ના રહી કોઇ બન્દીશ આજે એવો વરસ્યો ધોધમાર તુ
પ્યાસી ધરતી પર આજે એવો વરસ્યો બેશુમાર તુ…..
ના રહી કોઇ શિકાયત આજે એવો વરસ્યો અનરાધાર તુ…
રોમ-રોમ ગયુ ભીંજાઈ આજે એવો વરસ્યો અપરંપાર તુ….
ના રહી કોઇ ખલિશ આજે એવો વરસ્યો ભારોભાર તુ…
ખિલી ઉઠી હું પણ આજે એવો વરસ્યો નિઃસ્વાથૅ તુ…
એકતા દેસાઈ