હમણાની તું સંગાથે આવી
નથી ટેકરા પરના વૃક્ષ સુધી
શરૂઆતના દિવસ સમ
વાડાવાળા રસ્તે થઈઃ
તું અશક્ત અને લંગડાતી હતી
તેથી ક્યારેય આવી નહીં,
અને હું એકાકી ગયો, ખોટું લગાડ્યા વગર,
તને પાછળ પડતી મૂકી એવું નહીં વિચારતા.
આજે હું ત્યાં સુધી ગયો હતો
અગાઉ પ્રમાણેઃ
નજર ફેરવી આસપાસ
જાણીતા પ્રદેશ પર
ફરીથી મારી જાતેઃ
કેટલી ભિન્નતા,તે પછી?
માત્ર પેલી અંતસ્થ અનુભૂતિ
ત્યાંથી પાછા વળતાં ખાલીપણાની.
૧/૨૨/૨૦૧૨