ચેટ શાયરીનો અંશ – ૭

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ ચેટ શાયરીનો અંશ ભાગ – ૭ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(૧). દોર જોઈએ છે..!!

આ સંસારમાં જીવન એ જ એક જન્નત છે…
તેને મેળવવા માટે ની એક દોર જોઈએ છે…

આ સંસારના લોકો જ એક પ્રકાશન છે..
તેને સાચવવા માટે ની એક દોર જોઈએ..

આ દોસ્તી રુપી દોસ્તો જ એક રાહ છે..
તેને નિભાવવા માટેની એક દોર જોઈએ છે..

આ અંગતના જીવનનાં ઘણા અંગત રાહ છે…
બસ તે રાહ ને ઓળખનાર એક રાહદારી જોઈએ છે..

‘વિકાસ’ ના જીવનરુપી સંગમમાં ઘણા રાહ બનીને રહ્યા છે..
બસ હવે તેને નિભાવવા માટે એક કલેજાની દોર જોઈએ..

– વિકાસ કૈલા.. (૯/૯/૨૦૧૨)
આભાર :- ખુશ્બુ પાંચાલ..

(૨). તૈયાર રહીશ..!!

વાયદા કરી ને નિભાવવાની આશ મજબુર રાખજો..
હુ સાચવવા માટે હું હંમેશા પગભર તૈયાર રહીશ…!!

આપે આપેલ બોલ ને ફેરવી ને ના બોલવા તૈયાર રહેજો…
હુ તે બોલ ને એક કહીકતમાં ફેરવવા માટે તૈયાર રહીશ…

પ્રેમ ના અંધારામાં મને ધકેલવાનું નાટક ન કરવા તૈયાર રહેજો..
કેમ કે, નાટક તો માત્ર નાટક જ છે તે સ્વીકારવા તૈયાર રહેજો…

જીવનનાં નાટક તો ઘણા ભજવીયા છે એવું સ્વીકારવા તૈયાર રહેજો..
તમારી તો ખબર નહી, પણ મારા દિલ ની વાત હુ કહેવા તૈયાર છુ,,,,,

મિત્રો નો સાથ અને સહારથી ‘વિકાસ’નું જીવન હર્યુભર્યુ છે….
તેમ કહેવા હું તો તૈયાર છુ પણ આપ સ્વીકારવા તૈયાર રહેજો…

-વિકાસ કૈલા..(૯/૯/૨૦૧૨)
આભાર :- ખુશ્બુ પાંચાલ..

(૩). કોઈ વિકલ્પ નથી..!!

અકબંધ તો કોઈ નથી રહી શકતુ..
પણ પ્રયાસ નો કોઈ વિકલ્પ નથી દઈ શકતુ..!!

પવન સામે ટકી પહાડ પ્ણ નથી શકતો..
પણ એક છોડ નો સવાલ નો જવાબ નથી દઈ શકતુ..!!

પારકા ના ભરોષો કોઈ લઈ નથી શકતો..
પણ પરાયા કરી ને પછી કોઈ કઈ બોલી નથી શકતુ..!!

આવા અનેક સવાલ છે આ વિકાસરૂપી જીવનની સામે..
જેના જવાબ હજું સુધી કોઈ દઈ નથી શક્યુ..!!

– વિકાસ કૈલા..(૧૩/૦૯/૨૦૧૨)
આભાર :- ખુશ્બુ પાંચાલ..

 

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

 

વીર સેનાની તાત્યા ટોપે – ૬

મિત્રો જય સ્વામિનારાયણ…

મિત્રો આજે ઘણા સમય પછી વીર સેનાની તાત્યા ટોપે –૬ આપની સામે રાખવા જઈ રહ્યો છુ.

આ જીવન ચરિત્ર માટે મે એક પુસ્તક “વીર સેનાની તાત્યા ટોપે” નામના આ પુસ્તકનો સહારો લઈને આપની સામે રાખવાની કોશિશ કરી છે. આ પુસ્તકના રચયિતા “રાજન પટણી” સાહેબ છે. મે તેમની સાથે સંપર્ક કરેલ અને મારો પ્રસ્તાવ રાખેલ તો તે ખુશ થયા અને મને આ કાર્ય માટે અનુમતી આપી હતી.

જય સ્વામિનારાયણ.

Image

વીર સેનાની તાત્યા ટોપે

=======================

પ્રારંભિક જીવન...(૨)
===============

‘ટોપે..’
—————-

આ રીતે ઈ.સ. ૧૯૨૭માં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સન ૧૮૫૭’ના લેખક પ્રોફેસર નારાયણ કેશવ બેહરે એમને તાત્યાટોપી જ લખ્યા છે. યેવાલકર કુંટુંબ હવે પોતાને ‘ટોપે’ જ કહે છે. આ સિવાય ટોપીનું ‘ટોપે’ થઈ જવું તો એક સામાન્ય વાત છે. તાત્યાએ સૈનિક તાલીમ તો લીધી જ હતી, પરંતુ એમને યુદ્ધોનો જરાય અનુભવ નહોતો. વાસ્તવમાં તેમણે પેશ્વાના પુત્રોની સાથે તે સમયના સામાન્ય યુવકોની જેમ યુદ્ધની તાલીમ લીધી હતી.

તે ઘેરો ઘાલવા તથા આક્રમણ કરવા સંબંધિત વધારેનું શિક્ષણ પણ લઈ શક્યા નહોતા. ‘ગેરીલા’ યુદ્ધ મરાઠી જાતિનો સ્વાભાવિક ગુણ હતો. કદાચ આ ગુણ તેમણે તેમની વંશપરંપરામાંથી પ્રાપ્ત કર્યો હતો. બ્રિટિશ સેનાનાયકોથી બચવા માટે તાત્યાએ જે પ્રયત્નો કર્યા હતા, તેનાથી પણ આ વાત સિદ્ધ થાય છે.

વિઠૂરમાં રહેવા દરમિયાન તાત્યાની યોગ્યતાઓ અને મહત્વાકાંક્ષાઓને કદી કોઈ સ્થાન ન મળ્યું. તેથી તે કાનપુર આવી ગયા. ત્યાં તેમણે ઈસ્ટ ઈંડિયા કંપનીમાં નોકરી કરી લીધી, પરંતું ત્યાં તે વધારે સમય ટકી ન શક્યા. ત્યાર પછી તેમણે શાહુકારીનું કામ શરૂ કર્યું. આ કામ તેમના સ્વભાવથી સાવ વિરુદ્ધ હતું. તેથી તે મહાજનીનું કામ પણ અધિક સમય સુધી ન કરી શક્યા અને આ કામ છોડી દીધું. જેમ કે અગાઉ જણાવ્યા મુજબ કે તાત્યાના પિતા પેશવાની ગૃહ વ્યવસ્થામાં અનેક શાખાઓના પ્રધાન હતા, તેમણે તાત્યાને પોતાની જ પાસે લહિયાના રૂપમાં નોકરી પર લગાવી દીધા.

