” સમન્વય “

જીદંગી ની સૌથી સુન્દર ભેટ કોઇ હોય તો એ છે યાદો

મન મારૂં કહે ક્યારેક………..અનાયાસ ઝિંઝુવાડીયા

મન મારૂં કહે ક્યારેક, કે સુંદર શીતળ પ્રભાતમાં પંખીઓની કલરવ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે મેઘના આછા પડછાયે સુંદર ભીની માટીની સોડમ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે વન-વગડેને આંબાવાડીયે કોયલની મધુર ગુંજન બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગામના પાદરે વહેતી નદીના પાણીનું મંદ-મંદ સંગીત બનું.

મન મારૂં કહે ક્યારેક, કે તારા સુંદર કાળા કેશના પડછાયે સપનાઓની ક્ષીતીજ બનું.

મન મારૂં કહે ક્યારેક, કે થાઉં પાછો નાનો અને પાટી-પેને એકડો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રંગાઉ યુવાનીના રંગમાં પાછો અને મદ-મસ્ત મોજીલો બનું.

મન મારૂં કહે ક્યારેક, કે શાંત-શીતળ રાત્રીએ ચંદ્રની ચાંદની બનું.

મન મારૂં કહે ક્યારેક, કે ગરમ-ભીની સવારમાં સૂર્ય કિરણની ઊષ્મા બનું.

મન મારૂં કહે ક્યારેક, કે રમણીય સાત્વીક નભમાં સાંજની લાલીમાં બનું.

મન મારૂં કહે ક્યારેક, કે બીજું કંઇ બનું કે ના બનું પણ પહેલા સાચા અર્થમાં એક માનવી તો જરૂર બનું.


જાન્યુઆરી 26, 2009 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ

પૂર્ણવિરામ – અનાયાસ ઝિંઝુવાડીયા

કેટલાય સમયથી એકલા એકલા આ મન મુંજાય છે, એકાંતના દરિયામાં તારી આંખોના મારગ પણ સંતાય છે.

આગમનના એંધાણ છે તારા હ્રદયના દ્વારે આજે કેટલાય વર્ષો પછી, પણ  આજે કાળજું કંપે છે ડરથી કારણકે જીદંગી હંમેશા સંજોગોની રમત રમી જાય છે.

ઇચ્છાઓના સાગરમાં યાદોનું મંથન એવું થાય છે, કે ભુલાય છે વર્તમાન અને પરિસ્થિતીઓના નામે ભુતકાળ જ જીવન બની જાય છે.

લખાય છે વિધીના વિધાન અને અંતે એ જીદંગીના મારગ બની જાય છે, પણ માત્ર પ્રેમનું જ વર્તમાન એ ભવિષ્ય અને ભુતકાળને સ્વર્ગના દ્વારો સુધી લઇ જાય છે.

એટલેજ ભવિષ્યને ભુતકાળથી દૂર રાખતું આ વર્તમાન યાદોથી  ક્યારેક બહુંજ ગભરાય છે, કારણકે જીદંગીના પથ પર વિધીના વિધાનો અચાનક મૃત્યુના પૂર્ણવિરામે આવીને ચુપચાપ અટકી જાય છે.

જાન્યુઆરી 23, 2009 Posted by | કાવ્ય | 1 ટીકા

કેમ? – અનાયાસ ઝિંઝુવાડીયા

કોણ છું હું? સુંદર ભવિષ્યની રાહે ઓટલે બેઠેલી માનો દિકરો કે પછી ઘડપણના મારગ પર આધારનો ખભો શોધતા બાપનો એ આધાર?,

કેમ હસું છું હું? મેહંદીના રંગોમાં રંગેલા બહેનના હાથો જોઇને કે પછી જીદંગીના પગથીયા પર સુકાયેલા આંસુઓની યાદ પર?,

શેનાથી દુર ભાગુ છું હું? દુનિયાની વાસ્તવિકતા ના પથની હતાશાઓ થી કે પછી પ્રગતીના પથ પર ઉઠેલા અંતરના અવાજોથી?,

કેમ ગભરાઉ છું હું? સમાજના નિયમોની માયાજાળમાં ગુંચવાવાના ડરથી કે પછી આ જીદંગીના અનંત સફરમાં ક્યાંક ક્યારેક અચાનક પૂર્ણવિરામ આવવાના ડરથી?,

કેમ લડું છું હું? દુનિયાની ગલીઓની આંટીધૂંટીઓમાં એકલો ના પડું એટલે કે પછી આ જ ગલીઓમાં તારા સાથનો સુંદર સહારોના છુટી જાય એટલે?,

કેમ જીવું છું હું? તારા દરેક સ્મિતનો સાક્ષિ થવા માટે કે પછી મારા આંખોની પાછળ વસેલા આંસુઓના દરિયામાં તોફાનો ના ઉભરાય એટલે?,

કેમ આટલા પ્રશ્નો કરું છું હું? આ પ્રશ્નોના ના ગમતા જવાબો નથી જાણતો એટલે કે પછી એ પ્રશ્નોના જવાબો નથી જાણવા એટલે?

