દરિયો

જળ એજ મારું જાવન છે; નહીંતર લાગું ઠાલો.
ખારા ખારાં ઉસ જેવું, લાગે મારું પાણી
તોયે કહેવાઉં હું તો દરિયો,
મારા વિના તડપે માછલી;
જો હું હોત ના વ્હાલનો દરિયો.

દરિયા ને કાંઠાના એવા છે સબંધ,
સદા રહેતા સાથ સાથ તોયે નોખા ને નોખા,
પ્રીત કેરા ખારાસમ જળની તે માછલીને,
લાગી કિનારાની માયા,કિનારો બિચારો શું રે કરે?
હું તો જીરવી જઈશ વિરહની વેદના,પણ કેમ કરી જીરવી શકીશ તું?
ચાલ રહી લઈએ હવે નોખા નોખા;
રહીશું સદા તોયે પાસ પાસ એવા,
દરિયાને કાંઠા સમ આપણે,
રહેતાય સાથસાથ ને તોય નોખા ને નોખા.

← Back

Thank you for your response. ✨

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free