ભૌતિક રાહત કે માનસિક પીડા….???? by કૃણાલ પટેલ…
આંખોમાં સપના હઝાર લઈને, ચાલ્યા ઘરેથી,
દિલમાં યાદો ના પહાડ લઈને, ચાલ્યા ઘરેથી,
ખબર નથી આ રસ્તો ક્યાં લઇ જવાનો,
સેહલો નથી આ લાડવો ખાવાનો..
તો પણ ચાલી પડ્યા છે આ રાહ પર…
કસમ છે એ રામ ની…કે પાછા ની પડીએ કોઈ વળાંક પર….
તો પણ ઘર તો બહુ સંભારે છે ઘડીએ ઘડીએ..
પપ્પાનો ગુસ્સો ને મમ્મીનું વહાલ સાવરણીની સળીએ સળીએ….
હજુ પણ નથી ભુલાતું એ સ્પ્લેન્ડર ને ટોબું સાઇકલ…
ડોહાનું સેવ-સળ ને સ્કૂલ નો પેલો પટાવાળો માઈકલ…
વરસાદ ની રીમઝીમ કે માટી ની ભીનાશ માં એ સુગંધ નથી….
સવાર ની કિરણ કે સાંજ ની શીતળતામાં એ ઉમંગ નથી…
છતાં કેમ નથી સમજતું મન મારું….
મોહ-માયા ના રોગથી પીડાઈ રહ્યું છે મન મારું…
તા.ક.:–> કૃણાલ પટેલ મારો એક ખાસ મિત્ર, કે જે આજે એની ફેમીલી થી દુર અમેરિકા માં સારી નોકરી કરી રહ્યો છે…તો એને એની વેદના પોતાની પેહલી કવિતા થી વર્ણવી છે….
પહોચાવી દે….
તારી કોઈ ખબર પહોચાવી દે, થઇ(મારી) રાખ નજર પહોચાવી દે,
થયો પ્રશ્ન “ શું જગમાં છે તું?”
મળ્યો જવાબ “ના.” “રગેરગમાં છે તું.”
થાક્યો છુ દુ:ખના સપના જોઈ, હવેતો હસતી લહેર પહોચાવી દે,
તારી કોઈ ખબર પહોચાવી દે, થઇ(મારી) રાખ નજર પહોચાવી દે,
સાગર પીને પણ તરસ્યો છું,
તને યાદ કરી ઘણો વરસ્યો છુ,
ભલે એ ભીની માટી નાં આવે, પણ એ (આશુની)ખારી સુગંધ પહોચાવી દે,
તારી કોઈ ખબર પહોચાવી દે, થઇ(મારી) રાખ નજર પહોચાવી દે,
હમેશા હસ્યો છું અને હસાવી ને જ જઈશ,
ક્યાંથી (તું) વિચારી શકે કે સંસાર તારો ઉજાળીને જઈશ?,
રિતી-રિવાજો ના પહાડથી નીકળી, તુજ-મુજ રીશ્તાની સગાઇ પહોચાવી દે,
પ્રેમ છે એ ખબર પહોચાવી દે, હવે તો શાંત જ છે મારી કબર……પહોચાવી દે……પહોચાવી દે……
પ્રશ્ન???
ખુશી જોઈ મારી આજે મેઘ પણ ગરજ્યા,
મારી સાથે જોડાઈ વાદળ મન મૂકી વરસ્યા,
ત્યાજ મારા કદમ કોઈના આશુમાં ડબુક્યા,
તો શું આ મેઘ મારી ખુશીમાં જ વરસ્યા?
તું(પ્રેમ)
તને જોઈ ગજા બહારની વાત કરી મુંકુ,
ભલે સુરજ હું નથી પણ તને ચંદ્ર સમી ગણી મુકું,
કેટ-કેટલી જીંદગી અધૂરી પડે પણ
દરેક જીંદગી માં ફક્ત તુજને જ સ્મરી મુકું,
દુનિયા દેખવા માટે(બધ્ધા) અધીરા બનતાજ હોય છે પણ
વારંવાર તને દેખ્યા પછી પણ મારી આંખો પ્યાસી કરી મુકું,
તારું ચિત્ર જોઈને જ ધડકન કંપી જાય છે
સાક્ષાત જોઈને તો જાણે ધરતીકંપ જ કરી મુકું,
મારા માટે આ આકાશ-પાતાળ તો કઈજ નથી,
તને શોધવા આવી તો કેટ-કેટલી શ્રુષ્ટિ ફરી મુકું,
તને જોઈ ગજા બહારની વાત કરી મુકું,
ભલે સુરજ હું નથી પણ તને ચંદ્ર સમી ગણી મુકું.
