરાં થશે હવે શૂં આ જીંદગીમાં?
વીતી રહી છે આ જીંદગીની ક્ષણો
નથી દેખાતાં ક્યાંય આશાના કિરણો
અકારૂં થઇ પડ્યું છે એકાકી આ જીવન
છેહ દઇ ગયો મને આપી વચન
વિસરાતાં નહીં એ અણમોલ સ્વપ્નાં
ઢળતી સંધ્યામાં ડુબાવી દઉં આ દાસ્તાં
ઓક્ટોબર 8, 2009 at 11:08 એ એમ (am)
આભ વરસે અને ધરતી ભીંજાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
નમણી એક નાર વરસાદે ભીંજાતી
ભીંજાયેલા અંગોએ એ મુંઝાતી
તીરછી નજરૂંએ એ વીંધાતી
નીચી નજરૂંએ એ લજ્જાતી
ઉભરાતું યૌવન એના અંગેઅંગમાંથી
વાટે ઉભી રાહ જોતી એ વાલમની
રસિયાની નજરૂંથી એ શરમાતી
માટીની ખુશ્બૂ હવામાં લહેરાતી
ઓક્ટોબર 1, 2009 at 10:32 એ એમ (am)
ખખડી ગયેલ આ દેહમા ધબકતુ ‘ તુ એક દિલ
વિચારું હું જીવનમાં ક્યાં કરી’તી ભૂલ ?
દિશે દિશે શોધતો ‘તો એક વિસામો
છતાંયે ક્યાંયથી પામ્યો ના દિલાસો
જીવન પ્રવાહમાં અટવાઇ ગયો આત્મા
રહી ગયો રંજ ન બની શક્યો મહાત્મા
ઘણો લાંબો કાપવાનો ‘તો જીવનપંથ
અધવચ કપાઇ ગયો ત્યાં આ તંત
જીવન વાટીકામાં પાંગર્યા ‘તા ફૂલ અનેક
પણ માણી ન શક્યો એની કાંઇ મહેક
સપ્ટેમ્બર 14, 2009 at 12:03 પી એમ(pm)
કુવેથી પાણી ભરી માથે બેડું અને ખભે સીંચણીયું નાખી રાધા ગામ ભણી જઇ રહી હતી. પગમા પહેરેલા કડલાના ભારથી તેની ચાલ વધુ મદમાતી લાગતી હતી. ગળામાંથી વ્હેતો ભજનનો ધ્વનિ તેની સ્ફુર્તિમાં વધારો કરી રહ્યો હતો. સામેથી આવતા બે અસવારોને જોઇ તે આડી ફંટાઇને આગળ વધી.
અસવારો તેની નજીક આવતા તેમાંના એકે બીજાને કહ્યું , ” કાં ભાયા ! છેને ઘરમાં બેસડવાજેવી ?”
રાધાના કાને આ શબ્દો અથડાતા તે પાછી ફરી અને બોલી, ” તમારા પંથકમાં બેન — દિકરીયુંની ખોટ પડી ભાળું, તંઇ આ બાજુ હાલ્યા આયા કાંઇ?”
બીજો અસવાર ચુપચાપ ઘોડો ચલાવી રહ્યો હતો તે તર્રતજ બોલ્યો , ” બાઇ ! તું તારે હાલી જા ને ! અમે તો વટેમાર્ગુ છીએ તી આગળ હાલ્યા જાશૂં.”
