વૈવિધ્ય

એક ગુજરાતી બ્લોગ

પૂજા મૂર્તિની કરીએ છીએ કે ભગવાનની ? એપ્રિલ 19, 2017

Filed under: સમજવા જેવું — mysarjan @ 12:24 પી એમ(pm)
પૂજા મૂર્તિની કરીએ છીએ કે ભગવાનની ?
એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.
એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી
ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.
એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તરની સુગંધ મફતમાં નહીં મળે.”
ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાનને ફરિયાદ કરી, “આટલાં વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ?” ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”
આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિનાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ ?
 

૫ મિનિટ કાઢી અવશ્ય વાંચજો. એપ્રિલ 18, 2025

Filed under: Uncategorized — mysarjan @ 1:45 પી એમ(pm)

લેખિકાએ અકસ્માતમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ આ લેખ લખ્યો છે:

“મારા પતિના આકસ્મિક મૃત્યુ પછી મારી આપવીતીમાંથી જે થોડી વાતો હું શીખી તે તમારી સમક્ષ રજૂ કરું છું.

આપણે હંમેશાં માનીએ છીએ કે આપણે લાંબું જીવીશું, પણ જીવન ઘણી અનિશ્ચિતતાઓથી ભરેલું છે.

મારા પતિ એક IT પ્રોફેશનલ હતા અને હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું.

મારા પતિ એક IT પ્રોફેશનલ અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારા હોવાથી તેમની તમામ માહિતી એમના લેપટોપમાં હતી. માસિક બિલથી લઈને બેંક સ્ટેટમેન્ટ્સ, તેમના તમામ રોકાણ, બેંક એકાઉન્ટના આઈ ડી-પાસવર્ડ સહિતનું બધું જ તેમણે લેપટોપમાં એક ફોલ્ડરમાં રાખ્યું હતું, જે એક પાસવર્ડ વડે સુરક્ષિત હતું અને તેમનું લેપટોપ પણ એક પાસવર્ડથી સુરક્ષિત હતું. બધા પાસવર્ડ્સ અતિશય અઘરા બનાવ્યા હતા, જે દર ૪૫ દિવસે તેઓ પાસવર્ડ બદલતા, તેમની હયાતીમાં તો મને એમના લેપટોપનું કામ હોય તો એક ફોન કરીને પાસવર્ડ જાણી લેવું મારા માટે સરળ હતું. પણ હવે એમના ચાલ્યા ગયા બાદ કોને એમનો પાસવર્ડ પૂછું?

આપણે વ્યવસાયનાં દસ્તાવેજોની જે રીતે કાળજી લઈએ છીએ, એટલી કાળજી આપણાં અંગત જીવનના દસ્તાવેજોની નથી લેતા. અંગત દસ્તાવેજોના કિસ્સામાં હંમેશાં આળસને લીધે આપણે વાત ટાળતા હોઈએ છીએ.

અરે આવતીકાલ છે ને, પછી કરીશું ? મારા પતિ ઓફિસેથી ઘરે આવતા હતા અને એક બાઈક સવારે અકસ્માતે અમારી તમામ “આવતીકાલ”ને
છીનવી લીધી.

મારા પતિ ફક્ત ૩૩ વર્ષના હતા તેમના એ અકસ્માત માં એમનાં લપટોપ અને મોબાઈલનું પણ કચ્ચરઘાણ વળી ગયુ.

તેમનાં બચત ખાતાં, સેલરી એકાઉન્ટમાં કોઈ નોમિની નહોતું.
તેમના જીવન વીમામાં મારાં સાસુ નોમિની હતાં અને તેઓ લગભગ ૨ વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. પરંતુ,
આ તો હજી ફક્ત શરૂઆત હતી.મને તેમના ઈ-મેઇલ એકાઉન્ટનો પાસવર્ડ ખબર ન હતો કે જ્યાં તમામ ઇ-બિલ આવતાં.

મને એ પણ ખબર નહોતી કે તેઓ કયા બિલની ચૂકવણી જાતે કરતા અને કયા બિલની ચૂકવણી ઓટો-પે થી બેંક ખાતાંમાંથી સીધી જ થઈ જતી.

તેમની તાજેતરમાં બદલી થઈ હતી અને હું તેમના કોઈ સહકર્મચારીને પણ જાણતી નહોતી.

મને એમને મળવાપાત્ર રકમ અંગે કોઈ જ ગતાગમ નહોતી. એમનાં કયાં બિલની હજુ ચૂકવણી બાકી હતી અને કયાં બિલ એમણે હજુ ચૂકવણી માટે ઓફિસમાં મૂક્યાં પણ નથી. વગેરે…..

અમે હોમલોન પર જે ઘર ખરીદ્યું, તે અમારી બંનેની કુલ આવકને ધ્યાનમાં રાખીને અમને પરવડી શકે એવા EMI પર ખરીદ્યું હતું. અમે જ્યાંથી હોમલોન લીધી તેમણે લોન પર વીમો લેવાનું સૂચવ્યું હતું પણ અમને એ વીમો ખર્ચાળ લાગતાં અમે એ વીમો ન લીધો.
અમે ક્યારેય વિચાર્યું નહીં કે, જો એક પગાર પર ઘર ચલાવવાની નોબત આવી, તો અમે શું કરીશું.તેથી, મારા માટે આ મોટી EMI ની રકમ હવે એક માથાનો દુઃખાવો બની રહી છે.

મને સમજાયું કે મારે એક લાંબું યુદ્ધ લડવાનું છે.

