- દર વર્ષે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયન્તિ તરીકે યુનેસ્કો દ્વારા ઉજવાય છે.
- જન્મદિન: 02-10-1869 ભાદ૨વા વદ 12, વિક્રમ સંવત 1925 (રેટિયા બારશ) આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ.
- જન્મસ્થળ: પો૨બંદ૨ (સુદામાપુરી)
- પિતા: કરમચંદ ગાંધી (કબા ગાંધી) તેઓ પો૨બંદ૨, રાજકોટ અને વાંકાનેરના દીવાન હતા. તેમને ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ હતી. તેમાં મહાત્મા ગાંધીજી સૌથી નાના હતા.
- માતા: પૂતળીબાઈ.
- પત્ની: કસ્તૂરબા. કસ્તૂરબાના પિતા: ગોકુળદાસ મકનજી. માતા: વ્રજકુંવરબા.
- ચાર પુત્રો: હરિલાલ , મણીલાલ , રામદાસ , દેવદાસ.
- દાદા: ઉત્તમચંદ ગાંધી (ઓતા ગાંધી).
- જાતિ: હિંદુ મોઢ ( વૈષ્ણવ ) વણિક.
- શિક્ષણ: ગુજરાત મેટ્રિકયુલેશન રાજકોટ , ભાવનગરની શામળદાસ કોલેજમાં એકસત્ર (ઈ.સ. 1887)
- ઈ.સ. 1891: બેરિસ્ટર થઈને ભારત આવ્યા.
- ઈ.સ. 1893: શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા.
- ઈ.સ. 1894: ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના.
- આફ્રિકાના આશ્રમો: ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિકસ આશ્રમ.
- ભારતના આશ્રમો: અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચ૨બ (સત્યાગ્રહ આશ્રમ), ઈ.સ. 1917 માં સાબરમતી (હરિજન આશ્રમ).
- એસોસિએશન: ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી.
- 9 જાન્યુઆરી, ઈ.સ. 1915 પ્રવાસી ભારતીય દિવસ: સ્વદેશ આગમન, કૈસર-એ-હિંદ પુરસ્કારથી સન્માનિત થયા.
- આઘ્યાત્મિક ગુરુ: શ્રીમદ્ રાજચંદ્ર
- રાજકીય ગુરુ: ગોપાલકૃષ્ણ ગોખલે
- વૈચારિક ગુરુ: લિયો ટોલ્સટોય
- સાહિત્યિક ગુરુ: જહોન રસ્કિન
- આત્મકથા: સત્યના પ્રયોગો
- નિર્વાણ દિન: 30-01-1948 (શહિદ દિન)
- સમાધિ: રાજઘાટ (દિલ્હી)
**મોહનદાસ કરમચંદ ગાંધી ની આત્મકથા સત્યના પ્રયોગો: **
- સૌ પ્રથમ જેરામદાસે ય૨વડા જેલમાં બાપુને આત્મકથા લખવા માટે મનાવ્યા પણ બાપુ તે લખી ન શકયા.
- સ્વામી આનંદે આત્મકથા લખવા માટે બાપુને મનાવ્યા.
- ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઈતિહાસ લખ્યા બાદ નવજીવન સાપ્તાહિકમાં ઈ.સ. 1925 થી ઈ.સ. 1929 સુધી ક્રમશઃ લખેલ લેખોનું સંકલન કરીને તેની આત્મકથા સ્વરૂપે પ્રગટ કર્યા.
- બાળપણથી ઈ.સ. 1921 સુધીનો સમય આવરી લે છે.
સત્યના પ્રયોગોમાં (આત્મકથા) બાપુનું જીવન કવન:
- કેળવણી નિરીક્ષક જાઈલ્સની શાળા મુલાકાત વખતે "Kettle" શબ્દની ખોટી જોડણી વાળી ઘટના બની.
- બાપુએ બાળપણમાં શ્રવણ પિતૃભકિત નાટક અને તે નામનું પુસ્તક પણ વાચ્યું.
- તેમણે હરિચંદ્રનું આખ્યાન ઘણીવા૨ જોયું.
- 13 વર્ષે કસ્તુરબા સાથે બાપુના લગ્ન થયા.
- શારીરિક કસરતના ચુસ્ત આગ્રહી શાળાના હેડમાસ્ટર દોરાબજી એદલજી ગીમીની સૂચનાથી બાપુએ શરી૨ સ્વાસ્થ્ય ત૨ફ ધ્યાન કેન્દ્રિત કર્યુ.
- કૃષ્ણાશંક૨ માસ્તરે ગાંધીજીને સંસ્કૃતની કેળવણી આપી.
- દાઈમા રંભાએ બાપુને રામ નામ શિખવાડયું.
- બાપુએ પ્રથમવાર 13 વર્ષની ઉંમરે રામકથા બીલેશ્વરના મહારાજ પાસે સાંભળી.
