શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી – ૨ (પર્વતોપદેશ)

મિત્રો જય સ્વામિનારાયણ..

આજના દિવસે હુ શ્રી ઈસુ ખ્રિસ્તની વાણી ભાગ – ૨ રાખવા જઈ રહ્યો છું. આશા છે કે આપ લોકો ને મારો આ ભાગ ગમશે. ઈસુ ખ્રિસ્ત વિશે વધારે તો નથી જાણતો પણ થોડું ઘણૂં જે ધ્યાન માં છે તેમાંથી તેમના થોડા વિચારો પ્રગટ કરવા જઈ રહ્યો છું.

મિત્રો દરેક કાર્યની જેમ આમાં પણ રાજકોટ થી શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વયંમસેવક મિત્રો નો ખુબ જ સહયોગ મળ્યો છે તેથી હુ તેમનો ખુબ ખુબ આભારી છુ કેમ કે તેમને મને આ પુસ્તિકા આપી અને શ્રી ઈસુ ખ્રિસ્તના ફોટોગ્રાફ પણ અને થોડા ગુગલ મહારાજની કૃપાથી. તો તેમને ખુબ ખુબ

આભાર.

જય સ્વામિનારાયણ.

જય જિનેન્દ્ર..

જય શ્રી કૃષ્ણા..

This slideshow requires JavaScript.

 

(¯`•¸•´¯) …. સુવિચારો પત્રના રૂપ માં ….. (¯`•¸•´¯)

+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+

(૬).
લોકો દિવડો પ્રગટાવીને નીચે જમીન પર રાખતા નથી,
પરંતુ તેને દીવડી પર રાખે છે
અને ત્યારે તેનાથી ધરના બધા લોકો સુધી તેનો પ્રકાશ પહોંચે છે.

(૭).
તમે જગતની જ્યોતિ છો.
જે નગર પહાડ પર વસ્યું છે તે છૂપું ન રહી શકે.

(૮).
તમારો જ્યોતિપ્રકાશ મનુષ્યની સામે એવી રીતે ઝળકી ઊઠે કે
તેઓ તમારા ભલાં કાર્યોને જોઈને તમારા પિતા-પ્રભુ
જે સ્વર્ગમાં રહે છે તેનું મહિમાગાન કરે.

(૯).
હું વ્યવસ્થા કે ઈશદૂતોનો નાશ કરવા આવ્યો છું એમ ન સમજશો.
હું એમનો નાશ કરવા નહી પરંતુ એમની પુર્તિ કરવા આવ્યો છુ.

(૧૦).
હુ તમને સાચું કહું છું કે જ્યાં સુધી આકાશ અને પૃથ્વી નાશ ના પામે ત્યાં સુધી વ્યવસ્થામાંથી એક માત્રા,
એક બિંદુ પણ પૂર્ણ થયા વિના નાશ પામશે નહી.

– શ્રી ઈસુ ખ્રિસ્ત..

વિકાસ કૈલા ના બધા જ મિત્રો ને જય સ્વામિનારાયણ..

આભાર :- શ્રી રામકૃષ્ણ આશ્રમ , રાજકોટ.
ચિત્રપ્રતિમા :- શ્રી રામકૃષ્ણ આશ્રમ અને ગુગલ.કોમ, રાજકોટ.
વિકાસ કૈલા ના જય સ્વામિનારાયણ…

બ્લોગ લિંક :- https://vikaskaila.wordpress.com/
Email :- kailavikas@yahoo.co.in

– આપના પ્રતિભાવ અહી જરૂર આપતા જજો….

જય સ્વામિનારાયણ…