મારા પતિનો રોડ અકસ્માતનો કેસ હતો.તેથી દરેક જગ્યાએ મારે ડેથ સર્ટિફિકેટ, FIR રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની જરૂર પડતી હતી. દરેક વસ્તુ માટે જુદા જુદા દસ્તાવેજ જોઈતા હતા.
ઇમ્ડેનિટી બોન્ડ્સ, નોટરી, નો ઓબ્જેકશન સર્ટીફીકેટ વગેરે.

કારણ કે અમે સંયુક્ત રીતે ઘર ખરીદ્યું હતું એટલે એના પર મારી માલિકીનો દાવો પ્રમાણમાં સરળ હતો.
પરંતુ ઘર સિવાય,અમારી જમીન,અમારી કાર, અમારી બાઈક,વગેરે મારી પણ મિલકત છે એ સાબિત કરવું સરળ નહોતું. ઉત્તરાધિકારનું પ્રમાણપત્ર મેળવવું એ એક અલગ યુદ્ધ છે.

મારી આખી જિંદગી હચમચી ગઈ હતી.

હવે મને સમજાયું કે મેં જીવનના મહત્વના મુદ્દાઓ પર જરૂરી ધ્યાન નહોતું આપ્યું.

મેં વિચાર્યું કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં જો હું આટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છું,તો સામન્ય લોકો કે જેઓ કાનૂની/આર્થિક દસ્તાવેજોની આંટીઘૂંટી સમજી નથી શકતા,તેઓનું આવી પરિસ્થિતિમાં શું થતું હશે ?

હવે મને વસિયતનામાનું મહત્વ સમજાય છે.થોડા મહિના પહેલાં જો કોઈએ મને વસિયતનામું બનાવવાનું કહ્યું હોત તો મેં વાત હળવાશથી લીધી હોત,પણ હવે જિંદગી બદલાઈ ગઈ છે.

*તો,આપણા જતાં પહેલાં થોડીક દસ્તાવેજી બાબતો નું યોગ્ય આયોજન કર્યું હશે,તો કમસેકમ દુઃખના સમયે એમનું હૈયું ચિંતામુક્ત તો હશે …..
કેટલીક ટિપ્સ…..

*૧.
તમારા તમામ નામાંકનને Nomination તપાસો *
કોઈ નોમીનીના અવસાન બાદ પણ નામાંકન બદલવવાનું આપણને યાદ નથી આવતું. ઘણાં લોકોના સેલરી એકાઉન્ટમાં કોઈના નામે નામાંકન જ નથી હોતું
તેથી, મહેરબાની કરીને તમારા તમામ નામાંકનને તપાસો:

  • બેંક ખાતાં
  • ફિક્સ્ડ ડિપોઝીટ,NSC
  • બેંક લોકર
  • ડીમેટ એકાઉન્ટ
  • વીમો (જીવન,મેડિકલ,
    બાઈક અથવા કાર
    અથવા અન્ય કોઈ
    સંપત્તિ પરનો વીમો)
  • રોકાણો
  • પીએફ, પેન્શન ફોર્મ,
    વિગેરે.

૨. પાસવર્ડ્સ..
આપણી પાસે દરેક વસ્તુ માટે પાસવર્ડ્સ છે :

  • ઈ-મેઈલ એકાઉન્ટ્સ,
  • બેંક એકાઉન્ટ્સ,
  • તમે જે લેપટોપ ઉપયોગ
    કરો છો તેના માટે પણ
    જ્યારે તમારા પ્રિયજનો
    તમારી અનુપસ્થિતિમાં
    આ પાસવર્ડ્સ ન મેળવી
    શકે, તો કેવી સમસ્યા
    ઊભી થાય છે, તે તમે
    મારા અનુભવ પરથી
    શીખ્યા હશો. તેથી
    તમારા તમામ પાસવર્ડ્સ
    તમારી અનુપસ્થિતિમાં
    તમારા પ્રિયજનને મળી
    રહે તેવી વ્યવસ્થા
    ગોઠવો.

૩. રોકાણો

દર વર્ષે ટેક્સ બચાવવાના હેતુથી અને/અથવા કોઈ અન્ય નાણાંકીય લક્ષ્ય માટે આપણે રોકાણો કરીએ છીએ. શું તમે તેના વિશે એક એક્સેલ શીટ જાળવી છે?

શું એ એક્સેલ શીટ તમારી અનુપસ્થિતિમાં તમારા પ્રિયજન મેળવી શકશે ? એ એક્સેલ શીટ પણ પાસવર્ડથી સુરક્ષિત હોય,
તો ફરીથી પાસવર્ડ્સનું વસિયતનામું પોતાનું મહત્વ સાબિત કરે છે!

તમારા તમામ રોકાણ તમે જે આર્થિક સલાહકારની મદદથી કર્યાં છે, એમનાં સંપર્ક સૂત્રો તમારા પરિવાર ને ખબર હોવી જોઈએ.

શ્રેષ્ઠ તો એ જ રહે કે, તમે જ્યારે પણ તમારા આર્થિક સલાહકારને મળો, ત્યારે તમારા જીવનસાથીને પણ સાથે રાખો જેથી તેઓ પણ સંપૂર્ણ પ્રક્રિયાના એક ભાગ બને.

૪. વસિયતનામું બનાવો

જી હા,આજે જ વસિયતનામું બનાવો.

તમે આ સલાહ હસવામાં ન લેશો.જો આ કામ અમે કર્યું હોત તો ઘણાં ઓછા દસ્તાવેજોથી મારું બધું કામ પાર પડત.

૫. દેવું

જ્યારે તમે લોન લો છો. પછી એ હોમલોન હોય કે કારલોન,બધી જ “આમ થયું તો?/what if” સંભાવનાઓ તપાસો.
જેમ કે, “જો આવતીકાલે હું ન હોઉં તો ?”; “જો મારી નોકરી જતી રહે તો ?”
અથવા “જો બેમાંથી એક જણની આવક બંધ થઈ જાય તો ?”