પેશવા બાજીરાવ બીજાનું મૃત્યું ૨૮ જાન્યુઆરી, ૧૮૫૧માં વિઠૂરમાં જ થયું. મૃત્યુ સમયે તેમની ઉંમર ૭૬ વર્ષની હતી. બાજીરાવે તેમના મૃત્યુના દસ વર્ષ પહેલાં જ પોતાનું વસિયત તૈયાર કરાવી લીધું હતું. તેમના મૃત્યું પછી નાના સાહેબ વિઠૂરના રાજા બની ગયા. તાત્યા તે સમયે તેમના લહિયા જ હતા. નાના સાહેબ અને તાત્યાનો બાળપણથી જ સાથ હતો. બંન્નેમાં પ્રેમ પણ બહું ઊંડો હતો. એકસરખી વિચારસરણી હોવાને કારણે તે એકબીજાની એટલા તો નિકટ આવી ગયા કે જેટલા પહેલા કદી નહોતા. તરત જ તાત્યા નાના સાહેબના મંત્રીના રૂપમાં પ્રસિદ્ધ થઈ ગયા. એમની સલાહ વિના તે કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય કરતા નહોતા. નાનાનું હિતસાધન જ તાત્યાના જીવનનો ઉદ્દેશ બની ગયો.

તાત્યાનું વ્યક્તિત્વ..
————————-

રૂપ-રંગમાં તાત્યા એવા કોઈ સુંદર વ્યક્તિ નહોતા, પરંતું તેમનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હતું. જાન બેગે તાત્યાને વિઠૂરમાં જોયા હતા. એમના વ્યક્તિત્વથી તે ખુબ જ પ્રભાવિત થયા હતા. તાત્યાના વિષયમાં જણાવતા તે કહે છે કે તાત્યા સાંવરા રંગના, મધ્યમ કદવાળા, કસાયેલા અને ભરાવદાર શરીરનાં હતા. ચહેરો થોડો ફુલેલો હતો તથા તેના પર ક્યાંક ક્યાંક શીતળાના ચાંઠાં પડ્યાં હતાં. નાક ચપટું તથા દાંત નાના અને સુંદર હતાં. એમની આંખો મોટી અને ભુરી હતી, જેમાંથી તેમનો દ્રઢ નિશ્વય ઝળકતો હતો. તેમના વાળનો રંગ કાળો હતો. તાત્યાના શરીરનો બાંધો ભલે વિશેષ આકર્ષક નહોતો પરંતુ તેમના ચહેરા પર તેજ ઝળકતું હતું તથા વ્યવહારમાં વીરતા અને નિર્ભયતા ટપકતી હતી.

તાત્યાની ગિરફ્તારી બાદ ‘બોબ્મે ટાઈમ્સ’ના એક પત્રકાતે તેમની મુલાકાત લીધી હતી. આ સમાચારપત્રના ૧૮ એપ્રિલ, ઈ.સ. ૧૮૪૯ના અંકમાં લખ્યું હતું કે, તાત્યા ના તો સુંદર દેખાય છે અને ના તો કુરૂપ, પરંતુ એ ચોક્કસ છે કે તે બુદ્ધિશાળી છે. તે શાંત અને સ્વતંત્ર મિજાજના વ્યક્તિ છે. તેમનું શરીર સ્વસ્થ અને મધ્યમ કદનું છે.

કેટલાક બીજા તથ્યોથી જણાય છે કે તાત્યાના વાળ ઘુઘરાળા હતા. તે લાંબી મૂછો રાખતા હતા, એમની ભ્રમરો ખેંચાયેલી હતી. જડબું પહોળું હતું અને તેમના ગાલનાં હાડકાં ઉપસેલા હતાં.

તાત્યાને મરાઠી, ગુજરાતી અને ઉર્દૂ ભાષાનું સારું જ્ઞાન હતું. તે આ ભાષાઓને કળકળાટ બોલી શકતા હતા. અંગ્રેજી તે બહું ઓછી બોલી શકતા હતાં. અટકી અટકીને માપી-તોળી શૈલીમાં સ્પષ્ટ રીતે બોલતા હતા. આ તેમની વાકશક્તિ અને સમજાવવાની શક્તિ જ હતી કે તે શ્રોતાઓનું ધ્યાન પૂર્ણ રીતથી પોતાની તરફ આકર્ષિત કરી લેતા હતાં અને તેની મદદથી તે પોતાના વિરોધીઓને પણ પોતાના પક્ષમાં કરી લેતા હતાં. દેશી રાજાઓ હંમેશા તાત્યાના વિદુદ્ધમાં જ રહેતા હતા.

અનેક વાર એમણે પોતાની સેનાઓને તાત્યાનો સામનો કરવા માટે મોકલી. પરંતુ તે સેના તાત્યાને જઈને મળી જતી હતી. દેશી રાજાઓને પોતાના પક્ષમાં કરી લેવામાં તે સિદ્ધહસ્ત હતા. સંકટ સમયમાં ધીરજ ન ગુમાવવી એ તાત્યાનો મુખ્ય ગુણ હતો. વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્યાની હિંમત અને કાર્યક્ષમતામાં કદી કોઈ ખામી ન આવી. કાનપુરના પરાજય બાદ ક્રાંતિના સંબંધમાં જેટલા પણ મહત્વના કાર્યો થયા છે, તેના પર  તાત્યાની યોગ્યતાની છાપ સ્પષ્ટરૂપથી અંકિત થયેલી દેખાય છે.

વધુ આવતા અંકે….
રાજન પટણી….

પુસ્તક રચયિતા :- રાજન પટણી….
લેખન સંકલન :- વિકાસ કૈલા.(૯૫૧૦૬ ૯૫૯૫૦)
ચિત્ર-પ્રતિમા :- વિક્રમ ગોહેલ..
બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

 

દ્રારકા દર્શન ભાગ – ૪

મિત્રો જય સ્વામિનારાયણ..

ઘણા દિવસો પછી ફરીથી આપણે જઈએ દ્રારકાના દર્શન પર શ્રી જ્યંતિભાઈ આહીર નો લેખ દ્રારકા દર્શન – ૪ પર એક નજર દોડાવીએ.

આજે આપણે દ્રારકા દર્શન ભાગ -૪ ને માણીશુ. જ્યંતિભાઈ આહીર નો ભાગ ત્રીજો આપણે ૦૨/૦૯/૨૦૧૨ ના દિવસે માણ્યો હતો અને આજે પણ તેમના દ્રારા મોકલવામાં આવેલ ભાગ -૪ ને વાંચો.

મને એમના લેખ ખુબ જ ગમે છે અને આજે તેમની પરવાનગી અને ઇચ્છાથી હુ આપની સામે દ્રારકા ના દર્શન કરાવીશ. આ પોસ્ટ માટે દ્રારકા દર્શન – ૪ માં પુજ્ય જ્યંતિભાઈનો ખુબ ખુબ આભારી છુ.