- ઈ.સ.1887 માં મેટ્રિકયુલેશનની ૫રીક્ષા અમદાવાદથી પાસ કરીને ભાવનગર શામળદાસ આર્ટસ કૉલેજમાં પ્રથમ સત્રનો પ્રવેશ લીધો.
- માવજીદવે (જોષીજી એ) ગાંધીજીના પરિવારને ગાંધીજીને વિલાયતમાં વકાલતના અભ્યાસ માટે મોકલવાની સલાહ આપી.
- બાપુએ માતાની હાજરીમાં વિલાયત જતા પહેલા બેચ૨જી સ્વામી પાસેથી માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધેલી.
- ગાંધીજીને સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ રાજકોટમાં મળી હતી.
- બાળપણમાં ગાંધીજીને તમામ ધર્મોમાંથી માત્ર ખ્રિસ્તી ધર્મ પ્રત્યે કંઈક અભાવ હતો.
- અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઈ શકે એ વસ્તુ ગાંધીજીની જિંદગીનું સૂત્ર બની ગયું હતું.
- તેનું કા૨ણ ગાંધીજીના હૃદયમાં ચોટેલો એક નીતિનો છપ્પો હતો.
- ગાંધીજીએ આ છપ્પાને ચમત્કારી ગણાવ્યો આ ચમત્કારી છપ્પો કંઈક આ પ્રમાણે છે "પાણી આપને પાય, ભલું ભોજન તો દીજે, આવી નમાવે શીશ, દંડવત કોડે કીજે.
**વકાલતના અભ્યાસ માટે વિલાયતમાં: **
- 4-9-1889 ના રોજ જૂનાગઢના ત્રંબકરાય મજમુદાર સાથે મુંબઈ બંદરેથી વિલાયત જવા નીકળ્યા.
- સાઉધેમ્પ્ટન બંદરે ઉતર્યા.
- બાપુ પોતાની સાથે 4 વ્યકિતની ભલામણો લઈ ગયા હતા.
- ડૉ. પ્રાણજીવન મહેતા (સૌ પ્રથમ ઉતર્યા બાદ મદદે આવ્યા) દલપતરામ શુકલ, પ્રિન્સ રણજીતસિંહજી, દાદાભાઈ નવરોજી.
- બાપુ વિલાયતમાં સંસ્થા અન્નાહારી મંડળ'માં જોડાયા.
- બાપુએ આહાર વિષયક નીચેના પુસ્તકો વાંચ્યા.
- સોલ્ટ લેખિત – અન્નાહા ૨ ની હિમાયત
- હાવર્ડ વિલિયમ્સ લેખિત – આહારનીતિ
- મિસિસ એના કિંગ્સફર્ડ લેખિત – ઉત્તમ આહા ૨ ની રીત
- ખોરાક અંગેના તેમના પ્રયોગો અને વિચારો પ૨ દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન પુસ્તક લખ્યું.
- મેડમ બ્લેવેવ્સ્કીનું પુસ્તક કી ટુ થિયોસોફી વાચીને હિન્દુ ધર્મના દર્શન — ચિંતનની માહિતી મેળવીને હિંદુધર્મના પેઠેલા ધાર્મિક વહેમો જાણ્યા.
- બાપુએ બાઈબલનો નવો કરા૨ વાંચ્યો.
- ઈસુના ગિરિ પ્રવચનોની ગાઢ અસર એમના ૫૨ થઈ.
- ઈ.સ. 1891, 10 જૂનના રોજ બાપુ બેરિસ્ટર (બાર એટ લો) બન્યા.
- 11 જૂનના રોજ ઈંગ્લેન્ડ હાઈકોર્ટમાં નામ નોંધાવ્યું.
ગાંધીજીનું સાહિત્ય:
- ઈ.સ. 1903 માં ઈન્ડિયન ઓપિનિયન, બુલેટિન, ઈ.સ. 1933 માં હરિજન, નવજીવન, યંગ ઈન્ડિયા, ગાંધી અપ્રોચ ટુ સોશિયલ વર્ક પુસ્તકના લેખક પ્રો.પી.દયાળ છે.
- ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો અંગ્રેજી અનુવાદ વાલજી ગોવિંદજી દેસાઈએ કરન્ટ થોટ નામથી કર્યો.
- ગાંધીજીએ જ્હોન રસ્કિનના પુસ્તક 'અન ટુ ધ લાસ્ટ નો ગુજરાતી અનુવાદ કર્યો.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે:
- ઈ.સ. 1893 એપ્રિલ મહિનામાં બાપુ દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાની પેઢીનો તૈયબ હાજીખાન મોહમ્મદ વિરુદ્ધનો કેસ લડવા નાતાલ જવા રવાના થયા.