-રોનલ કનોજીયા
દોસ્તી
મૃગજળ ની જેમ ઉડી જઈશ,
દોસ્તી ની છાપ છોડી જઈશ,
હોકાયંત્ર લઈને ક્યાં સુધી ફરશો?
દિશાહીન થશો કે તુરંતજ મળી જઈશ.
–રોનલ કનોજીયા.
મૃત્યુ
તારી જ અંદર છુપાઈ ને બેઠો છું, શોધે છે ક્યાં મને?
છું સામાન્ય જ “તારો” આજે પણ, શોધે છે ક્યાં મને?
ભલે આજે દુનિયામાં મારો અંશ નથી પણ,
(તારા)પ્રત્યેક વિચારોમાં બેઠો છું, શોધે છે ક્યાં મને?
–રોનલ કનોજીયા
આઝાદી
મળી ગઈ છે મારા દેશને આઝાદી, ઇન્સાનો ના આવેશ ને આઝાદી,
વિચારકને વિચારવાની આઝાદી, પત્રકારને લખવાની આઝાદી,
પબ્લિકને બોલવાની આઝાદી, પોલીસને (રિશવત) ખાવાની આઝાદી,
છોકરીઓ ને ફરવાની આઝાદી, ટપોરીઓ ને છેડવાની આઝાદી,
શિક્ષકને શિક્ષણ ની આઝાદી, વાલીઓને બાળકના રક્ષણની આઝાદી,
(એમ તો એવી કેહવત છે કે સોટી પડે ચમ-ચમ ને વિદ્યા આવે ધમ-ધમ, પણ થોડા દિવસ પેહલા જ વાચ્યું હતું કે ફલાણી શાળાના શિક્ષકે વિદ્યાર્થીને અંગુઠા પકડાવાની સજાને લીધે વિદ્યાર્થીના વાલીએ શિક્ષક પર કોર્ટમાં કેસ કર્યો)
(પુખ્તવયના)યુવાનને પૈસા ઉડાવવાની આઝાદી, માં-બાપ ને ઘરડાઘરમાં મુકવાની આઝાદી,
લોકોને ટેક્ષ છુપાવવાની આઝાદી, ગુંડાઓ(અર્થાત પોલીસ પણ કહી શકાય)ને હપ્તા લેવાની આઝાદી,
ઈજ્જતદારોને પોતાની ઇજ્જતની આઝાદી, એમના સુપુત્રોને (કોઈની)ઈજ્જત લુંટવાની આઝાદી,
ગરીબોને મફત ભણવાની આઝાદી, નેતાઓને એના નામે પણ ચણવાની આઝાદી,
કવિઓને કવિતા લખવાની આઝાદી, શ્રોતાઓને કવિતા સાંભળવાની આઝાદી,
મળી ગઈ છે મારા દેશને આઝાદી, ઇન્સાનો ના આવેશ ને આઝાદી.
-રોનલ કનોજીયા
ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ
હેપ્પી ફ્રેન્ડશીપ ડે
કોરા રહી ગયા ભલે વરસાદમાં, દોસ્તી એ તમારી ભીંજવી દીધા,
રિસ્તા હતા જે ફુલ સમા, સંબંધોથી તમે સિંચવી દીધા.
-રોનલ કનોજીયા
આશા-કિરણ
ક્યારેક એવું બને કે મનની ક્ષિતિજે અંધારું થઇ પણ જાય,
નાની પવનની લ્હેરકીથી આત્મ-વિશ્વાસનો હિમાલય હલી પણ જાય,
કરજે યાદ ત્યારે મુજ રાખ સમા મિત્ર ને તું,
જે તુજ માં કદાચ ઉષાભરી અજવાશ કરી પણ જાય.
-રોનલ કનોજીયા
જલન
સ્ટોરી:–> એક છોકરી ને એક છોકરો ગમતો હતો પણ એ એને પ્રપોસ મારે એ પેહલા જ બીજી છોકરી સાથે એ છોકરા એ મેરેજ કરી લીધા….તો એ છોકરી એ કઈક આમ લખ્યું…
બીજી(છોકરી) આવીને મારું પત્તું કાપી ગઈ,
જીવન હજુ શરુ જ થયુંતું ને એ આવીને બાફી ગઈ,
ભાઈ પણ બનાવી નથી શક્તી એને,
કેમકે થોડા જ દિવસો પેહલા “રાખી” ગઈ.
-રોનલ કનોજીયા
રાખી=રક્ષાબંધન….
-
સંગ્રહ
- નવેમ્બર 2010 (1)
- સપ્ટેમ્બર 2010 (3)
- ઓગસ્ટ 2010 (22)
- મે 2010 (1)
-
શ્રેણીઓ
-
RSS
Entries RSS
Comments RSS

