શિશિરની એટલી…

શિશિરની એટલી ઘેરી અસર પડી ગઈ છે
વસંત આવશે એ આશ પણ ખરી ગઈ છે

ભીતર બહારનો સૂનકાર તગતગે છે બસ!
પ્રતીક્ષા આંખનું આંસુ બની થીજી ગઈ છે

જે સાત સાગરો ખૂંદી વળી, ન અટકી એ નાવ
તટે પડીપડી રેતીમાં ઊલટી ગઈ છે

છે મારા શબ્દ અણીદાર, તર્ક બુઠ્ઠા છે
તમારી ચુપકી મને આટલું કહી ગઈ છે

 હું એને યાદ કરીને દુઃખી છું આજે પણ
સુખી થવા જે મને ક્યારની ભૂલી ગઈ છે

– હેમંત પુણેકર

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

8 Responses to શિશિરની એટલી…

  1. vijayshah's avatar vijayshah કહે છે:

    દર્દ જ્યારે સહનશક્તિની બહાર જતું રહે કદાચ ત્યારે જ આવા ઉદગારો આવે કે

    છે મારા શબ્દ અણીદાર, તર્ક બુઠ્ઠા છે
    તમારી ચુપકી મને આટલું કહી ગઈ છે

    પ્રિય પાત્રને અનહદ ચાહ્યા પછી સતત મળતી નકારાત્મકતા કેવી સહજતાથી કવિકર્મ તરીકે બહર નીકળે છે . અને પછી સૂદર રીતે ગમને હળવો કરતા કવિ કહે છે

    હું એને યાદ કરીને દુઃખી છું આજે પણ
    સુખી થવા જે મને ક્યારની ભૂલી ગઈ છે

    સલામ હેમંતભાઇ તમારા શબ્દોને.. આગળના ત્રણેય શેર પરિસ્થિતિને સચોટ રીતે મુલવે છે કે પ્રીત એક સમયે સફળ હતી પણ ન જાણે શાય કારણે પ્રેમ પાત્રે ચુપકીદી સાંધી છે. અને એ બધી સફળતાઓ

    જે સાત સાગરો ખૂંદી વળી, ન અટકી એ નાવ
    તટે પડીપડી રેતીમાં ઊલટી ગઈ છે

    સુપર્બ.

  2. પિંગબેક: શિશિરની એટલી…- હેમંત પુણેકર | વિજયનું ચિંતન જગત-

  3. Daxesh Contractor's avatar Daxesh Contractor કહે છે:

    🙂 .. 😦
    હું એને યાદ કરીને દુઃખી છું આજે પણ,
    સુખી થવા એ મને ક્યારની ભૂલી ગઈ છે

  4. nilam doshi's avatar nilam doshi કહે છે:

    vah..hemantbhai, today read so many gazals here..enjoyed a lot..all nice..congrats..

  5. sunilshah's avatar sunilshah કહે છે:

    નખશિખ સુંદર ગઝલ. અભિનંદન હેમંતભાઈ

  6. sunilshah's avatar sunilshah કહે છે:

    વડીલો અને મિત્રો,
    વ્યસ્તતા વચ્ચે જાન્યુ. ખાલી ગયો.
    એથી બે ગઝલો એક સાથે પોસ્ટ કરી છે…

    આપના પ્રતિભાવોની હર હંમેશ પ્રતીક્ષા રહે છે.
    નીચેની લિંક પર ક્લિક કરશો.

    બે ગઝલો

    *સુનીલ શાહ*

  7. udayan thakker's avatar udayan thakker કહે છે:

    Hemant, good ghazal.PL check- Treeja sher ma chhand ni drashtie “Nav” shabd hovo joie?

Leave a comment