ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા (GLAOFNA) ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન, સંવર્ધન અને પ્રસાર માટે અવિરત કાર્યરત છે. આજ હેતુ ધ્યાનમાં રાખીને લઘુકથા લેખન સ્પર્ધા ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે શબ્દોની શક્તિ અને કલ્પનાની પાંખો હોય, તો આ સ્પર્ધા માત્ર તમારા માટે જ છે!
સ્પર્ધાના નિયમો અને શરતો (Rules & Regulations):
• પાત્રતા: આ સ્પર્ધા માત્ર GLAOFNA ના સભ્યો માટે જ ઉપલબ્ધ છે. તમે ફક્ત $૨૦૦/- માં આ સંસ્થાના સભ્ય બની શકો છો.
• શબ્દ મર્યાદા: વાર્તા 2૫૦ થી 3૦૦ શબ્દોની મર્યાદામાં હોવી જોઈએ.
વિજેતાઓની જાહેરાત ૧૪ અથવા ૨૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ એક ખાસ Zoom Call દ્વારા કરવામાં આવશે.
• આ લાઈવ કોલ દરમિયાન વિજેતા લેખકનો એક ખાસ ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જેમાં તેઓ પોતાની લેખન યાત્રા વિશે વાત કરશે.
આજે જ તમારી કલમ ઉઠાવો અને તમારી વાર્તા સબમિટ કરો! (have started receiving stories)
(Please write your Check in favor of GLAOFNA and mail it to 32 Louisa Ct, Wayne, NJ 07470 or send via ZELLE. The email id used for ZELLE is glaofna@gmail.com). The stories can also be sent via email to “glaofna@gmail.com”
GLAOFNA વતી અમે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ! અમારા આગામી ગુજરાતી નાટક “એક અધૂરો નિર્ણય” માટે આપ સૌનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ કાર્યક્રમને આટલો બહોળો પ્રતિસાદ આપવા માટે અને અન્ય લોકો સાથે શેર કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારા સાથ અને સહકારના કારણે ટિકિટોનું ખૂબ જ સરસ વેચાણ થયું છે!
📢 ઓનલાઈન ટિકિટ વેચાણ હવે બંધ છે
મળેલા અદ્ભુત પ્રતિસાદને કારણે, અમે ઓનલાઈન ટિકિટ વેચાણ સત્તાવાર રીતે બંધ કરી રહ્યા છીએ.
હજુ ટિકિટ લેવાની બાકી છે? જો તમે હજુ પણ નાટક જોવા માંગતા હોવ, તો તમે સ્થળ (Venue) પર આવીને ટિકિટ ખરીદી શકો છો. તે સમયે ઉપલબ્ધ બેઠકોના આધારે તમને ટિકિટ આપવામાં આવશે.
નાટક શરૂ થવાનો સમય: બપોરે ૨:૩૦ વાગ્યે ચોક્કસ (SHARP)
⚠️ તમામ ઉપસ્થિત રહેનાર માટે ખાસ નોંધ: ૧. સમયસર આગમન: કૃપા કરીને ટિકિટ મેળવવા અને સીટ પર ગોઠવાઈ જવા માટે બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં આવી પહોંચવું. નાટક બપોરે ૨:૩૦ વાગ્યે ચોક્કસ શરૂ થઈ જશે. ૨. નિયુક્ત બેઠક (Assigned Seating): દરેક બેઠક પર સીટ નંબર ફાળવવામાં આવેલ છે, તેથી કૃપા કરીને તમને ફાળવેલ સીટ નંબર પર જ બેસવા વિનંતી છે.
આપના ઉત્સાહ અને સહકાર બદલ સદાય આભારી છીએ. એક સુંદર બપોર આપ સૌની સાથે વિતાવવા માટે અમે આતુર છીએ!
Please send the money via zelle to GLAOFNA and not use Ashish Desai’s personal phone number.
You do not have an option to choose the seats – all tickets will be given rows and seats in order we have receive the payment. 2. The zelle payment should be sent to: glaofna@gmail.com 3. We are hoping to sell at least 200 tickets. 4. Please mention your email id in the optional comment section of the zelle payment so we can confirm the receipt.
નાટક વિશે ટૂંકમાં: પ્રસિદ્ધ હિન્દી ફિલ્મ “એક રુકા હુઆ ફૈંસલા” (૧૯૮૬) પરથી પ્રેરિત આ નાટક, ભારતમાં એક સમયે અસ્તિત્વમાં રહેલી ‘જ્યુરી સિસ્ટમ’ પર આધારિત છે. સામાજિક ન્યાય, નૈતિકતા અને સામૂહિક નિર્ણય જેવા ગંભીર મુદ્દાઓને આ નાટકમાં ૧૯૯૦ના દશકના અમદાવાદની પૃષ્ઠભૂમિ પર વણી લેવામાં આવ્યા છે.
૩ દિવસ સુધી પુરાવાઓ અને દલીલોની ચકાસણી કર્યા પછી, ૧૨ જ્યુરી મેમ્બર્સ એક રૂમમાં અંતિમ ચુકાદો આપવા માટે ભેગા થાય છે. શું કોઈ વ્યક્તિ ખરેખર દોષિત છે કે નિર્દોષ? આ ન્યાય તોળવા માટે સમાજના જવાબદાર નાગરિકો પાસેથી શું અપેક્ષિત છે, તેની આ વાર્તા છે
Posted in Uncategorized | Comments Off on નવો નાટ્યપ્રયોગ, અનોખો અનુભવ – “એક અધૂરો નિર્ણય”
અમે આપને જણાવવા માંગીએ છીએ કે આગામી ૧૯ જૂનના રોજ યોજાનારા અમારા કાર્યક્રમના સ્થળમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે.
‘ઇન્ડિયા કલ્ચર સોસાયટી’ (India Culture Society) અને ‘મહાત્મા ગાંધી સેન્ટર’ (Mahatma Gandhi Center) ના મેનેજમેન્ટ તરફથી અસહકાર અને એક સાચી non-profit સંસ્થાની પહોંચ બહારની આર્થિક માંગણીઓને કારણે, અમારે આ કાર્યક્રમનું સ્થળ બદલવાની ફરજ પડી છે. સદભાગ્યે, ડૉ. સુધીર પરીખ અને શ્રી ઇલિયાસ કુરેશીના સમયસરના સહયોગ અને ઉદારતાને કારણે, અમે ખૂબ જ ટૂંકા સમયમાં એક ઉત્તમ વૈકલ્પિક સ્થળ મેળવવામાં સફળ રહ્યા છીએ.
નવું સ્થળ:ITV Gold Auditorium 1655 Oak Tree Road, Suite 155 Edison, NJ 08820 and new time is 7:30pm
Posted in Uncategorized | Comments Off on ગમતીલા ગીતોનો ગુલદસ્તો – સ્થળમાં મહત્વપૂર્ણ ફેરફાર June 19th 730pm in Edison
દિપાવલીની મીઠાઈ જેટલું મીઠું લખાણ લખતા રહો, અને ગુજરાતી ભાષાને ઉજળી બનાવતા રહો. પ્રકાશ, પ્રસન્નતા અને પ્રેરણાથી ભરેલું નવું વર્ષ તમારા જીવનમાં સુખ અને સર્જન લાવે તેવી હાર્દિક શુભકામનાઓ.
સ્નેહભરી શુભેચ્છાઓ સાથે દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન – હસતા રહો, લખતા રહો અને જોડાતા રહો.
આશિષ દેસાઈ
પ્રમુખ – Gujarati Literary Academy of North America