તો મિત્રો માણો દ્રારકા દર્શન – ૪ ને આપની સામે અને આપના પ્રતિભાવ જણાવો.

આ ચિત્ર-પ્રતિમા પણ તેમની જ એક દેણ છે .

This slideshow requires JavaScript.


 

દ્વારકા દર્શન

પ્રકરણ – 4 . . .. . . .  લેખક : જયંતિભાઇ આહીર

 

બેટદ્વારકા તરીકે પ્રખ્યાત આ ટાપુનું ધાર્મીક ગ્રંથોમાં ખુબજ મહત્વ દર્શાવેલ છે. રામાવતારમાં અહીરાવણે ભગવાન શ્રીરામને આ ટાપુ પર કેદ કર્યા હતા. તો ગુરુ નાનકજીના મોટા દિકરા શ્રી ચંદજીએ હિંદુ ધર્મના ચોર્યાસી સિદ્ધો સાથે બેટદ્વારકાના ટાપુ પર કઠોર તપ કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મહાન સંતશ્રી ત્રીકમસાહેબે પણ બેટદ્વારકામાં ભજન કરેલ હોઇ તેમનું પણ ત્યાં સ્થાનક આવેલ છે.

ડ્રાયવર ‘વિજય દીનાનાથ ચૌહાણ’ના કારણે પેકેજ ટુર કેન્સલ થતા મને આ પવિત્ર સ્થાનો પર જવાનો અમર્યાદિત સમય મળ્યો હતો. ગોપી તળાવમાં બસ છુટી જતા મને એક વિચાર આવેલ ‘જે થયું તે સારા માટે’ તે વિચાર ખરેખર યથાર્થ હતો. માનસશાસ્ત્રીઓના કહેવા મુજબ સુષુપ્ત મનના સંકેતો જો માણસ સમજવા લાગે તો તે કયારેય નુકશાનમાં રહેતો નથી. જો કે તે ભાગ્યેજ સમજી શકાય છે.

ઓખાથી બેટદ્વારકા જવા માટે મોટાભાગની દોઢસો બેઠકની ક્ષમતા ધરાવતી બોટો આવેલી હતી. જેનું એકતરફનું ભાડુ દસ રૂપિયા હતું. પાંચ હજારની વસ્તી ધરાવતા બેટદ્વારકાની 80% વસ્તી મુસ્લીમ ધર્મી હોય મોટાભાગની બોટોનો વહીવટ મુસ્લીમ લોકોના હાથમાં હતો.

બપોરના બારેક વાગ્યાની આસપાસ જેટી પર ઉતરી દર્શન માટે ઉતાવળે મંદિરે પહોંચ્યો હતો. ચૌદલોકનો નાથ પુજારીઓએ બનાવેલ નિયમોથી બેટદ્વારકામાં બંધાયેલો હતો. મંદિરમાં પ્રવેશતા જ ભગવાનના દર્શનનો સમય પુરો થતો હોઇ મંદિરના દ્વાર ફટાફટ બંધ થઇ રહ્યા હતા. અરૂણાચલપ્રદેશથી ઓખા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભારતવર્ષ ઉપરાંત દેશવિદેશમાંથી ખુબજ શ્રદ્ધા સાથે આવેલા સેંકડો યાત્રીઓ ભગવાનના દર્શન થશે કે કેમ ? તેની ચિંતામાં દોડી રહ્યા હતા. બપોરના બાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ રહેતા હોઇ દૂરથી આવતા યાત્રીઓ પાંચ દસ મીનીટ મોડા પડતા તેમની હાલત દયાજનક લાગતી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના આયુકાળ દરમ્યાન બપોરના બારથી પાંચ કલાક ઉપરાંત આખી રાત આરામ કર્યો હશે કે કેમ ? તે એક સંશોધનનો વિષય છે. પરંતુ બેટદ્વારકામાં તો ભગવાનને મોજ છે.

જુના મંદિરની જગ્યાએ બેટદ્વારકામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહેલ છે. દર્શન કરી આગળ વધતા શ્રીસત્યભામાજીની ગાદી પર રાખવામાં આવેલ શ્રીદ્વારકાધીશના ફોટાને નમન કર્યા હતા. ગાદી પાસે બેઠેલા ત્રણ પુજારીઓ યાત્રીઓને સુદામાપુરી (પોરબંદર)થી પોતાના મિત્ર શ્રીદ્વારકાધીશને મળવા આવેલા સુદામા અને તેના તાંદુલનો મહિમા રસીકતાપૂર્વક સંભળાવી રહ્યા હતા. પુજારીઓએ કથા પૂર્ણ કરી ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવતા સેવા કાર્યોની વાત કરી યથાશક્તિ દાનની પહોંચ ફડાવવા યાત્રીકોને વિનંતી કરી હતી.

પુજારીની વાત સાંભળી ગાદી પર 51/- રૂપિયા મુકતા પુજારીએ મને રૂ. 101/-નું દાન કરનારને પ્રસાદ અને મંદિર તરફથી ખેસ ભેટમાં આપવામાં આવતા હોવાની વાત કરી હતી. ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા સેવા કાર્યો માટે રૂ. 101/- દાનમાં આપવાની તૈયારી બતાવતા પહોંચ બનાવનારે મારૂ નામ પુછ્યું હતું. પરંતુ મેં નામની જગ્યાએ પહોંચમાં ‘રામ ભરોસે’ લખવાનું કહેતા ત્રણેય પુજારીઓ એકદમ બોલી ઉઠ્યા હતા.

‘સાહેબ, નામ લખવું એ અહીંનો નિયમ છે !’
’અરે ભાઇ મારે કોઇ નામ લખાવવું નથી.’
‘જુઓ સાહેબ અહીં નામ તો લખાવવું જ પડે છે !’
‘ઠીક છે જેવી તમારી મરજી; લખો જયંતિભાઇ આહીર.’
’કેવા આહીર ?’
’પંડીતજી, બાપુજી કે ગામનું નામ પુછવાની જગ્યાએ કેવા આહીર ? એવું શા માટે પુછો છો ?’ ’સાહેબ, ટ્રસ્ટનો નિયમ છે કે દર્શનાર્થીની જ્ઞાતિ અને પેટાજ્ઞાતિની ખાસ નોંધ કરવી એટલે લખવું જરૂરી છે’