જો આવું કંઈ પણ થાય તો શું તમે EMI ચૂકવી શકશો?

બીજું કંઈ નહિ તો લોનની રકમ પર વીમો લો,જેથી તમારી અનુપસ્થિતિમાં તમારા પરિવારને ઘર જેવી મૂળભૂત બાબતે ચિંતા કરવાની જરૂર ન રહે.

તમારા પ્રિયજનને તમારા ગયા પછી ઓછામાં ઓછી તકલીફ પડે.

યાદ રાખજો, કે આપણને કોઈને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે પણ એક સૂત્ર ગળે બાંધવા જેવું છે:
જીવનની દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહો.”

*જીવનને ક્યારેય taken for granted ન લો.

તમારા પ્રિયજનોની કાળજી માટે જરૂરી દસ્તાવેજો(વસિયતનામું, નામાંકન,વગેરે)ની નિયમિત જાળવણી કરો.

આ લેખ દરેક વ્યક્તિએ વાંચવો અને અમલમાં મુકવો જ જોઈએ.

સિનિયર સિટીઝન મિત્રો માટે ખાસ ભલામણ તમારા ફોનમાં છૂપાવવા જેવું લગભગ કંઈ જ નથી હોતું તો ફોન ને પાસવર્ડ, ફિંગર પ્રિન્ટ કે પેટર્ન લોક શા માટે રાખો છો ?

 

*દાહોદવણિક સમાજ માં લગ્નસરા અને વાડી નો રસપ્રદ ઇતિહાસ* ઓગસ્ટ 11, 2021

Filed under: Uncategorized — mysarjan @ 11:22 એ એમ (am)

*વણિક સમાજ માં લગ્નસરા અને વાડી નો  રસપ્રદ ઇતિહાસ* ✨👌🏻સમય કાઢી વાંચશો તો મજા પડી જશે…..✨😋

✨

દાહોદ શહેર નો નાનકડો પણ હંમેશા નવી રીત ચાતરનારો એટલે આપણો ગૌરવશાળી વણિક સમાજ…
આજ થી 60 વર્ષ પેહલા સુધી જ્યારે સમાજ માં લગ્નો ગોઠવાતા ત્યારે જૂની વાડી માં બધો જમણવાર ગોઠવતો. તે સમયે સમાજ ના જ અગ્રણીઓનું *પંચ* અને રસોઈ ના જાણકારો આખું રસોડું સંભાળતા. એમાં શુદ્ધતા નું બહુ ધ્યાન રખાતું. બહાર ના રસોઈયા અને સમાજ બહાર ના વ્યક્તિઓ ને પણ વાડી માં પ્રવેશ નહોતો. કાંદા લસણ વગર નું જ ભોજન બનતું. પગરખાં વાડી ની બહાર કાઢી ને જ પ્રવેશ કરાતો. આ બધા નિયમો ને કારણે સર્વે અહી નિઃસંકોચ ભોજન કરતા. તે સમયે જમણ નું મેનુ સાદું અને સાત્વિક રેહતું. જેમાં *દાળ,ભાત,રવાની પૂરી, વાલ કે કાળા ચણા નું શાક તથા શીરો*  રેહતો. મારા દાદા ના કહેવા મુજબ શુદ્ધ ઘી ના શિરા ની ઉપર બે ઇંચ નું ઘીનું લેયર રેહતું. 
સંપૂર્ણ પણે *પંગત* માં જ નીચે બેસી ને જમવાનું. કંતાન ની લાંબી ચટાઈઓ અને ખાખરા ના પાનના હાથ બનાવટ ના પડિયા પતરાળાં . એમાં પણ પડિયા ની સાઇઝ તો આજના પડિયા કરતા પાંચ ઘણી મોટી રહેતી. કારણ કે દાળ પીવાનો મહિમા વધારે હતો.પીરસનારા પણ આગ્રહ થી જમાડે અને થાકે નહિ…
લોકો ઘેર થી જ પિત્તળ ના એક વિશિષ્ટ વાસણ માં પીવાનું પાણી લઈ જતા. એને જો ઘર માં કોઈ બીમાર હોય તો એનું *”મોઢું સુધારવા”* એ વાસણમાં જતી સમયે તળાવ ના પાણી થી બનેલી એ સ્વાદિષ્ટ દાળ ઘેર લઈ જતા. 
પંગત પડતી એમાં એક થી એક ચઢિયાતા જમવા ના *એક્સપર્ટ* પણ આવતા અને સામ સામાં બેસી દાળ ના *સબડકાં* ( અભડુકા , અવાજ સાથે ખાવું એ ) બોલાવતા અને પ્રમોદ ભાવ થી ખાવા ની હરીફાઈ પણ કરતા. 
તો આ તરફ લગ્નો ના રીત રિવાજો પણ અત્યાર કરતા નોખા હતાં. અમુક દિવસ પેહલા ચોખા ના દાણા હળદર વાળા કરી લેતાં જે લગ્ન ના થોડા દિવસ પેહલા થી માંડી છેક જમણ ચાલુ થાય તેના કલાક પેહલા ઘેર આવી ને થોડા થોડા દાણા આંગણ કે દરવાજા ના ઉંબરા પર નાંખી જતા અને આ રીતે આમંત્રણ પાઠવતા. આ છેલ્લી ઘડીના આમંત્રણ ને *તેડું* કહેતા જે ફરજીયાત રેહતું અને તેડું આવ્યા પછી જ લોકો જમવા જતાં. 
લગ્નો પણ સાદગી થી ઉજવાય. બેન્ડ કે વાજા નહોતા પણ ઘર ના અને ફળીયા ના લોકો જ ગાઈ વગાડતાં. પછી સમય જતા રોશની અને તોરણો બંધાવા લાગ્યા અને મોટા ડબ્બા જેવા સ્ટીરિયો પર હિન્દી ફિલ્મ ના ગીતો ત્રણ દિવસ સુધી વાગતા પણ એનાથી કોઈ *ડિસ્ટર્બ* નહોતું થતું. 

