પશ્ચિમ કાંઠે, સ્વર્ણ રંગમાં ,
સૂરજ જાયે, સાગર જળમાં ,
ને લોક કહે, ‘ અંધકાર…? ‘
સૂર્ય-અસ્ત…. સૂર્ય-અસ્ત….
સૂર્ય-અસ્ત…. સૂર્ય-અસ્ત….
એજ સૂરજ, ફરી એજ રંગમાં,
પૂરવ તીરે , અરુણોદયમાં ,
ને લોક કહે , ‘અજવાશ…! ‘
અંધકાર-અસ્ત…. અંધકાર-અસ્ત….
અંધકાર-અસ્ત…. અંધકાર અસ્ત….
એજ સૂરજ છે, એજ છે રંગ,
દિશા-દિશાનો આ બસ જંગ,
અહીં ઉદય બીજે છે અસ્ત,
ભિન્ન-ભિન્ન નજરો છે બસ,
ને આમ જુઓ તો છે સૂરજ દિનની દીવાદાંડી,
ને રાતલડીના તારલીયાઓએ વાત છે કોઈ માંડી,
દિનમાં સૂરજ, રાતે તારલાં, આભલું હરપળ વ્યસ્ત,
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….
અંધકાર અસ્ત…. સૂર્ય-અસ્ત….
– ‘અન્ય’ અનુજ સોલંકી
Blog ID : anujsolanki.wordpress.com
Gmail ID : anujsolanki1916@gmail.com