- નાતાલની રાજધાની મોરિત્સબર્ગ ખાતે રંગભેદ નીતિનો કડવો અનુભવ થયો.
- 22-05-1894 ના રોજ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઈ.
- આ સંસ્થાએ સૌ પ્રથમ બાલાસુંદ૨મ નામના ગિરમીટિયાનો કેસ ઉકેલ્યો.
- ગિરમીટિયા: પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે હિન્દુસ્તાનની બહાર મજૂરી કરવા મૂળ ભારતીય મજૂરો.
- ઈ.સ. 1894 માં સરકારે ગિરમીટિયાઓ ૫૨ વર્ષે 25 પાઉન્ડનો કર નાખેલો જે નાતાલ કોંગ્રેસના વિરોધથી ફકત 3 પાઉન્ડ થયો.
- ઈન્ડિયન ફ્રેન્ચાઈઝ માં છપાયેલા હિંદ મતદાર વિશેનો લેખ વાંચી બાપુ દક્ષિણ આફ્રિકામાં વધુ સમય૨ હેવા માટે માન્યા.
- ગાંધીજીએ હિંદ સ્વરાજ અથવા (Indian Home Rule) પુસ્તક ઈ.સ. 1909 માં લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા એસ.એસ.કિલ્દોના કાસલ નામના જહાજમાં લખ્યું.
- લિયો ટોલ્સટોયના પુસ્તકનો ગુજરાતી અનુવાદ વૈકુંઠ તારા હૃદયમાં નામે કર્યો.
- જીવંત સંસર્ગથી બાપુના આધ્યાત્મિક વિચારો ૫૨ ઊંડો પ્રભાવ રાયચંદભાઈએ પાડયો છે.
- રાયચંદભાઈનું મૂળ નામ લક્ષ્મીનંદન રવજીભાઈ મહેતા હતું જે શ્રીમદ્ રાજચંદ્રથી જાણીતા થયા.
- રાજચંદ્ર રચિત મોક્ષમાળા, પંચીકરણ તથા હરિભદ્રસૂરિ રચિત ષદર્શન સમુચ્ય અને યોગ વશિષ્ઠનું મુમુક્ષ પ્રકરણ જેવાં પુસ્તકો શ્રીમદ્ રાજચંદ્રે બાપુને દક્ષિણ આફ્રિકા મોકલ્યા.
- નર્મદના ધર્મ વિચા૨, મેકસમુલરનું હિન્દુસ્તાન શું શિખવે છે? વોશિંગ્ટન એ૨ વીંગનું મોહમ્મદનું ચરિત્ર, અષોજરથુસ્તના વચનો, એડર્વીન આર્નોલ્ડે લખેલ લાઈટ ઓફ એશિયા , ટોલ્સટોયનું ગોસ્પેલ્સ ઈન બ્રિફ તથા વોટ ટુ ડુ (ત્યારે કરીશું શું?) જેવા પુસ્તકોએ બાપુની આઘ્યાત્મિક સમજ વિકસિત કરી.
દક્ષિણ આફ્રિકામાં સ્થાપિત સંસ્થાઓ:
- ઈન્ડિયન નટાલ ઓર્ગેનાઈઝેશન- ઈ.સ. 1893 (દક્ષિણ આફ્રિકા)
- ઈન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ- ઈ.સ. 1899
- ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશન - ઈ.સ. 1903.
- પેસિવ રેસિસટેન્સ એસોસિએશન - ઈ.સ. 1907 (દક્ષિણ આફ્રિકા)
- ઈ.સ.1904 માં જર્મન મિત્ર કેલેનબેકની મદદથી ડરબન ખાતે ટોલ્સટોય ફાર્મ (ગાંધી આશ્રમ અથવા ફેનિકસ આશ્રમ) સ્થાપ્યો.
ભારતમાં સ્થાપિત સંસ્થાઓ:
- કોચરબ (સત્યાગ્રહ આશ્રમ) 25 મે, 1915 ના રોજ જીવણલાલ મહેતાના મકાનમાં સ્થાપ્યો.
- મરકીની બિમારીથી બચવા 17 જૂન 1917 ના રોજ આશ્રમને સાબ૨મતી કાંઠેથી હાલના સાબ૨મતી આશ્રમ (હરિજન આશ્રમ) ખાતે ખસેડયો.
- અસ્પૃશ્યતાના વિરોધ માટે ગાંધીજીએ અત્યંજ કુટુંબના દુદાભાઈ અને દાનીબેન તથા તેમની દીકરી લક્ષ્મીને કોચરબ આશ્રમમાં આશ્રય આપ્યો.
- આશ્રમમાં જ રાષ્ટ્રીય શાળા (હુન્નર ઉદ્યોગ શીખવવા) શરૂ કરી.