એ સમયે જમણ માટે ની *રવા મેંદા ની પૂરીઓ* બે દિવસ પેહલા જ વાડી માં બની જતી અને એ માટે કુટુંબ, ગલી અને મિત્રવર્તુળ ની બહેનો *ઘેર થી વેલણ લઇ પૂરીઓ વણવા જતી* !!! આ પૂરીઓ કરન્ડિયાઓ માં ભરી  એક ઓરડામાં મૂકી દેવાતી.
હા આ વચ્ચે પેલી *ઢાંકણ પ્રથા*પણ… એમાં એવું રહેતું કે લગ્ન વાળા કુટુંબ ની બંને તરફ ની મોટી ઉંમર ની અથવા તો *સૂઝ બુઝ* વાળી કુશળ બહેનો વાડીમાં રસોડા ની બહાર સામ સામી લાઈન માં બેસતી અને વચ્ચે પાટલા ઉપર વાસણો માં જમવાનું ભરાતું, આ એમના માટે કે જેઓ શારીરિક અશક્ત હોય , શોક પાળતા હોય અને બહાર ન આવી શકતા લોકો માટે આમંત્રણ સમયે *બુક* કરેલું એક જાત નું ટિફિન. એમાં પાછી ઢાંકણ ભરવા માં કોઈકવાર મીઠી ચકમક જામતી એનો પણ એક આનંદ હતો. એક વડીલ બેન કહે આ એકલા છે તો ઢાંકણ માં સાત પૂરીઓ તો ઘણી, એકલા ને કેટલી જોઈએ વળી ? 😀તો બીજી કહે સાત થી શું થાય ? ચાર વધારે હશે તો બિચારા પરવશ છે તો બે ટાઈમ ખાશે!😋
પછી તો બહેનો જાતેજ ઊંચકી ને જે તે ઘેર  પહોંચાડી આવતી. એમના કપડા તો નવા જ રહેતા પણ એ સમયે એવું નહોતું કે કામ કરીશું તો કપડા બગડશે. પાછળ થી રિક્ષાઓ માં જતા થઈ ગયા. આ પ્રથા છેલ્લે 2000 ની સાલ સુધી ચાલી અને બંધ થઈ ગઈ.
સમય વીત્યે લગ્નો માં મેનુ બદલવા લાગ્યું . *જલેબી , કોપરાંપાક , સુત્તરફેણી , દૂધી ની બરફી, બાલુશાહી* વી. પિરસાવા લાગ્યું. આ દૂધી ની બરફી રંગે લીલી, ઉપર સફેદ જામેલા ઘી નું  લેયર અને ઉપર લાલ ચટ્ટ ગુલાબ ની પત્તીઓ ભભરવતા. આમ સસ્તી છતાં મનભાવન બની રહેતી. સમય વીત્યે વાડી માં પાથરણાં ની જગ્યાએ લાંબા પાટલાઓ જ્યારે દેશી પતરાડા ની બદલે બદામ ના પાન ના મશીન બનાવટના પતરાળાં આવી ગયા. 
લગ્ન ના અમુક દિવસ પેહલા *લાલ લાડવો* અને *પાપડ* કુટુંબ અને પરિચિતોને વહેંચવાનો રિવાજ છે . પેહલા તો પાપડ બહેનો જાતે જ તૈયાર કરતી પણ હવે *શ્રીજી* પાપડ જિંદાબાદ. લાલ લાડવો એ વાસ્તવ માં એકદમ પીળો હોય પણ એની બનાવટ સમયે મોટા તાવડા માથી જ્યારે ગરમા ગરમ *ઘાણ* ઉતરે એટલે એને ગોળ આકાર આપવા હાથ વડે વાળી લેવા પડે અને વાળવા માટે બદામ ના ઝાડ ના લીલા પાન નો ઉપયોગ થાય. આ બધા માં પરિવારજનો ની હથેળીઓ એકદમ લાલ થઇ જાય એટલે એનું નામ લાલ લાડવા.
ગ્રહ શાંતિ એટલે વડીલો નો પ્રસંગ. આ સમયે કુટુંબ કે સંબંધી માં કોઈ *રીસાયલું* હોય એને માનવી લાવી સંબંધો પુનઃ ચાલુ કરવા નો પણ પ્રસંગ ગણાતો. 
ધીરે ધીરે સમય વીતતા લગ્નો માં દારૂ ની બદી ઘૂસી ચૂકી હતી. પણ આ વિવાદાસ્પદ મુદ્દા માં ઉતરવુ નથી…
1988 માં *સ્વ. નટવર લાલ શાહ* ના નામ થી સમરવ ના પ્રસંગોપાત એક લાખ રૂપિયા નું માતબાર દાન મળ્યું. વાડી નો જીર્ણોદ્વાર થયો. વ્યવસ્થાઓ બદલાઈ. એમાં જ સમાજ ની નવી ઓફીસ અને બીજી રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ થઈ. 
હવે તો તેડાં ની પ્રથા બંધ થઈ પરંતુ સમાજ ની બહેનો ને જોવા માટે આકર્ષતી અને ઉત્સુકતા જગાડતી એવી *જમવાનું કહેવા ની* પ્રથા જેમાં કુટુંબ ની સ્ત્રીઓ સજી ધજી, હાથે મહેંદી લગાવી અને કેશ માં ફૂલો ની વેણીઓ નાખી જમવા નું આમંત્રણ આપવા આવે અને આખો મહોલ્લો જોવા ઉમટે…
સમાજ ના લગ્નો સાથે વચ્ચે ના ત્રીસ વર્ષ *દેસાઈ ટેન્ટ* વાળા સતીશ ભાઈ અને *સત્કાર ટેન્ટ* વાળા સ્વ. અવિનાશ ભાઈ , સતીશ ભાઈ અને બકુલ ભાઈ ( આ ત્રણ ભાઈઓ મારા કાકા અને અંગત વડીલ પણ થાય ) ના ફરાસખાના ને અવશ્ય યાદ કરવા પડે. કારણકે ત્રીસ વર્ષોમાં અસંખ્ય લગ્નો માં તેઓ જોડાયેલા રહ્યા.
પેહલા લગ્નો માટે મોંઘી સાડીઓ લેવા લોકો ઉમરેઠ અને અમદાવાદ જતાં , જ્યાં કુટુંબના અમદાવાદ સ્થિત રહેવાસી સાથે જોડાઈ ને બધે ફેરવે અને કપડા ની દુકાનો બતાવે.  પણ  *સંસ્કૃતિ સાડી* વાળા મિત્ર હેતલે ઉત્તમ સાડીઓ ની વિશાળ શ્રેણી રાખી ને  બહારગામ જવાની એ જફા માથી ઘણા અંશે મુક્તિ અપાવી છે.
પેહલા વરઘોડા માં સાદગી હતી પછી એમાં વૈભવ વધ્યો. *આઝાદ અને દરબાર બેન્ડ* લોકો ને નચવવા આવી ગયા. તો મિત્રો માટે અલગ થી *ઢોલી* પણ ખરો. મારા પિતાજી ના લગ્ન સમયે ઇસ. 1969 માં દેસાઈવાડે થી એક સાથે *પાંચ વરરાજા* ના વરઘોડા નીકળ્યા હતા જે આજદિન સુધી નો રેકૉર્ડ છે.