’સારૂ એક કામ કરો; જયાં જ્ઞાતિ મુજબ ભેદ કરવામાં આવતા હોઇ ત્યાં મારે દાન નથી કરવું !’
દાન કરવાની ના પાડતા પુજારીએ જાણે મારી વાત સાંભળી ન હોઇ તેમ ઝડપથી ‘જયંતિભાઇ આહીર’ના નામની પહોંચ ફાડી મારા હાથમાં પકડાવી દીધી હતી.
‘સાહેબ તમે પેટાજ્ઞાતિ ન કહી !’
‘મારે દાન જ નથી કરવું ! પછી ક્યાં વાત રહી ? પુરતી માહિતી વગર પહોંચ ફાડવી ન જોઇએ ! છતાં ટ્રસ્ટના નિયમ વિરૂદ્ધ તમે પહોંચ કેમ ફાડી ?’
‘લગ્ન વખતે તમે જ્ઞાતિ, પેટાજ્ઞાતિ અને ગૌત્ર કેમ લખાવો છો ? તો અહીં લખાવવામાં તમને શું વાંધો છે ?’
‘લગ્નએ સાંસારીક કાર્ય છે; જયારે અહીં જગતનિયંતાના ધામમાં નાત–જાતની વાત સમજાતી નથી !’
‘જુઓ, ટ્રસ્ટની સુચનાથી પુછીએ છીએ; જો ન પુછીએ તો નોકરીમાંથી કાઢી મુકે !’
‘તો તો ક્ષુદ્ર–અતિક્ષુદ્ર ગણાતા યાત્રીકોની જ્ઞાતિ, પેટાજ્ઞાતિ કે ગૌત્ર પુછીને જ તમે દાન સ્વીકારતા હશો ?’

મારી વાત સાથે અન્ય યાત્રીઓએ પણ સૂર પુરાવતા પુજારીઓ મુંઝાયા હતા. ત્રણમાંના એક ઉંમરલાયક પુજારીએ જોરથી ‘શ્રીદ્વારકાધીશજી કી જય’ બોલાવી વાત ટુંકાવી દીધી હતી. મોટી ઉંમરના એ પુજારીએ મારા ગળામાં ખેસ પહેરાવી પ્રસાદની બારીએથી પ્રસાદ અપાવ્યો હતો.

‘સાહેબ તમે આપેલ દાનની રકમ તો ટ્રસ્ટમાં જતી રહી અમને તો કંઇક દક્ષિણા આપો !’
‘તમને દક્ષિણા આપવામાં મને કંઇ વાંધો નથી; પણ આ જ્ઞાતિનું શું ચક્કર છે ? તે સમજાવો.’ ’સાહેબ, છોડો એ વાત; આ તો અમારો ધંધો છે એટલે આ બધું કરવું પડે.’
દસ રૂપિયા દક્ષિણા આપી તેને વિદાય કર્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણએ અખંડભારત માટે આજીવન સંઘર્ષ કરેલ હતો. ભારતવર્ષને ચક્રવર્તિ રાજા યુધિષ્ઠીરના શાસન હેઠળ એકત્રીત કરી શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું હતું. અરે લોકોને અંધશ્રદ્ધા, વહેમ, હોમહવન અને ક્રીયાકાંડ વગેરેમાંથી મુકત કરી પ્રકૃત્તિની પુજા કરવાના માર્ગે વાળ્યા હતા. શ્રીકૃષ્ણએ શરૂ કરેલ ગોવર્ધન પુજા કે રેવતક (ગીરનાર)ની પુજા હજારો વર્ષથી લોકોએ આજેય યથાવત ચાલુ રાખી છે. આવીજ રીતે ગોમતી–યમુના નદીની પુજા, અશ્વસ્થ(પીપળા)ની પુજા, ગાયની પુજા, તેમજ આજીવીકાના સાધનો સાથે પ્રકૃત્તિની પુજાનો મહિમા સમજાવ્યો હતો. આ ઉપરાંત ભુખ્યાની આંતરડી (જઠરાગ્નિ) ઠારવી અને નામ સ્મરણને ઇશ્વર પ્રાપ્તિના ઉત્તમ માર્ગ બતાવી મનુષ્ય માત્ર માટે સનાતન (કયારેય ન બદલાય તેવા સત્ય) નિયમો (ધર્મ)ની સ્થાપના કરી ઇન્દ્ર જેવા દેવોની પુજા બંધ કરાવી હતી.

સનાતન ધર્મના આ મહાન સ્થાપકને આપણે શ્રીવિષ્ણુ ભગવાનનો અવતાર ગણી પુજીએ છીએ. અને શ્રીકૃષ્ણએ તેમના જીવનકાળ દરમ્યાન વિપરીત સંજોગોમાં કરેલા મહાન કાર્યોને ઇશ્વરીય કાર્યો ગણી અહોભાવથી જોઇએ છીએ. હકીકતમાં ભગવાન શ્રીકૃષ્ણને જીવનકાળ દરમ્યાન શું કોઇ પુરૂષાર્થ નહોતો કરવો પડ્યો ? અરે શ્રી કૃષ્ણને આપણે ક્યારેય એક માનવ તરીકે મુલવ્યા છે ખરા ?

ભારતવર્ષના હજારો વર્ષથી લોકનાયક ગણાતા શ્રીકૃષ્ણ યજ્ઞ–હોમહવન, મંત્રો, સ્ત્રોતો, સ્તુતીઓ, તપ વગેરેના વિરોધી રહ્યા હતા. અરે ગીતાજીમાં તેમણે કરેલો ઉપદેશ પણ આ વાતની સાક્ષી પુરે છે. પરંતુ આજે એ જ શ્રીકૃષ્ણના નામે અનેક જાતની પુજાઓ, હોમહવન, સ્તુતીઓ સાથે અનેક પ્રકારની ધાર્મીકવિધિઓ થાય છે.
નરસી મહેતા, મીરાજી, બોડાત ભગત, લોડણજી, પીપા ભગત જેવા મહાન ભક્તોના સીધા સાદા ભગવાન શ્રીકૃષ્ણને દ્વારકામાં આજે શોધવા અતિ દુષ્કર છે. અહીં તો મંદિરમાં પુજારીઓના નિયમો મુજબ શૃંગાર સજ્જતા, વિવિધ આરતીઓ સાથે અનેક પ્રકારના થાળ આરોગતા કે પછી આરામ કરતા શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવવાનો એક અનેરો આનંદ છે.

દ્વારકાધીશ મંદિરના બેટદ્વારકામાં દર્શન કરી દાંડી હનુમાનજીના દર્શન કરવા અમો રીક્ષામાં બેઠા હતા.

 

(આગળચાલુ)

લેખક : જયંતિભાઇઆહીર

·        મિત્રો આજ ના માટે અહી વિરામ લઈશુ. વધારે આવતા અંકે એટલે કે દ્રારકાદર્શનભાગ – 5 માં વાંચીશુ અને જાણીશુ.

·        આપ મિત્રો જ્યંતિભાઈઆહીર નો સંપર્ક પણ કરી શકો છો. જેના માટે તેમના મોબાઈલનંબર હુ આપને નીચે જણાવુ છુ. આભાર જ્યંતિકાકા. જયસ્વામિનારાયણ..

