એક બીજી હળવાશભરી વાર્તા..
એક દંપતીએ લગ્નજીવનનો 60 વર્ષ જેટલો લાંબો ગાળો વિતાવ્યો [આ વાર્તાની પશ્ચાદભૂ પણ પાશ્ચાત્ય છે] તેઓએ પોતાની બધી બાબતો એકબીજા સાથે વહેંચી હતી ગોપનીય કશું રાખ્યું ન હતું સિવાય કે એક બૂટનું ખોખું , જે તેણીએ પોતાના કબાટના સૌથી ઉપરના ખાનામાં સાચવી રાખ્યું હતું, અને પોતાના પતિને તે ક્યારેય ન ખોલવાની તાકીદ કરી હતી.આટઆટલા વર્ષોમાં પતિએ પણ તે ખોખા વિષે વિચાર્યું ન હતું પણ એક દિવસ સ્ત્રી માંદી પડી અને ડોકટરે તેની બચવાની આશા છોડી દીધી ત્યારે બન્નેની વચ્ચેનું તે રહસ્ય છતું કરવા માટે પતિએ તે ખોખું ઉતાર્યું અને પત્નીના બિછાનામાં તેની બાજુમા મુક્યું પત્નીને પણ લાગ્યું કે પતિએ પણ આ રહસ્ય જાણવાનો સમય પાકી ગયો છે તે ખોખું ખોલવા સંમત થઈ.પતિએ ખોખું ખોલી ને જોયું તો એમાં અંકોડી વડે સુંદર રીતે ગૂંથેલી બે ઢીંગલીઓ અને 95000.ડોલરની થપ્પી નજરે પડી.પતિએ આ સંગ્રહ વિષે પત્નીને પુછ્યું.’’ આપણે જયારે પરણવાના હતા ત્યારે મારી દાદીમાએ મને શિખામણ આપેલી કે સુખી લગ્નજીવનનું રહસ્ય પતિની સામે દલીલ ન કરવામાં છે. તેણે મને એમ પણ કહેલું કે જ્યારે જ્યારે મને તમારી પર ગુસ્સો આવે ત્યારે મારે શાંત રહેવું અને અંકોડી લઈને ઢીંગલી બનાવવા બેસી જવું”. પતિ તો સાંભળીને હાલી ગયો. ખોખામાં ફક્ત બે જ કિંમતી ઢીંગલીઓ હતી. પત્ની આટલા લાંબા લગ્નજીવનમાં ફક્ત બે જ વાર એની ઉપર ગુસ્સે થઈ હતી ! તે તો ખુશીથી ઉછળી પડ્યો.? “પ્રિયે,” તેણે કહ્યું “અને આ બધા ડોલરનું શું છે ? એ ક્યાંથી આવ્યા ?” “એ ડોલર અત્યાર સુધી મેં બનાવીને વેચેલી ઢીંગલીઓના ભેગા થયા છે.”
આ વાર્તા વાંચી મને પહેલો વિચાર એ આવેલો કે પત્નીનો જવાબ સાંભળી ઘડી પહેલાં આનંદથી ઉછળી પડેલા પતિનું શું થયું હશે ?
બીજો એક વિચાર એ આવે કે ગુસ્સો સર્જનાત્મક બને એ વિચાર તો સારો જ છે. સંબંધોમાં સારપ જળવાઈ રહે. પણ એથી સંબંધોમાં પ્રાણ રહે ખરો ? ગુસ્સો મનની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. મારી દરેક વાતમાં કોઈ સંમત ન પણ થઈ શકે તેમ હું પણ કોઈની દરેક બાબતમાં સહમત ન પણ હોઉં. ક્યારેક ઝઘડવું અને પછી ભેગા થવું, સહજીવનમાં એનો પણ એક આનંદ છે અને દાંપત્યજીવનમાં તો ખાસ ! મારી દરેક વાત કોઈ મૂંગે મોઢે માની લે, એવો આગ્રહ રાખીને હું સામી વ્યક્તિનુ વ્યક્તિત્વ ખલાસ ન કરી શકું નહી. એટલે ઉપરની વાર્તામાં પતિને પહેલાં તો એ બાબતની ખુશી થઈ હશે કે પોતાની કોઈ વાત એવી ન હતી જે પત્નીને માન્ય ન હોય પણ એ ખુશી તો પળભરમાં જ નષ્ટ થઈ ગઈ.પણ પત્નીએ ક્યારેય પોતાનો વિરોધ પ્રદર્શિત ન કર્યો મૂંગી જ રહી એ એને ગમ્યું હશે કે કઠ્યું હશે ? એ તો એના વ્યક્તિત્વ પર આધારિત છે.પણ આ વિચારની સાથે મારી એક સખીનો જીવનપ્રસંગ એણે કહેલો તે યાદ આવી ગયો.ગૃહજીવનની શરૃઆતમાં થોડી ઘણી અણઆવડતને કારણે પતિપત્નીમાં ક્યારેક એકબીજા સાથે અણગમતો વ્યવહાર થઈ જતો.