*સોસાયટી વાળાઓ નો વરઘોડો* જ્યારે ગુજરાતી વાડ પહોંચે એટલે પહેલો પડાવ પૂરો થાય. અહી ગરબા જામે. વરરજા ને મંદિર માં ઠાકોરજી ના આશીર્વાદ મેળવવા બે ચાર જણા લઇ જાય. બીજા બધા વડીલો ઘેર થી ચાલતા ચાલતા થાકયા હોય એટલે ઓટલાઓ પર ઘડીક *વિશ્રામ* કરી લેય. અને ઘણા ખરા તો અહીંથી સીધાજ તળાવ પરની વાળી માં વરઘોડા કરતા પેહલા પહોંચી જાય અને ભોજન પતાવી લેય , એનું વાજબી કારણ પણ છે કેમકે સોસાયટી ના વરઘોડા આમ પણ બહુ મોડા પહોંચતા હોવાથી એવું થવું સ્વાભાવિક છે. આ માટે જ  *વરઘોડા માં સૌથી પાંખી હાજરી MG road પર* જોવા મળે…પણ મજા તો જોડાયેલ સૌ કોઈ પૂરી માણતા
પછી વરઘોડો અંતિમ પડાવ એટલે કે દેસાઈ વાડ ના મંદિરે ઊભો રહે. મંદિર માટે ફરી એજ પ્રક્રિયા. તળાવ ઉપર છેલ્લી રમઝટ ના ભાગરૂપે ગરબા ઝામે અને એમાં વર રાજા તથા કન્યા પક્ષના ઉત્સાહી અને શોખીનો પણ જોડાય. ફટાકડા ફૂટે અને તૈયાર થયેલી કન્યા વાડી ના ઝરૂખામાં થી દુર થી આ બધું જોઈને હરખાય. એ સમયે વરઘોડા ના મેનુ માં મોટાભાગે *કઢી, પુલાવ, ગાજરનો હલવો અને મિક્સ ભજીયા હોતાં* !!!
થોડા વર્ષો થી *ગરબા નો ટ્રેન્ડ* શરૂ થયો. આ ગરબા અને સફળતા ને  *બારમો ચંદ્રમા.* કોઈક ને ઘેર ગરબા એવા તો જામે કે લોકો ને મઝા પડી જાય અને કેટલાક ને ત્યાં સાચા ઉત્સાહી મન થી તડામાર તૈયારીઓ કરી હોવા છતાં *ઘર ઘર ના જ દસ જણા* નાચી ને પ્રસંગ પૂરો કરે.
જમણવાર હોય એટલે ચાંદલા ( ચાંલ્લો ) સ્વીકારવા માટે કુટુંબ માથી મોટા ભાગે ફુઆ , માસા , મામા કે જમાઈ અને જો કોઈ બેંક વાળા હોય તો એજ આ બધી આર્થિક જવાબદારી સંભાળે. મારા કુટુંબ અને વર્તુળમાં તો મારા મોટા ભાઈ સ્ટેટ બેંક વાળા *ઉમંગ શાહ* ના ભાગે જ આ જવાબદારી હોય. એમનુ ચોક્કસ કામ ગામ ભરમાં બહુ વખણાય . 
લગ્નો ની વાત ચાલે છે તો માર્કેટ યાર્ડ વાળા *કમલેશભાઈ અને વિજય ભાઈ* ની નિસ્વાર્થ સેવા પણ યાદ કરવી પડે. તેઓ એમના બાવકા ના એકદમ વિશ્વાસુ અને લગ્નના તથા વાડીના કામો માં કુશળ એવા માણસો લગ્ન વાળા ઘર ને ઉપલબ્ધ કરાવી આપે.