લેખકઃ– જ્યંતિભાઈઆહીરનાબધાજમિત્રોનેજયસ્વામિનારાયણ.

આભારઃ– જ્યંતિભાઈઆહીર (સંપર્કકરોઃ 94265 05978)

વિકાસકૈલાનાજયસ્વામિનારાયણ..(મારોસંપર્કકરોઃ૯૫૧૦૬૯૫૯૫૦)

બ્લોગલિંકઃ– https://vikaskaila.wordpress.com/

Email :- kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

ચેટ શાયરીનો અંશ – ૬

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ ચેટ શાયરીનો અંશ ભાગ – ૬ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(૧). કેમ કરી પુરવાર કરુ હુ..!!

કેમ કરી પુરવાર કરુ હુ..!!
તારા વિના મારી સાંજ રૂંધાણી..!!

કેમ કરી સાબિતી આપુ..!!
તારા વિના મારી નિંદ ઉગાણી..!!

કેમ કરી એ ક્ષણ રોકું..!!
તારા વિના મારો દિન રોકાણો..!!

કેમ કરી બિરદારુ તને..!!
તારા વિના મારો વિકાસ રુંધાણો..!!

વિકાસ કૈલા.. (૨૭/૧૦/૨૦૧૨..)
આભાર :- રમેશભાઈ ધામી..

(૨). હું..!!

એ બગીચાના વાતાવરણથી
પ્રફુલિત થઈને
મન ના ભાવ ને એક અનોખા જ
અંદાજ માં જતા જોઈ રહેલો હુ..!!

દરેક નો વરતાવ બની
એકધારની આધાર બની
નજર એક દોડાવવા
ખુદ દુર સુધી જોનાર હુ..!!

એ જીવનરૂપી નદી કિનારેથી
સાગર તણા સંસારના..
સુખ-દુઃખરૂપી હલેસાથી
જીવન-નાવ ચલાવનારો હુ..!!

મિત્રતા ના ઝરણામાં
એક પ્રણયની જેમ
રમીને પલાળનારા
મિત્રો નો એક તરંગ હુ..!!

પારિજાતના એ ફુલ ને
એક અજનબી ડાળી સાથે
પ્રેમના પંથ પર મોકલનાર
એક ભમરાના ભ્રમ જેવો હુ..!!

દરેક પહોરની
દરેક સવાર અને સાંજ
પ્રેમરૂપી પંથ પરથી
નીતરેલ આનંદની હેલી હુ..!!

એ કેસુડાની ચમક
તેની સુંગંધની એક ગમ્મત
ને તેની રંગની રમત
ને રંગત સંગ રમનાર હુ..

અને

દિલ માં રહીને વિહરતો હુ..
પ્રેમ કરી ને વિસ્તરેલો હુ..
આનંદમાં રહીને રાખેલો હુ..
‘વિકાસ’ નામથી વિકસેલ હુ..

વિકાસ કૈલા..(૨૯/૧૦/૨૦૧૨..)
આભાર :- સાકેત દવે સર..

(૩). હુ રાખુ આગળ ગુલાબ ને તુ હાથ ધરે..!!

હુ રાખુ આગળ ગુલાબ ને તુ હાથ ધરે..!!
હુ રાખું હાથમાં ગુલાલ ને તુ ગાલ ધરે..!!

હુ નજર કરુ ને તારી આંખ સરમાઈ જાય..!!
હાથના ગુલાલથી હુ તારા ગાલ લાલ કરુ..!!

ખંડેર તો અમારા પણ હૈયા રહેલા છે પ્રિયે..!!
હુય આપની જેમ લાગણીથી માલામાલ કરુ..!!

જરૂરથી રાખીશ મારા હાથને તમારા હાથ પર..!!
કિસ્મત ના ખેલ ને હુ એક લાંબી સલામ કરુ..!!

સંતાડી ને જરૂર રાખજો મને આપના પાંપણમાં..!!
પણ, સમય પ્રમાણે યાદ કરવા માટે વિનંતી કરુ..!!

વિકાસ કૈલા.. (૩૧/૧૦/૨૦૧૨..)

 

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

 

શાયરી સંગ્રહ – ૧

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ શાયરી સંગ્રહ ભગ -૧ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(૧)… ગોઠવાઈ જાય છે..

સમય સમય પ્રમાણે બધું જ ગોઠવાઈ જાય છે..!!
દુઃખ અને સુખમાં પણ જીવન રંગાઈ જાય છે..!!

હ્રદય ના દર્દ તો નજદીકનાં દિલદાર જ જાણી શક્યા..!!
જ્યારે પણ મુંજાયું હ્રદય ત્યારે તે સાથ આપી જાય છે..!!

– વિકાસ કૈલા.. (૨૬/૧૦/૨૦૧૨..)

(૨)… આતુર મન..

આતુર મનને એક માળવે ચડાવવા માટે તૈયાર રહો..!!
પગદંડી તો દરેક ને જોઈએ જ પણ ગોતવા આતુર રહો..!!

સ્વપ્ન તો મારું પણ છે હરેક માનવીના દિલ સુધી પહોંચવાનું..!!
પણ તેની સીડી મળવી મુશ્કેલ છે તેવી વાતોથી દુર રહો..!!

– વિકાસ કૈલા.. (૨૬/૧૦/૨૦૧૨..)

(૩)… કમળ..

એ કમળ પણ કેટલું ભાગ્યશાળી છે..!!
ખીલે છે કાદવમાં અને
રહે છે ભગવાન ના હાથમા..!!

– વિકાસ કૈલા.. (૨૬/૧૦/૨૦૧૨..)

(૪)… દોસ્તી..

દોસ્ત ની દોસ્તી જ એક અનોખી હોય છે..!!
ક્યારેક જાહેર તો ક્યારેક ખાનગી હોય છે..!!

કેમ કરી અપાવવો તેને વિશ્વાસ એ દોસ્ત…!!
કહેવા માટેના શબ્દો જ એક ચિંગારી હોય છે.. !!

– વિકાસ કૈલા.. (૨૯/૧૦/૨૦૧૨..)

(૫)… બદનસીબી..

એ કેવી બદનસીબી તારી કે જેમા હુ ના રહુ.. !!
કે કેવી ખુશનસીબી મારી જે જેમા તુ ના રહે.. !!

નસીબ તો તેના કામ થી કામ કર્યે જ જશે.. !!
તારી-મારી જીવનરાહમાં બદનસીબી નો પ્રેમ રહે..!!

– વિકાસ કૈલા.. (૩૧/૧૦/૨૦૧૨..)

 

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

 

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

 

ફેસબુક પંક્તિ પત્રિકા – ૨

મિત્રો જય સ્વામિનારાયણ..