પતિ એકવાર કોઈ કારણસર (થોડોક જ હોં)ગુસ્સે થયો ત્યારે પત્નીએ હસતાં હસતાં કહી દીધું, “મારા બાપાએ મને તમને સોંપી દીધી છે તમારે હવે જે કંઈ કરવું હોય, ગુસ્સો ,પ્રેમ અણગમો જે જાહેર કરવું હોય તેને માટે હવે હું જ તમારી સામે છું બીજું કોઈ નહી અને મારા માટે પણ મારા બધા ઉભરા ઠાલવવાનું પાત્ર પણ તમે જ છો.” સખીની આ કોઠાસુઝ દાંમ્પત્યજીવનની મધુરતા ટકાવવામાં ઉપયોગી છે બહોળા પરિવાર અને પોળ, શેરીના સહિયારા જીવાતી જીંદગીના અનુભવમાંથી આ કોઠાસુઝ પ્રકટતી હતી. કુટુંબજીવનમાં કે સમાજજીવનમાં આ સમજણ પ્રકટે તો ફાયદો જ છે. પરણીને બીજા ઘરમાં આવતી દીકરીઓ અને એ ઘરના માણસો પરસ્પરના ઉછેરની ભિન્નતાને સ્વીકારી એકબીજા સાથે ઉદારતાથી વર્તે, થોડું સહન કરવાનું પણ આવે અઘરું પણ લાગે કારણ કે વાત કરવી સહેલી છે એટલી આચરણમાં મુકવી સરળ તો નથી જ પણ આવો વ્યવહાર થાય તો દેખાતી કે ન દેખાતી દિવાલો તો નહીં જ ચણાય પણ સંબંધોના સેતુ મજબૂત જરુર થશે.
–વર્ષા શાહ
sapana said
આ વાર્તા પહેલા સાંભળેલી છે.પણ ફરી વાંચવી ગમી!!રિમાઈન્ડર!હા વર્ષા હું તમારી સાથે સહમત છું.નીચી મુંદી રાખીને સાંહળિ લેવુ એટલે સ્ત્રીને કોઈ હક આપવામાં આવ્યો જ નથી.પાલનહારાએ તો સ્ત્રીથી પુરુષને પેદા કર્યો છે પછી આ અહંમ કેમ?ગુસ્સો તો બન્નેને આવે ક્યારેક પતિ તોક્યારેક પત્ની સાઅમ્ત રહે તો સંસાર બરાબર ચાલે બધું વજન એક તરફ નાંખવાથી ગાડુ ઉલણી પડવાનો ભય છે.
મારાં બ્લોગમા પણ પધારજો.
સપના
neeta kotecha said
vat sachchi che ke sambandho na setu majbut thashe..pan tutela hradaye karan jetli var jagda thay bhul jeni pan hoy pachu sathe rahevanu j hoy che etle mafi to aapi j devi pade che ek bijae pan hraday me je tad pade che e sandhati nathi….
mari ek friend nu lagnjivan lagan pachi 33 varshe tutyu..karan ena pati no gusso had bahar hato..nani vat ma khub gussa karta . 10 min ma saral thai jata..pan chelle mari friend e kahyu ke have mari mafi aapvani sima khatam thai gai che ane hradayne have jatka sahan karvani takat pan nathi rahi..mane mari friend barobar lagi..ketlu sahan karvanu… ane e pan ek j vyakti e…
aapni lakheli vat hradaysparshi hati…
Varsha Shah said
આદરણીય નીતાબહેન,
આપનો જવાબ વાંચ્યો.આપની વાત પણ સાચી જ છે.સંસારના સરવાળા હંમેશા બે વત્તા બે બરાબર ચાર જેવા હોતા નથી. વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે એને નિંર્ણય લેવો પડે છે. પ્રતિભાવ આપવા બદલ આપનો ખૂબ ખુબ આભાર.
વર્ષા શાહ
Balkrishna Vyas said
Very true. In our social life, one has to remain silent, if one has to run his show. Finding faults is a very easy task than finding facts. I know one couple, who have made mutual aggrement that in case of difference of opinion on any issue, instead of quarrling, both should write down their grievences on a piece of paper in each other’s absence and then share the chits after the matter gets cool. This has helped them to run their show for last more than 25 years and they are living happily.
One request, JUST LET ME KNOW HOW TO WRITE IN GUJARATI HERE.
Varsha Shah said
thank you
varsha shah
Kirtikant Purohit said
સરસ. પ્રથમ વાર્તા તો જાણીતી છે પરંતુ બીજો સુઝાવ પણ સરસ છે. દામ્પત્યમાં સરળતાથી એકબીજાને નિભાવી લેવાની કળા દરેકે શીખવી જ પડે છે. એટલે તો કહેતા કે કણકમાં પાણી પડ્યું તે પડ્યું.
urvashi parekh said
saras,
aa varta
mane ghani gami, mara mate ekdum navi vaarta hati.
damptya jivan ma ghani vakhat varso sudhi sathe rahi ne pan ekbijane jani ne pan ketla ajanya hoiye chhiye. kharu ne?
saras.
Mayurkumar said
Saras Varta
visit my blog & leave your valuable comment pls.
Mayurkumar
http://www.aagaman.wordpress.com
dhrutimodi said
વાર્તા દ્રારા કહેવાયેલા વિચારો ગમ્યા. લગ્ન અેટલે કે જોડાવવું અને જયાં જોડાણ અેટલે કે ભાગીદારી હોય ત્યાં સમજદારીની જરુર હોય જ છે. અે સમજ જ સાસરે જતી દીકરીને કરિયાવરમાં અાપવી જોઇઅે, જેમ કણ્વે શકુંતલાને વળાવતા શીખો અાપી હતી.
kishoremodi said
બહુ ગમ્યું
Riddhi said
Hello Aunty
Dont know if you remember me but I am Nilima’s friend. She sent me a link to your blog and I have enjoyed reading it so far. this will be added to my list of daily reads! Enjoy your stories and viewpoint. Very interesting and informative. I look forward to your regular posts.
thanks to Nilu as well.
regards
Riddhi