કેમેરા ની ફોટોગ્રાફી ના યુગ નો અંત આવ્યો અને વિડિયો ગ્રાફી એ સ્થાન લીધું . કપૂર સ્ટુડિયો આ બધા સાથે અનોખી રીતે જોડાઈ ગયો. *શબ્બીર ભાઈ* તો વ્હોરા હોવા છતાં બધી રીત રસમ ના એક્સપર્ટ થઈ ગયા હતા અને કોઈકવાર કોઈ રસમ ભૂલ્યા હોઈએ તો યાદ પણ કરાવે !! વચ્ચે વચ્ચે ગામ ના બીજા ફોટોગ્રાફરો ને પણ લાભ મળી જતો. એને હવે તો *પ્રમુખ સ્ટુડિયો* નું એકચક્રી શાસન ચાલે છે. ( એમની સફળતા ના મૂળ માં એમની પ્રબળ કુટુંબ ભાવના કામ કરે છે. બે ભાઈઓ અને એમના ચાર જુવાન છોકરાઓ બધા એકજ ધંધા માં . આજે પણ પ્રમુખ સ્ટુડિયો વાળા 4 પેઢીના થઈ લગભગ 18 જણા એકજ રસોડે જમે છે !!! માટે આપણે પણ એમના માંથી આ ખાસ શીખવું રહ્યું. ) 
90 ના દશક ના અંત સુધી માં તો પંગત પ્રથા બંધ થવા લાગી અને એનું સ્થાન શરૂઆત માં *ટેબલ ખુરશી* અને પાછળ થી *બુફે* પ્રથાએ લીધું. 
હવે તો મેનુ ઓર બદલાઈ ગયું. *સીતાફળ ની બાસુંદી , કેરી નો રસ , ઘેવર રબડી તથા રસમલાઈ , સંદેશ , ચમચમ* જેવી બંગાળી મીઠાઈઓ એ થાળી માં સ્થાન મેળવી લીધું . રવા ની પૂરી ઓ ની જગ્યાએ *ઘઉં ની પૂરી , રૂમાલી રોટી , નાન , પરોઠા* વી. આવી ગયું. લક્ષ્મી ના વૈભવ જોરે હવે તળાવ પરની અને ગુજરાતીવાડ ની વાડીઓ નાની પડવા લાગી તો બીજી બાજુ  *અખાડો* નવા રંગરૂપ માં તેની પૂર્તિ કરવા તૈયાર થઈ ગયો . છતાય કેહવુ ઘટશે કે રૂપિયા લાખો ખર્ચતા મજા પેહલા જેવી નથી રહી…
પછી તો દરેક આઇટમ માટે સેપ્રેટ કાઉન્ટર જેમ કે સૂપ , ગરાડું , ચાટ પૂરી , ચાઈનીઝ , સાઉથ ઇન્ડિયન . મેઈન કોર્સ નું કાઉન્ટર અલગ અને છેલ્લે આઇસ્ક્રીમ , જ્યુસ કે પાન નું ટેબલ. જોકે આટલી વાનગીઓ નો વૈભવ  હોવા છતાં આજે પણ લોકો જૂના જમણવાર ની પંગત માં બેસી ને આરોગેલા  *સ્વાદિષ્ટ દાળ , બટાકા નું શાક અને રવાની પૂરી* ને ભૂલી નથી શક્યા એ હકીકત છે.
સ્ટેજ પણ વિશાળ અને ભવ્ય બનતા ગયા. વૈભવ ચરમસીમાએ પહોંચ્યો છે. અને હવે અખાડો પણ નાનો પડતાં *જલારામ , રાધે , ક્રિષ્ના* વગેરે પાર્ટી પ્લોટ બુક કરવામાં આવી રહ્યા છે.હવે તો ખર્ચાળ એવી પ્રી વેડિંગ વીડિયો ગ્રાફિ પણ આવી ગઈ છે. 
હજુ ઘણું લખવાનું બાકી છે.., પણ આ પોસ્ટ માં પાછળ થી કશુંક વાંધાજનક ઉમેરેલું લાગે તો આપ મારી પાસે થી અસલ પોસ્ટ મંગાવી શકો છે. મારા દાદા એ કહેલી અને મારા સ્વાનુભાવ અને અવલોકન પરથી લખ્યું છે માટે કોઈ ભૂલ હોય તો ક્ષમા કરશોજી. 
આનંદ શાહ તારીખ 07-08-208780604309