રોજ થતી મિત્રો સાથે ની ફેસબુક પરની વાતો અને કોમેન્ટો દ્રારા ન જાણે કેટલાય દિલના શબ્દો લખાઈ જતા હોય છે. આજે હુ આપની સામે થોડા શબ્દો જે કોમેન્ટો કે ચેટ દ્રારા રચાયા છે તે આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છુ. આ કોમેન્ટ દ્રારા દિલના શબ્દોને એક નવો જ દોર દેવા બદલ દરેક કવિ મિત્રો નો ખુબ ખુબ આભાર..

જય શ્રી કૃષ્ણા..

=====================================================

(૧).

યાદ આવતા નવીનતા નથી લાગતી દિલમાં હવે તો..!!
પણ યાદ બની ને તે નવીન દિશા જણાવી જાય છે..!!
(૦૧/૧૦/૨૦૧૨)

(૨).

વાત કરતા આંખોમાં આંસુ આવી જાય છે…!!
જાણે સમુદ્રને એક અંધકારનો અહેસાસ થઈ જાય છે..!!
(૦૧/૧૦/૨૦૧૨)

(૩).

આવીને દીલને રંગીન કરતી હતી,
ને ત્યા મૌસમ બદલાઈ ગઈ..!!
(૧૦/૧૦/૨૦૧૨..)

(૪).

અફસોસ કે તે ખબર જ નથી મળતી
ને હવે ચાદર ને પણ ક્યાં સંકેલીને રાખવી..?
(૧૦/૧૦/૨૦૧૨..)

(૫).

પરેશાનની જોવાની જ આપની એક ગલતફેમી છે..
બાકી પ્રેમ કરવામાં પરેશાની તો દિલને જ પડે છે..
(૨૪/૧૦/૨૦૧૨..)

(૬).

મજા લેવા જ જો પ્રેમ કરાતો હશે..
તો દિનિયા ક્યારે દેખતી થશે…?
(૨૪/૧૦/૨૦૧૨..)

(૭).

આભાર માનો એ ખુદાનો કે જેમને સ્વપ્ન બનાવ્યું,
બાકી તમને મળવાનો ખ્વાબ તો અધુરો જ રહી જાત..!!
(૨૫/૧૦/૨૦૧૨)

(૮).

એવા દિવા પણ ક્યા મળે છે આ સંસારમાં..??
જે તારા રૂપના ગુણગાન બતાવી શકે..!!
(૨૫/૧૦/૨૦૧૨..)

(૯).

પારકા ગણીને સાવ પારકા ન કરી નાખતા..
અમે તો પરાયાને પણ પોતાના ગણતા સરમાતા નથી..!!
(૨૫/૧૦/૨૦૧૨..)

– વિકાસ કૈલા..

========================================================

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

ચેટ શાયરીનો અંશ – ૫

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ ચેટ શાયરી નો અંશ ભાગ ૫ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(૧). અનોખુ સર્જન કુદરતનુ..!!

એક અનોખું સર્જન છે કુદરતનુ..
જ્યા ત્યાગ કરવાનો વારો લખ્યો છે..!!

અનોખુ રૂપ છે આ કુદરતનું..
જ્યા સૌંદર્યનો ત્યાગનો વારો લખ્યો છે..!!

એક અનોખી હરીફ બનાવી આ કુદરએ..
જીવનમાં જીત છતા જીત કરવાનો વારો લખ્યો છે..!!

વિકાસ કૈલા(૮/૧૦/૨૦૧૨)

(૨) યાદની વાત..!!

યાદ ની વાત જ નોખી છે..
ના કરો તો સાવ બોખી છે..!!

બહુ કરો તો પનોતી છે..
ધીમે કરો તો મળોશી છે.

યાદ એક અનોખી ભીતી છે..
સંબંધોની એક જાતની દોરી છે

યાદ એ શબ્દોની સહેરાણી છે
દિલમાં રાખેલ હરખ ની હેલી છે

— વિકાસ કૈલા(૧૦/૧૦/૨૦૧૨)

 

(૩) અંઘારું..!!

અંધારા ના આ એંધાંણમાં
કોઈ ચહેરો રમતો દેખાઈ ગયો…

ન જાણે કોનો હશે તે ચહેરો
દિલમાં એક ચિત્કાર આપી ગયો…

વિકાસ કૈલા.. (૧૦/૧૦/૨૦૧૨..)

(૪) જો તમે ન હોત..!!

જીવ હોવા છતા સજીવન ના હોત
જો તમે ન હોત..
શ્વાસ હોવા છતા મૃત હોત આ શરીર
જો તમે ના હોત..
આંખના આંસુમાં એ સુખ ના હોત..
જો તમે ના હોત..
જીવન સંગમમાં એ પ્રેમ ના હોત ..
જો તમે ના હોત..
એક સજીવન શરીરમાં જીવન ના હોત
જો તમે ના હોત
વિકાસપંથના માર્ગમાં કોઈ રાહ ના હોત
જો તમે ના હોત..

વિકાસ કૈલા(૧૫/૧૦/૨૦૧૨)

(૫) એક કમરામાં..!!

સમગ્ર વિશ્વનો આધાર એક કમરામાં હશે..
જ્યા નજર કરશો ત્યા જીવનાઅધાર મળશે..

દરેક નો શ્વાસનો દેનાર પણ આ જગ્યા પર મળશે..
તો શ્વાસનો રોકનાર પણ આ જ કમરામાં મળશે..

દિવસમાં કીરણૉ મોકલનાર પણ આ જ જગ્યાએ મળશે..
તો રાતમાં તારલાને સાચવનાર પણ આ જ કમરામાં મળશે..

બધાનો એક જ વિશ્વાસ છે કે તે કમરામાં મળશે..
પણ એક્વાર દિલમાં પણ જો જો કેમ કે તે તે કમરામાં પણ મળશે..

વિકાસ કૈલા… (૧૦/૧૦/૨૦૧૨..)

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

કર્મયોગ – ૮

મિત્રો જય સ્વામિનારાયણ..

આજે ઘણા સમય પછી કર્મયોગ નો ભાગ પ્રસિદ્ધ કરવા જઈ રહ્યો છુ. શ્રી સ્વામી વિવેકાનંદની પુસ્તિકા “કર્મયોગ સુત્રાવલી” માંથી તેમના થોડા વિચારો આપની સામે કર્મયોગ ભાગ – ૮ નાં રૂપમાં રાખવા જઈ રહ્યો છુ.

આ કાર્ય માટે રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને સ્વામી વિવેકાનંદના ફોટોગ્રાફ પણ. તો તેમને ખુબ ખુબ આભાર.

જય સ્વામિનારાયણ.

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૨૭). ઈશ્વરભક્તિ માટે સંસારનો ત્યાગ કરનાર માણસોએ એમ ન માનવું જોઈએ
જેઓ સંસારમાં રહીને જગતના કલ્યાણ અર્થે કામ કરી રહ્યા છે તેઓ ઈશ્વરભક્તિ નથી કરતા.
તેવી જ રીતે બાળકો અને પત્નીની ખાતર સંસારમાં રહેનાર ગૃહસ્થે પણ સંન્યાસીને નકામો અને રખડું ન ગણી કાઢવો.
સૌ પોતપોતાના સ્થાને મહાન છે.

