Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for August, 2026

લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬

Posted by Ashish Desai on August 27, 2026

ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા (GLAOFNA) ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન, સંવર્ધન અને પ્રસાર માટે અવિરત કાર્યરત છે. આજ હેતુ ધ્યાનમાં રાખીને લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે શબ્દોની શક્તિ અને કલ્પનાની પાંખો હોય, તો આ સ્પર્ધા માત્ર તમારા માટે જ છે!

સ્પર્ધાના નિયમો અને શરતો (Rules & Regulations):

• પાત્રતા: આ સ્પર્ધા માત્ર GLAOFNA ના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. તમે ફક્ત $૨૦૦/- માં આ સંસ્થાના સભ્ય બની શકો છો.

• શબ્દ મર્યાદા: વાર્તા 2૫૦ થી 3૦૦ શબ્દોની મર્યાદામાં હોવી જોઈએ. 

• મૂળભૂત નિયમ: વાર્તા સંપૂર્ણપણે મૌલિક (original) અને અપ્રકાશિત હોવી જોઈએ.

• નિષ્પક્ષ ન્યાય (Honest Judging): આ એક સંપૂર્ણપણે ગુપ્ત (Double-Blind) પ્રક્રિયા રહેશે. નિર્ણાયકો (Judges) લેખકનું નામ જાણી શકશે નહીં.

પ્રવેશ ફી અને ઇનામો (Entry Fee & Prizes):

• દરેક લઘુકથા સાથે $૨૫/- મોકલવાના રહેશે. (Please feel free to DONATE to GLAOFNA)

• મહત્તમ મર્યાદા: એક લેખક વધુમાં વધુ ૩ લઘુકથાઓ મોકલી શકશે 

• પ્રથમ ઇનામ: $501/- 

• દ્વિતીય ઇનામ (Runner-up): $101/- 

મહત્વની તારીખો (Important Dates):

• વાર્તા મોકલવાની છેલ્લી તારીખ (Deadline): ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬

પરિણામ અને ખાસ આકર્ષણ:

વિજેતાઓની જાહેરાત ૧૪  અથવા ૨૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ એક ખાસ Zoom Call દ્વારા કરવામાં આવશે.

• આ લાઈવ કોલ દરમિયાન વિજેતા લેખકનો એક ખાસ ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જેમાં તેઓ પોતાની લેખન યાત્રા વિશે વાત કરશે.

આજે જ તમારી કલમ ઉઠાવો અને તમારી વાર્તા સબમિટ કરો!  (have started receiving stories)

(Please write your Check in favor of GLAOFNA and mail it to 32 Louisa Ct, Wayne, NJ 07470 or send via ZELLE. The email id used for ZELLE is glaofna@gmail.com). The stories can also be sent via email to “glaofna@gmail.com”

Posted in Uncategorized | 1 Comment »

“વાર્તા અને વાતો ” – લોકપ્રિય ગુજરાતી સર્જક ડૉ. રૈશ મનીઆરની ટૂંકી વાર્તાઓ

Posted by Ashish Desai on August 11, 2026

Posted in Uncategorized | Leave a Comment »

 
Design a site like this with WordPress.com
Get started