” વટેમાર્ગુ છો તી વટેમાર્ગુની જેમ હલ્યા જાવને. તમારો મારગ મીં મોકળો કરી દીધો’તી ન ! રસ્તે હાલી જાતી બાઇયુંની ઠેકડી ઉડાડવી તમ જેવા ભડ માણહને લાજે નીં.” ….. રાધા બેડાના ભારને લીધે ઝાઝી જીભાજોડી કર્યા વગર ગામ ભણી હાલવા માંડી. રાધાના અગળ વધ્યા પછી બન્નેએ તેમના ઘોડાને વીસામો આપવા વડલાની છાંય શોધતા ધીમે ધીમે આગળ વધ્યા, અડધોએક ગાઉ આગળ જાતા દુરથી તેમને ધેધુર વડલો દેખયો. રાજમલ અને વીરુમલ બંન્નેએ ભાથાની પોટલી નીચે મુકી, ઘોડાને છુટ્ટા કરી, ડા પડખે થયા. સામેથી કોક ખેડુને આવતો જોઇ હોંકારો દઇ તેને પાસે બોલાવ્યો . ખેડુ ;; ” કાં ભા! મારગ ભુલ્યા?” …… “ના,લ્યા, આ તું ગામ ભણીથી હેંડ્યો આવે ઇ ગામનુ નામ ભાળવું’તું!”………… “આ રામપરાની વાટ ?” ……. “હોવે ! તું એ પાહેથી હેંડ્યો આવે, તી માથે બેડું લઇની જાતિ બાઇ ભાળી? ઇ કુની દીકરી?”………. ” બાપા મારા તમ તમારે મારગે હાલ્યા જાવ. ઇ છોડીને વતાવવામાં માલ ની મળે. કંઇને ધૂળ ચટતા કરી મેલ્યા અટાન લગીમાં.”………. “લ્યા! તુ તારે તેના બાપ નુ નામ ભાળને! તને એની જનમકુંડ્ળી કેવાની કાં પડી?” ……….. “ઈ બપલ્યા, ઇના બાપનુ> નામ રણમલજી અને ગામ ના મુખીનો ભાયાત હોવે.” ……..થોડું આગળ ગયા પછી ” ઇ રામ રામ બાપા, મને ઇ વાતથી દૂર ભાળજો.” …… ” હોવે ! તું તારે નચિંત રે’જે !”
ખેડુના ગયા પછી રાજમલે વીરુમલને કહ્યું,” હાલ, ભાથું છોડ પેટ્માં બે રોટલા પડે એટ્લે આપણે પછા વળીએ. હવે આગળ ની જાવુ. આ છોડીને હવે માર નામની ચુડીયો પેરાવે જ છૂટકો.”……… ” અરે! રાજમલ તને ગાંડો ભાળુ? તારી છટકી તો ની મલે ને?”…………. ” વીરુમલ, તારે જે કે’વું હોય તી કે’ . આ છોડીને મારા
ઘરમાં ની બેહાડુ તંઇ લગણ મને ચેન નીં મલે. ઘરે જઇને બાપાને ક\ને વાત મેલુ. બાપા કાંકતો મારગ કાઢે.”
રાજમલે ઘેર પહોંચીને તેના બાપા પાસે વાત મુકી. રાજમલના બપા વિચારમાં પડી ગયા.રામપરાના મુખીના ભાયાતની છોડી જોડે એમના છોકરાના ગજ વાગે ખરા? પણ છોકરાનું મન જોઇને તેમને વેણ નાખવાનું નક્કી કર્યું. તેમને એક ખેડુને બોલાવી તેને રામપરાની વાટ પકડાવી.
રામપરા પહોંચીને ખેડુએ મુખી પાસે હિરપરાથી તેમના ભાયાત રણમલજીની દિકરીનુ માંગુ લઇને આવ્યાની વાત મુકી. મુખીએ રાધાને બોલાવી કહ્યું; ” છોડી, હિરપરાથી તારા હાટુ માંગુ આયુ સે. ઘરભર્યં ભાદયું સે ને એક્નોએક દીકરો સે, તું હા ભણે તો આ માણહને ગોળ ખવડાવી નારિએળ આપી વળાવુ.” ……. રાધા બોલી ” મુખી બાપા, જે ખરો મરદનો બચ્ચો તેની ચુડીઓ હું પહેરું. મારાબાવડામાં જે જોર મળે તેની સામે જે ખરો પડે તેવો હોય તી મને તો ખપે.ભર્યાભાદર્યા ઘરવાળો ખરે ટાણે બારણા પછળ ભરાઇ બેહે એને હુ> મારા પગ પાહે પણ ની બેહારું.”