 

*એ ક્ષણ દિવાળી*

Filed under: Uncategorized — mysarjan @ 11:16 એ એમ (am)

*કોઈ ગમતીલું**લાંબા વિયોગ બાદ**અચાનક મળી જાય,**ને હૈયે હરખ ની હેલી પડે**એ ક્ષણ દિવાળી*
*પ્રિયજન આમ અમસ્તુજ સાવ**નજીક  આવી ને**ગાલ પર ટપલી મારે અને,**શરમ થી પાંપણ ઢળી પડે* *એ ક્ષણ દિવાળી*
*કોઈક મજાનો સાથી**ક્યારેય પાછું વળી ને નહિ જુએ* *એવી ખાતરી હોય અને,**ઓચિંતો જ આંગણે આવી ચઢે* *એ ક્ષણ દિવાળી* 
*જીવન ની સમી સાંજે,* *વાળની લટ્ટ માં સફેદી હોય* *અને ચહેરે આછી કરચલી હોય* *તોયે પ્રિયતમ કહે**”તું હજીયે જુવાન લાગે છે”**એ ક્ષણ દિવાળી*

 

તારી ભલી થાય કોરોના !*

Filed under: Uncategorized — mysarjan @ 11:12 એ એમ (am)

પનામાં ય નહોતું વિચાર્યું…🤔🤔
કે હું કોઈક😂 દિવસ મોઢે બુકાની પહેરીને બેન્કમાં જઈશ અને કેશિયર પાસેથી રૂપિયા કઢાવી લાવીશ ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
સપનામાં ય નહોતું વિચાર્યું… 🤔🤔  કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી હશે અને ધનવાનો માટેની ફ્લાઈટો પર પ્રતિબંધો હશે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
સપનામાં ય નહોતું વિચાર્યું… 🤔🤔 કે લોકોના પેટમાં જેટલો આલ્કોહોલ ગયો છે એના કરતાં દસ ગણો આલ્કોહોલ હાથ ધોવામાં વપરાઈ જશે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
સપનામાં ય નહોતું વિચાર્યું… 🤔🤔 કે જુવાન છોકરા-છોકરીઓ માત્ર ‘ઘરનું’ ખાવાનું ખાઈને છ-છ મહિના લગી જીવતા રહી શકે છે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
સપનામાં ય નહોતું વિચાર્યું… 🤔🤔 કે જે ઘરમાં છેલ્લા 50 વરસમાં કદી એક ગાળ નથી બોલાઈ એ જ ઘરના ટીવીમાં, વેબસિરિઝોમાંથી આટલી બધી ગાળો સંભળાતી હશે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
અને સપનામાં કોણે વિચારેલું ? 🤔🤔 …. કે બિચારું છાપું કોરોના વાયરસનો બોમ્બ હોય એમ અમુક લોકો એનાથી ડરતા હશે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*
– અને હા, સપનામાં ય નહોતું વિચાર્યું… કે એક ચાઇનિઝ આઈટમ આટલી ‘ટકાઉ’ નીકળશે ! 😖 *… તારી ભલી થાય કોરોના !*

 

વિચાર કણિકાઓ માર્ચ 21, 2021

Filed under: વિચાર કણિકાઓ — mysarjan @ 2:44 પી એમ(pm)
1. વિચાર જ કાર્ય અને સફળતાનો પિતા છે,મગજને ખરાબ વિચારોનુંગોદામ નહીં, પરંતુ રચનાત્મક અને હકારાત્મક વિચારો પેદા કરતુંકારખાનું બનાવો.

 

 

2. વિશ્વાસ એક શબ્દ છે, તેને વાંચતા second લાગે છે.. વિચારો તોminute લાગે છે.. સમજાવો તો દિવસ લાગે છે… પણ તેને સાબિતકરતા આખી જીંદગી લાગે છે..!!

 

3. સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા., નાસમજમાં કોઈને ગુમાવીપણ ના દેતા..!! ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં., એમાં સંબંધઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા . !!

 

 4. તણાવ (ટેન્શન) માણસ ની બુદ્ધિ,શક્તિ,સ્મૃતિ, આનંદને એવી રીતેખાઈ જાય છે જેવી રીતે ઊધઈ લાકડાને કોરી ખાય છે.

 

5. જીવન પિયાનોની જેમ છે.સફેદબટન સુખ રુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે.

 

6. ક્રોધ પ્રિતીનો નાશ કરે છે માન વિનયનો નાશ કરે છે માયામિત્રોનો નાશ કરે છે લોભ સર્વનો નાશ કરે છે

 

7. એકવીસમી સદીમાં ચેતવા જેવી બાબતો.. ટ્રાફિક,ટ્રેડિંગ અનેટેન્શન…ત્રણ “ટ” પોલિટિક્સ,પોપ્યુલેશન, પોલ્યુશન,પોવર્ટી અનેપાવર …. મંદી,મોંધવારી,મેહ,મોત અને મહેમાન….

 

8. બીજા જ્યારે ભૂલો કરે તેને ચકસવાનું સહેલું છે. પણ આપણી જભૂલને સ્વીકારવાનું ઘણું અઘરું છે.

 

9. કામ,ક્રોધ,લોભ,શંકા(વહેમ)અહંકાર ,ઈર્ષા આ જીવાત્માના છ શત્રુઓછે.

 

10. પ્રબળ ઈચ્છા શક્તિ અને મજબૂત મનોબળનાં બે પૈડાં વિજયરથને લઞાડી, ખડતલ શરીર રૂપી રથનું માળખુ તેની ઉપરગોઠવી,વિવેક બુદ્દિધને સારથી બનાવી,સામ,દામ,દંડ,ભેદ નામનાચાર હણહણતા ઘોડા વિજય રથને જોતરી તમે સ્વયં તેમાં બિરાજશોતો જીવન સંગ્રામ જીતશો.

 

11. સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે અને નિષફળતાતમને દુનિયાનો પરિચય કરાવે છે.

 

12.. જેનું મન અને અંતઃકરણ શાંત અને સંતોષી છે તે સુખી છે. જેભૂતકાળને વલોવતો ના હોય, ભવિસ્યની ચિંતા કરતો ના હોય અનેવતૅમાન માં જીવતો હોય તે સુખી છે.

 

13. જયારે સલાહ જોઈએ તો બધા લોકો તમને સલાહ આપશે,જ્યારેસહાયતા જોઈએ ત્યારે પણ લોકો તમને સલાહજ આપશે,સહાયતાનહી.

 

14. તમે જો સાચા છો તો દુનિયામાં કોઈ તમારું નામ દેનાર નથી.તમે કોઈને જઞતમાં દુઃખ દેતા નથી, કોઈને દુઃખ દેવાની તમારીભાવના નથી, તો તમને કોઈ દુઃખ દઈ શકે તેમ નથી.

 

15. માણસ કપડાંથી નથી શોભતો પણ વાણી,વતૅન અને કમૅનીસુગંધથી શોભે છે. 1

 

16. ઘરમાં શાંતિ થાય એ જ મોટામાં મોટું ભણતર.