જાન્યુઆરી 23, 2009 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ

” ઝંખના ” — અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીના દરિયામાં ઇચ્છાઓનું વહાણ લઇને નીકળ્યો છું હું,

તારી લાગણીના સાગરમાં પ્રેમનું મોતી શોધવા નીકળ્યો છું હું,

ઝંખે છે જીદંગી એક દિવસ એવો,

જ્યાં સુરજ ઉગે તારા સ્મિત પર, જ્યાં ચંદ્ર અટક્યો હોય તારા આંખોના પલકારે,

જ્યાં દરિયાના મોજા વહેતા હોય તારા હ્દયના ધબકારે અને જ્યાં ભરતી-ઓટ ઊભરે તારીજ ઇચ્છાઓની લાગણીઓ પર,

જ્યાં તારા અને મારા પ્રેમની નદીઓનો થતો હોય સંગમ અને મેઘ ધનુષ પર રંગાયો હોય આપણા જ પ્રેમની ઊર્મીઓમાં,

જ્યાં પંખી  કલરવ કરતા હોય તારા અને મારા સંગમની ખુશીઓમાં અને માછલીઓ પણ સાંજે ચાંદનીના આગમનમાં જુમતી હોય,

આવા અનંત પ્રેમના દરિયામાં ડુબવા નીકળ્યો છું હું,

તારા પ્રેમના આ મોતીને પામવા બન્યો છું મરજીવો હું.

જાન્યુઆરી 20, 2009 Posted by | કાવ્ય | 1 ટીકા

” અસ્તિત્વ “–અનાયાસ ઝિંઝુવાડીયા

માનવીની પરિપક્વતાનું માપ એના અનુભવોની ડાળીઓએ જોએલી પાનખરના આંકથી થાયછે,

એવી જ રીતે લાગણીઓની હુંફની પરકાષ્ઠાનું માપ એ તો પ્રણયના દરિયાનાં ઊંડાણમાં ડુબવાના અનુભવથી જ થાય છે,

કારણકે ફૂલોતો ખિલે છે બાગમાં રોજ સવાર-સાંજ ખુબજ સુંદરતાથી,

પરંતુ ગુલાબના ફૂલોનું અસ્તિત્વ એ તો એના ગર્ભમાંથી વહેતી સુગંધની બહારથી જ થાય છે.

જાન્યુઆરી 4, 2009 Posted by | શેર-શાયરી | 4 ટિપ્પણીઓ

” સરવાળે ” — અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીમા શું પામવાના અને શું ખોવાના,

અંતે તો જ્યાંથી આવ્યાતા પાછાતો ત્યાં જ જવાના.
.
.
હું તારો અને તું મારી એ દુનિયામાં દરેક પ્રેમી કહેવાના,
કારણકે પ્રેમના ઉર્મી આંખોથી ચાલુ થઈ હ્ર્દય સુધી જ જવાના.
.
.
હે ઇશ્વર તુ મારો છે એ કહેવા સવાર- સાંજ મંદિર-મસ્જિદ દોડવાના,
પરંતુ ઉપર જવાની હરોળમા, નંબરતો છેલ્લો જ નોંધાવાના.
.
.
બધુજ જાણતા હોવા છતાં સૂરજના અજવાળે પૈસા પાછળ દોડા-દોડ કરવાના,
પરંતુ ચંદ્રના અજવાળે પાછાતો ઘરે જ આવવાના.
.
.
અંધારી ઓરડીના ખુણે દિવાની જ્યોતમાં સૂરજનો પ્રકાશ શોધવાના,
કારણકે સૂરજના અજવાળે જીંદગીમાં તો અંધારા જ ફેલાવાના.
.
.
જીંદગી આખી આંકડાના સરવાળા મોટા કરવા  જીંદગી જ ભુલાવાના,
પરંતુ જીવતરના અંતે જીંદગીના સરવાળા- બાદબાકીતો ખોટમાં જ જવાના.
.
.
એટલેજ કહું છું કે શું કામ ચિંતા કરે છે કે સરવાળે કેટલું ભેગુ કરવાના,
કારણકે અંતે જ્યાંથી આવ્યાતા પાછાતો ત્યાંજ જવાના.

જાન્યુઆરી 3, 2009 Posted by | કાવ્ય | 4 ટિપ્પણીઓ

   

Design a site like this with WordPress.com
શરૂ કરો