(૨૮). ગૃહસ્થનું જીવન પણ ભોગને અર્થે નથી;
સેવા અને બલિદાન ને માટે છે.
ગૃહસ્થી કે સંન્યાસી બંને પોતપોતાના સ્થાને મહાન છે,
પણ એક નો ધર્મ એ બીજાનો ધર્મ નથી.

(૨૯). કોઈનું દુઃખ હંમેશા ને માટે દુર કરી શકાય તો..?
તો તે સહાય ઉત્તમ ગણાય.
આધ્યાત્મિક જ્ઞાન વડે જ આપણા સર્વ દુઃખ હંમેશને માટે દુર થઈ શકે છે.
તેથી જે સહાયથી આપણે આધ્યાત્મિક રીતે શક્તિશાળી થઈએ તે સહાય સૌથી વિશેષ ઉ્ચ્ચ.
તેથી ઉતરતી સહાય બૌદ્ધિક સહાય છે, અને છેલ્લે શારીરિક સહાય આવે છે.

(૩૦). દરેક કાર્ય સ્વાભાવિક રીતે શુભ અને અશુભથી મિશ્રિત હોય છે.
પણ શુભ અને અશુભ એ બંન્ને આત્માનાં બંધનો છે;
તેથી “જે કાર્ય કરીએ તેની સાથે જો આપણે આસક્ત ન થઈએ તો આત્મા ઉપર તે કોઈ પ્રકારનું બંધન ઉપજાવી શકે નહી”
ગીતાનો આ એક મધ્યવર્તી વિચાર છેઃ
સતત રીતે કાર્ય કરો પણ તેથી અનાસક્ત રહો.

(૩૧).મન એ સરોવર જેવું છે;
મનમાં ઉદભવતા દરેક મોજાં કે તરંગ શાંત થાય ત્યારે તદ્દન શમતાં નથી,
પણ ભવિષ્યમાં ઉદ્દભવવાની શક્યતાની નિશાની મૂકતા જાય છે.
દરેક ક્ષણે આપણે શું છીએ..? તે મન પર પડતી આવી અસરોના સરવાળાથી નિશ્વિત થાય છે.
જેને ચારિત્ર્ય કહીએ છીએ તેનો ખરો અર્થ આ છે.

– સ્વામી વિવેકાનંદ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…

ચેટ શાયરીનો અંશ – ૪

જય સ્વામિનારાયણ દોસ્તો..

આજે હુ ચેટ શાયરી નો અંશ ભાગ ૪ રાખવા જઈ રહ્યો છું.આશા છે કે આપને ગમશે..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

(૧)

અજવાસ જોવા આખું વિશ્વ પડ્યુ છે..!!
તો તમે એક ઓરડામાં કેમ શોધવા બેઠા છો…?

પસંદ કરવા ની આ જીંદગી ની એક ખાસ રમત છે…!!
તો પછી રમત રમવામાં ઉતાવળ કેમ કરો છો..??

નાચવા માટે માનવને માનવ જ મજબુર કરે છે..!!
તો પછી વિશ્વાસ રાખીને નાચવા કેમ લાગો છો..??

સ્નેહરુપી સંતાન ઘણા મળશે આ જીવન સંગમમાં..!!
તો એક ‘વિકાસ’પંથમાં ઝંપલાવવા માટે કેમ ડરો છો..??

વિકાસ કૈલા(૦૨/૧૦/૨૦૧૨)..

 

(૨)

સમય તો ક્યા ખુદા પણ આપે છે..
સગા તો સ્વાસ લેવાનો સમય આપે છે.
બાકી તો લડતા લડાતા સમય નિકાળાજો..
બાકી સમય મેળવવા ખુદ સાથે લડવુ પડે છે…

ઓળખ કોઈની તૈયાર નથી હોતી..!!
મોટા માટે નાનો કોઈ અજાણ નથી હોતો..!!
તે પણ આ જ પ્રવાહમાંથી નિકળેલા છે માટે..!!
મોટા માટે મહેનત સિવાય વિકલ્પ નથી હોતો..!!

ઝરણા તો ઘણા ઉભરાઈને જતા રહ્યા આ જીવનમાં..!!
ઘણા નવા બનવા માટે તૈયર છે આ જીવનમાં..!!
‘વિકાસ’ કેરા પંથ પર ચાલ્યા પછી કોને ખબર..!!
ક્યારે દરિયો આવીને ખેંચી જાય છે આ જીવનમાં..!!

વિકાસ કૈલા(૦૨/૧૦/૨૦૧૨)

આભાર :- ખુશ્બુ પાંચાલ

 

(૩)

કહેવા જતા દિલની વાત હોઠે રહી ગઈ…
અનુભવવા જતા હૈયામાં ટાઢક થઈ ગઈ..!!
કેટકેટલાય અનુભવની આ અસર છે કોણ જાણે..!!
વહેચવા જતા દર્દની મારી ધાર તુટી ગઈ..!!

કેમ છો..? કહીએ તો મજા કહીને રંગત લઈ ગઈ..
અમારા હાલ પુછવા પાછુ વળીને પણ ના જોતી ગઈ..!!
અમે તો મજામાં જ હતા તેના એમ કહેવા માટે..!!
પણ તે સાંભળાવા માટેની કીરઅતાર તોડી ગઈ…

— વિકાસ કૈલા..(૧/૧૦/૨૦૧૨)

આભાર :- ખુશ્બુ પાંચાલ..

 

(૪)

દરેક ચહેરે એક જાળ આપી દીધી ..
ને તમે સ્વીકારીને જવા દીધી..??

મન ની વાત કહેવા એક રાહ આપી દીધી..
ને તમે સાંભળ્યા વિના જવા દીધી..??

વરસાદી મૌસમમાં મેઘરાજે મેઘને જ આપી દીધી..
ને તમે થોડા બિન્દુ ને લઈને જવા દીધી..??

યાદ તો સૌથી મોટું યાદ આપી દીધુ..
ને તમે તેને યાદી વિના જ જવા દીધુ..??

અંધકારથી બચવા પ્રકાશરુપી તેજ બેસીને ગયુ..
ને તમે અંધકારમાં જ રહીને તેને જવા દીધુ..??

જતા ને એક આવાજ કરવા દિલ સંદેશ દઈ ગયુ..
ને તમે સામા જોઈને તેને જવા માટે રસ્તો કરી દીધો..??

આંખોના બંધથી બધુ વિસરાઈ જાય તો દઈ જવુ મારુ સ્વપ્ન..
પણ ‘વિકાસ’ના રંગમંચ પર કોઈએ નજર જ ન દીધી..??

વિકાસ કૈલા(૦૬/૧૦/૨૦૧૨)

આભાર :- ખુશ્બુ પાંચાલ..