 

17. ફૂલ કહે છે મારી જેમ જીંદગીમાં હસતા રહો. વાદળી કહે છે મારીજેમ બીજા માટે વરસી જતાં ભમરો કહે છે કે સુખ અને દુઃખમાં સદાગીત ગાયા કરો. ઘડિયાળ કહે છે કે સમય ચૂકશો તો કિંમત ઘટી જશે.સૂર્ય કહે છે કે અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે નહિ જુએ.

 

18. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણકે આજનો માનવીફૂલ ધરીને બગીચો માગતો થઈ ગયો છે.

           
 

– ગઝલ –

Filed under: ગઝલ — mysarjan @ 2:26 પી એમ(pm)

યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે !
જીવન જીવતા રહીને બુદ્ધ બનતાં વાર લાગે છે;
કશું પાસે ન હો ઝાઝું, કશાની ખેવના ન હો,
જીવનમાં એટલા સમૃદ્ધ બનતાં વાર લાગે છે.

*

– ગઝલ –

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી, હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે,
કરી એકઠી જે મેં ઉમ્રભર, હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો,
હું બહાર ઊભો વિચારતો, હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું,
ભરી હાથ જે કરી દે અપંગ, એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું ? મારું ધ્યેય શું ? છે તને ખબર, છું હું બેખબર,
તું સજાગ છે, તું સચેત છે, તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે,
કે સમાનતાનો જ્યાં ભંગ હો, એ ઉદારતાનું હું શું કરું ?

 

ગઝલનાં દરેક શે’રમાં રદીફરૂપે પૂછાયેલો ‘હું શું કરું ?’
નો પ્રશ્ન દરેક વખતે ખૂબ જ ધારદાર લાગે છે અને થોડીવાર આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે…
જાણે કે બધા પ્રશ્નો આપણાં અંગત જ ન હોય ! વાતેય સાચી છે…
કોઈ એક માન્યતાને સત્યમાનીને આપણે જીન્દગીભર જીવ્યે રાખ્યું હોય અને
જ્યારે એ જ માન્યતાને ખોટી ઠેરવતું સત્ય આપણી સમક્ષ આવીને ઊભું રહે,
ત્યારે આપણે નથી એ સત્યને સહજતાથી સ્વીકારી શકતા કે નથી
એ માન્યતાને સહજ રીતે છોડી શકતા… અને ત્યારે ભીતર સર્જાયછે,
આવી જ ’હવે હું શું કરું’ ની કશ્મકશ…

 
 

 

 

 

આચમન પ્રેરણાનુ

Filed under: Uncategorized — mysarjan @ 2:21 પી એમ(pm)

 

આ સમયને હું ન થંભાવી શકું, તું કહે તો સહેજ લંબાવી શકું. રોજ તો આવે નહીં એ જાણું છું, શક્ય છે, ક્યારેક બોલાવી શકું. એટલો અધિકાર દે, મારા સનમ ! ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું. ઝાંઝવા ક્યાં છું, સરોવર છું હું તો, કોઈને હું કેમ તરસાવી શકું ? આટલી છે વાત મારા હાથમાં, સ્વપ્નમાં તુજને હું શોભાવી શકું. વાત પૂરી જે ન સમજાણી મને, એ જગતને કેમ સમજાવી શકું ? ‘રાજ’ મારી જેમ તરસ્યા થાય તો, ઝાંઝવાને હું ય લલચાવી શકું. – ‘રાજ’ લખતરવી

Filed under: ગઝલ — mysarjan @ 2:18 પી એમ(pm)
<p class="has-vivid-red-color has-text-color" value="<amp-fit-text layout="fixed-height" min-font-size="6" max-font-size="72" height="80">
 

દિવાળી ની સજાવટ

Filed under: વિચાર કણિકાઓ,Uncategorized — mysarjan @ 2:14 પી એમ(pm)

દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,
જો હૃદય ના માળીયે જૂની નફરતો છે,ઉતારી ને ઘર ની બહાર ફેંકી દે,
હાસ્ય ના તોરણ પેક પડ્યા છે, ખોલી ને દરેક બારણે લગાવી દે,
નિરાશાઓ ના કોઈ ફાનસ હોય તો જવા દે,આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,
જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,
એ ગરીબ ની આંખો પણ ચમકાવી દે,જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક નવી ચોકલેટ આપી દે,
અને બાજુવાળા ની ઈર્ષ્યા હવે છોડી દે,’હું’ ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,
કલર લાગણી નો ઉખડતો જાય છે,આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,
દીવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

 

ચાલી ગઈ *દિવાળી…*2020

Filed under: Uncategorized — mysarjan @ 2:02 પી એમ(pm)

Wed, Nov 18, 2020, 12:02 PM

*Bye Bye Diwali-*
ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ *દિવાળી…*✨⚡જેવી આવી એવી જ Fast Forwardમાં જતી રહી દિવાળી..😂
ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.Sugarfree મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો.. 😰થીજી ગયેલા ice creamનું તો બોક્સ પણ ખુલ્યું નથી..🍨જુદા જુદા ખાનાવાળા Dryfruit Box ને હવા સિવાય કોઈ સ્પર્શયું નથી..😏
સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા..😜મેરા નંબર કબ આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા..😰
અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો..😔Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો..🤔
ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું..કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..🤔
ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..😰
શું આ જ હતી દિવાળી?😱
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..👍🏻
નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો…ફરી મળે એ જ પરિવાર..ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..એજ જુના મિત્રો મળે..એવીજ ચહેરા પર લાલી હો..
We All Missed Old Diwali Days.

 

 
Design a site like this with WordPress.com
શરૂ કરો