હિરપરા જઈને ખેડુએ રાઘાના વેણ રાજમલના બાપાના કાને નાંખ્યા. રાજમલના બાપા તો એ વાત ને ભુલી પણ ગયા હતા, પણ રાજમલે મનમાં ગાંઠ વાળી. એ એની મર્દાનગીનો પરચો દેખાડ્વાની રાહ જોતો દિ’ ભાંગી રહ્યો. એવામાં દેકારો બોલ્યો કે બહારવટીયા ગામ ભાંગવા આવી રહ્યા છે……. હિરપરા ગામના સઘળા જણ ધડાધડ બરણા ભીડી ઘરમાં ભરાઇ બેઠા, પણ રાજમલે વીરુમલને હાક દિધી, ” વીરુમલ હાલ આપણા સહુ ભેરુઓને ભેગા કર, ગામને પાદર પુગી દસ-બાર જુવાનીયાએ ભેગા થઇને બહારવટીયા ગામ ભાંગે તી પે’લા તેમને ભગાડેજ છુટકો.”
બહારવટીયા ગામને સીમાડે આવ્યા ત્યાં રાજમલની બંદુકમાંથી ગોળી છુટી અને એમાંનો એક ઘોડા પરથી ભોંય ભેગો થતાં બહારવટીયા ચેતી ગયા. એમની ટોળીનો મુખીયો બોલ્યો, ” મારું હાળું કૌતુક ભાળું. કદીની મળે ને આજ આ બંદુક પકડનારો ભડ ચ્યાંથી ફુતી નીકળ્યો?”……. પછીતો ગોળીઓની જે રમ્ઝટ બોલી કે આખું ધણ્ધણી ઉઠ્યું. બહારવટીયાની ટોળીના કૈંક ધુળ ભેગા થયા. તો કેટલાયે મરવાની બીકે નાસી છુટ્યા. તો રાજમલની ટોળીના બે -ત્રણ જવાનીયાઓએ પણ જાન ગુમાવ્યા.થોડાઘણાને નાની મોટી ઇજા થઇ અને રાજમલને ગોળી છાતી વિંધતી સોંસરવી આરપાર નીકળી ગયી. ગામ લોકોએ એને ખાટ્લે નાંખી નજીક્ના શહેરની હોસ્પીટલ ભેગો કર્યો. નાનકડા શહેર્ની હોસ્પીટલ્માં જેટલી સગવડ મળી તે પ્રમાણે ડોકટરે તેની સારવાર કરવાની શરુ કરી દીધી.
ઉડતી ઉડતી આ વાત રાધાના કાને પહોંચી. રાધા દોડતી મુખીકાકા પાસે પહોંચી, ” મુખી કાકા ! તે દી’ મને ચુડીયો પહેરાવે એવો મરદ માણહ દેખાય તૈં કોઇ ની વાટ ભાર્યા વના હા ભણેહ ઇમ મીં કીધેલું, મુને એવો મરદ માણહ દેખાણો હે. મીં હાલી ઇની કને. મારા બાપાને કે’જો કે મીં વેણ નાખું તંઇં લગનજોટો લઇ આવી પુગે. ઇ આદમી બહારવટીઆઓને ભગાડતા ઘવાણો હે નીં ઇસ્પીતાલે પડ્યો મારી વાટ જોવેહે. ઇ મુવો તો ઇના ભ્ળી મારી પણ ચેહ બાળજો, નૈંતો લગન જોટો પેરવા આવી પુગજો.”
