વરસો જો ઝાંકળ સમું તમે તો પલળી જાશું,
ને એકલા તો વરસતા વરસાદ મા પણ કોરા રહી જાશું…
આપો તમે એક બુંદ નો સાગર તો તૃપ્ત થઇ જાશું ,
નહિ તો નદી કાંઠે પણ પ્યાસા મરી જાશું…
પ્રેમ ના આ સાગર મા તમારી સાથે તારી જાશું.
કે ફના થઇ તમારા મા જ ડૂબી જાશું…
ના જીવી શકીશું તમારા વિના ને મરી જાશું.
ને મરી ને પણ ચેન ના મળ્યું તો સરી જાશું…
ના મૂકશું તમારા પણ ઈલ્ઝામ ને મરી જશું.
ને ખુદા પણ પૂછશે તો ત્યાં પણ ફરી જાશું…
એકવાર કહો તમે તો અમે મરી પણ જાશું.
પણ હઠ કરી કહો જીવવા તો આ સજા પણ જીરવી જાશું…
તમારા ઇન્તેઝાર મા ચકોર ને પણ શરમાવી જાશું.
ને આરઝુ મા તમારી ખુદા થી પણ લડી જાશું…
એકતા