 

(૫)

જીવન ને જીવવુ મને ગમે છે..
એક મિત્ર ને મળવુ મને ગમે છે..
મિત્રો તો મળતા રહેશે આ રંગભુમિમાં..
પણ અમુક ખાસ ને મળવુ મને ગમે છે..!!

સંગત એન એક રંગત આપવી મને ગમે છે..
જીવન ને પણ એક રમત બનાવવી ગમે છે..
જીવી જાણો તો રણમાંથી પણ જંગલ બની શકે છે.
જેમા આપ જેવાને એક અંગત નું રુપ આપવુ ગમે છે..!!

વિકાસ કૈલા (૦૭/૧૦/૨૦૧૨)

વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

ચિત્ર-પ્રતિમા :- ગુગલ.કોમ
બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…

By જીવન કલા વિકાસ • Posted in Uncategorized

આર્થિક કબજિયાત – શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી..

જય સ્વામિનારાયણ મિત્રો..

આજે એક લેખ આર્થિક અબજિયાત આપની રામે રાખવા જઈ રહ્યો છુ.

આ લેખ સ્વામિનારાયણ ગુરુકુલ,રાજકોટ ના મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના પ્રવચનોમાંથી સંકલન કરી આપની સમક્ષ રાખુ છુ.  આ લેખ  ’જીવનસુમન’ નામના પુસ્તકમાંથી સંકલન મેં  કરેલ છે. આ લેખ મને આપવા બદલ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી નો ખુબ ખુબ આભારી છું.  

Image

આર્થિક કબજિયાત
============

=> કબજિયાત બધાય રોગો નું મુંળ કારણ ગણાય છે, કબજિયાત કેવળ શરીરની જ નથી હોતી. ધનનું અને મનનું પણ કબજિયાત હોય છે. તેમાથી સામાજિક અને માનસિક રોગો કે પ્રદુષણો પેદા કરે છે.

=> શરીરનું હલન-ચલન ના થતુ હોય તો સ્નાયુંઓ ક્ષિણ થવા લાગે છે. શરીર મૃતપાય બને છે. હ્યદય જેવા શક્તિશાળી પંપ દ્રારા રક્તભ્રમણ ના થતું હોય તો શરીર નિષ્પ્રાણ થઈ જાય તે પણ જાણીતું છે. લક્ષ્મીનું પણ એવું જ છે. સાધુની માફક એ ચાલતી ભલી, જો તે ચાલતી રહે તો જ સામાજીક પ્રગતિ શક્ય છે.

=> અનેક ધનિક વ્યક્તિઓને ત્યાં નાણૂં ચલણી નહી પણ બંધિયાળ કારાવાસમાં પડ્યું રહે છે. તિજોરીમા પુરાયેલી લક્ષ્મી શ્રાપરૂપ છે. તે શ્રાપ ધનવાન ને નડે છે. તેથીજ શ્રીજી મહારાજે દસમો કે વિશમો ભાગ કાઢવાનું કહ્યું છે. આંતરડામાં થતી કબજિયાત એક રોગ છે અને તેમાથી રોગો જન્મે છે અને વધે છે એમ નિસર્ગોપચારકો માને છે. તેમ ધનનો ભરાવો પણ અનેક રોગોની જનની છે.

=> ધર્મગુરૂઓને પણ ચેલા મુંડવામા વિશેષ રસ હોય છે, શ્રોતાઓને માઠું લાગે તેવી વાત બોલતા નથી. દાનની વાત જરૂર કરે પણ અપરિગ્રહની વાત તો ન જ કરે. તમો જરૂરિયાત ઘટાડો, તમે કમાવો ઓછું એવું જાહેરમાં કે ખાનગી માં પોતાના શ્રોતાઓને કહેનારા મહાત્મા હજુ જોયા નથી. તમે ઘણુ કમાઓ, ફાલો, ફુલો… ચોક્કસ રકમનું દાન કરો. આવું સંભળાવનાર લીલી ઝંડી આપનાર ઘણા છે. પછી માણસ લક્ષ્મીદેવી પાછળ ઉંધુ ઘાલીને દોડતો થઈ જાય છે.

=> વધુ કમાશો તો એ પૈસાનો મોહપાશ છુટશે નહી. જેટલી વધુ કમાણી તેટલું અપરિગ્રહ અઘરું લાગશે. પરિગ્રહ છે એટલે જ એની પાછળ જુઠાણું, ચોરી વાસનાઓ, સુક્ષ્મરીતે થતી હિંસા બધુ ચાલ્યા આવે છે. અને ધર્મ સધાતો નથી. અન્નનો ઉપવાસ કરવાનુ સૌ કોઈ કહે છે. આર્થિક ઉપવાસનું કેમ કોઈને સુજતું નથી….?

=> આવી આર્થિક કબજિયાતનું પરિણામ શ્રીમંતો સારી રીતે ભોગવે છે. જેમ જેમ શ્રીમંતાઈ વધે તેમ તેમ આજુબાજુનું સર્કલ ખુશામતખોરોનું થઈ જાય છે. સજ્જન વર્ગ દુર સરકતો જાય છે. ખુશામતીયાઓ શ્રીમંતોને સારૂ લાગે તેવું બોલે. સાચું તો કહે જ નહી. શ્રીમંતાઈ આવ્યા પછીજ ગુંડાઓની દોસ્તી રાખવી પડે છે અને રિવોલ્વર ના લાયસન્સ લેવા પડે છે.

=> બાઈબલમાં કહ્યું છે. :- ” સોયના છીદ્રમાંથી ઉંટ પસાર થઈ જાય તે કદાચ શક્ય બને પણ ધનવાન વ્યક્તિ સ્વર્ગમાં દાખલ થવો તે કદાચ અશક્ય છે.” ઈશ્વરના આદેશોને ઉથલાવીને ચાલનારા શ્રીમંતોને આર્થિક કબજિયાત જરૂર થાય છે.

=> બહારના સમૃધ્ધ શેઠ સાહેબો અંદરથી સાવ કંગાલ હોય છે. એમની પીડામાંથી બહાર નિકળાવાનો માર્ગ નથી તો ડોક્ટરો એમને બતાવતા – નથી ધર્મગુરૂઓ બતાવતા. ડોક્ટરો અને ધર્મગુરૂઓ પણ દર્દીઓની કક્ષામાં જ જીવતા હોય છે. આ બધુ આર્થિક કબજિયાત નુ પરિણામ છે.

=> દેવકૃષ્ણદાસજી સ્વામી (સ્વા. ગુરૂ. રાજકોટ)
જય સ્વામીનારાયણ…

“જીવનસુમન” પુસ્તકમાથી..

સાભાર:- શ્રી જ્ઞાન સ્વામી.

બ્લોગ લિંક :-  https://vikaskaila.wordpress.com/
Email :-  kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….
જય સ્વામિનારાયણ…