ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશો ને રષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
શૈક્ષિણક સંસ્થાનો
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) ના હવાલા માં આવે છે. જો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ અને ચારકૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
વર્ષ ૨૦૦૮ માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી.
આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
સેપ્ટ યુનીવર્સીટી આર્કિટેક્ચર ક્ષેત્રે સમગ્ર એશિયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય(LDCE) અને નિરમા યુનીવર્સીટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.
સૌથી મોટુ
અર્થતંત્ર
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે. કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છ
હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.
પરિવહન
હવાઈ પરિવહન
ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.
આંતરરાષ્ટ્રીય હવાઈમથક
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક(અમદાવાદ) – અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.
ભારતીય હવાઈમથક પ્રાધિકરણ હેઠળના પ્રાદેશિક હવાઈમથક
સુરત હવાઈમથક – મગદલ્લા રોડ પર આવેલ છે.
ભાવનગર હવાઈમથક – ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
ડીસા હવાઈમથક – ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
કંડલા હવાઈમથક(ગાંધીગ્રામ) – કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
કેશોદ હવાઈમથક((જુનાગઢ) – જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
પોરબંદર હવાઈમથક – પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
રાજકોટ હવાઈમથક – રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
વડોદરા હવાઈમથક – સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).
‘ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક ‘*ભુજ હવાઈમથક – આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
નલિયા હવાઈદળ મથક – આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
મહેસાણા હવાઈમથક – મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
માંડવી હવાઈમથક
અમરેલી હવાઈમથક – તાલીમ માટેની હવાઈ પટ્ટી
ભવિષ્યના હવાઈમથક
ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક
ફેદરા (અમદાવાદ) – ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક
અંબાજી(દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક
પાલીતાણા
દ્વારકા
રેલ્વે પરિવહન
ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ – ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.
દરિયાઈ પરિવહન
ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર]], પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
રોડ પરિવહન
સ્થાનિક પરિવહન

ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
અમદાવાદની શહેરી બસ

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.
ઓટોરિક્ષા
ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..
Verry nice…guj
jay gujrat na nath ni
jay jay garvi gujarat thanks a lot to creat a information about GUJARAT
very good for knowledge
saras
realy nice and the best side who give a knowledge about gujarat state .
nice
suthar manoj sherpura
very nice
Very good for knowledge about gujrat.
Good gk
Very useful information in aspect of GK. Like it. But how can you spare so much time for all this?
nice information
બહુ સરસ