અને રાધા બે જોડી કપડા લઇને ઝાઝો વિચાર કર્યા વિના બોલી,” માડી મીં ઇસપતાલ હેંડી. મુખીકાકા કણેથી હા ભનાઇસે.” ….. અને તેણે હોસ્પીટલ્ની વાત પકડી. રસ્તામાં એક ખેડુ ગાડું લઈને જતો હતો તેને રોકી બોલી ” બાપલા મારા ! તારી છોડી હાટુ આ કંદરો ઝાલ અને મુને ઝટ અસપતાલ ભેળી કર તો તારો પા’ડ. ” હોસ્પીટલ પહોંચીને બોલી, ” તારી ચુડીઓ પહેરવા મીં આઇ ગઈ , હેંડ ઝટ ઉભો થૈ જા.”
બસ, તે દીવસથી રાધા લાગી ગઈ રાજમલની ચાકરીમાં. રાધાની ચાકરી અને હાજરીથી રાજમલના વળતા પાણી થવા માંડ્યા. ગોળી તો ના નીકળી પણ ઘા ૠઝાવા માંડ્યો. રાધાના ટેકેટેકે રાજમલ ચાલવા પણ માંડ્યો. હોસ્પીટલમાંથી છુટ્ટી મળતાંજ બંન્ને હીરપરા પહોંચ્યા. રાજમલના બાપાને પાયેલાગણ કરી રાધા બોલી, ” બાપા ! રામપરા વળાવીયો મેકલી મુખીકાકા ને મારા બાપાને કે’ણ મે લો કી હારું મુરત ભાળી કંકુ ને લગન જોટો લઈ આવી પૂગે.”
તે પછી રાધા – રાજમલની જોડીએ આખા પંથકમાં એવી ધાક બેસાડી કે તે દીવસથી હીરપરા ગામની વાટે ગામના દુશ્મન કે બહારવટીયા સુધ્ધાં કોઇએ નજર કરવાની હિંમત કરી નથી !!
Ms Induben N.
ચુડીની લાજ

હા ભનાઇસે.” ….. અને તેણે હોસ્પીટલ્ની વાત પકડી. રસ્તામાં એક ખેડુ ગાડું લઈને જતો હતો તેને રોકી બોલી ” બાપલા મારા ! તારી છોડી હાટુ આ કંદરો ઝાલ અને મુને ઝટ અસપતાલ ભેળી કર તો તારો પા’ડ. ” હોસ્પીટલ પહોંચીને બોલી, ” તારી ચુડીઓ પહેરવા મીં આઇ ગઈ , હેંડ ઝટ ઉભો થૈ જા.”
બસ, તે દીવસથી રાધા લાગી ગઈ રાજમલની ચાકરીમાં. રાધાની ચાકરી અને હાજરીથી રાજમલના વળતા પાણી થવા માંડ્યા. ગોળી તો ના નીકળી પણ ઘા ૠઝાવા માંડ્યો. રાધાના ટેકેટેકે રાજમલ ચાલવા પણ માંડ્યો. હોસ્પીટલમાંથી છુટ્ટી મળતાંજ બંન્ને હીરપરા પહોંચ્યા. રાજમલના બાપાને પાયેલાગણ કરી રાધા બોલી, ” બાપા ! રામપરા વળાવીયો મેકલી મુખીકાકા ને મારા બાપાને કે’ણ મે લો કી હારું મુરત ભાળી કંકુ ને લગન જોટો લઈ આવી પૂગે.”
તે પછી રાધા – રાજમલની જોડીએ આખા પંથકમાં એવી ધાક બેસાડી કે તે દીવસથી હીરપરા ગામની વાટે ગામના દુશ્મન કે બહારવટીયા સુધ્ધાં કોઇએ નજર કરવાની હિંમત કરી નથી !!
Ms Induben N.
|
|
સપ્ટેમ્બર 8, 2009 at 11:41 એ એમ (am)
Older Posts
Disclaimer:
© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.
તાજેતરની ટિપ્પણીઓ