હૃદયકુંજ (સાબરમતી આશ્રમ):
- ગાંધીજી ઈ.સ .1918 થી ઈ.સ .1930 સુધી આશ્રમના હૃદયકુંજ મકાનમાં રહ્યા.
- 10 મે ઈ.સ .1963 ના રોજ સાબરમતી આશ્રમમાં ગાંધી સ્મા૨ક સંગ્રહાલયનું તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહ૨ લાલ નહેરુએ ઉદ્દઘાટન કર્યુ.
- ટિળક સ્વરાજ ફંડ 1 ઓગસ્ટ, 1920 ના રોજ ટિળક પુણ્યતિથિ સમારોહ માટે રૂ .1 કરોડની ધનરાશિ એકત્રિત કરી.
- ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓકટોબર, 1920 (અસહકા૨ આંદોલન વખતે) કરી.
- ગાંધીજીએ મહિલાઓને પ્રેરણા આપવા માટે અમદાવાદમાં 24 એપ્રિલ 1930 ના રોજ જ્યોતિસંઘ અને 1 મે, 1937 ના રોજ વિકાસગૃહ'ની સ્થાપના કરી.
- સેવાગ્રામ આશ્રમની સ્થાપના 10 મે 1936 (વર્ધા) પુના ખાતે કરી.
- ગાંધીજીની પ્રેરણાથી ઈ.સ .1939 માં પંચમહાલના દાહોદ ખાતે પ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ.
- ગૌ સેવા સંઘ ઈ.સ. 1941 માં સ્થાપ્યું.
વિશેષ માહિતી:
- RBI એ 1996 થી ગાંધી સિરીઝની નોટ શરૂ કરી છે.
- આ નોટ ૫૨ નો ફોટો કોલકત્તા સ્થિત વાઈસરોય હાઉસમાં બ્રિટીશ સચિવ ફ્રેડરીક લોરેન્સને મળ્યા હતા.
- નોટ ૫૨ નો ફોટો આ મુલાકાત વખતનો છે.
- ગાંધીજી 28,610 દિવસ જીવ્યા હતા.
- ચંદુભાઈ ભગુભાઈ દલાલ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક ગાંધીજીની દિનવારી માંથી તેમના જીવનની સંપૂર્ણ માહિતી મળે છે.
- ગાંધીજીએ 1929 માં નવજીવન સાપ્તાહિકમાં મારો શોક, મારી શરમ હેડિંગથી લેખ લખીને કસ્તૂરબાના 4 રૂપિયાના ગ૨બડ બદલ પસ્તાવો વ્યકત કર્યો હતો.
- ગાંધીજી વિશ્વમાં એકમાત્ર વ્યકિત જેમના ૫૨ 150 દેશોમાં ટિકિટ જારી કરવામાં આવી છે.
- ભારત પછી સૌથી પહેલા અમેરિકાએ ગાંધીજી વિશે ટિકિટ બહાર પાડી હતી.
- 1969 માં જન્મ શતાબ્દીએ 40 દેશોએ એકસાથે તેમના વિશે ટપાલ ટિકિટ જારી કરી હતી.
- ભારતમાં ગાંધીજી ૫૨ 48 પ્રકા૨ ની ટિકિટો બહાર પાડવામાં આવી છે.
- પટનામાં ગાંધીજીની વિશ્વની સૌથી ઊંચી 72 ફૂટની પ્રતિમા આવેલી છે.
- ગાંધીજીના 1969 માં તેમના જન્મ શતાબ્દી નિમિત્તે પહેલીવાર તેમના ફોટાવાળી નોટ જારી ક૨વામાં આવી હતી.
- આ નોટ પાછળ સેવાગ્રામ આશ્રમ હતો.
- ઓકટોબ૨, 1978 માં ગાંધીજીની તસ્વી૨ વાળી પાંચસોની નોટ જારી ક૨વામાં આવી હતી.
- ગાંધીજીની 1930 ની દાંડીકૂચને વિશ્વના 10 સૌથી મહાન આંદોલનમાં સમાવેશ કર્યા હતા.
- 1930 ની દાંડીકૂચ સમયે પાટડી વિસ્તારમાં સ્વયંભૂ ચળવળ શરૂ કરી હતી.
- આ ચળવળકારોને હતા.
- ગાંધીજીએ લડતને કામચલાઉ પેસિવ રેઝિસ્ટન્સ નામ આપ્યું.
- મગનલાલ ગાંધીએ લડતને સદાગ્રહ નામ આપ્યું અને ગાંધીજીએ 'ય' અક્ષરને વચ્ચે ઉમેરી સત્યાગ્રહ શબ્દ બનાવ્યો.
- ગાંધીજીના ગોવાળિયા તરીકે ઓળખાતા થયા.
- 1930 મા ગાંધીજી લડન ગયા ત્યારે અમરિકન મૂર્તિકાર જો. ડેવિડસને સૌપ્રથમ ગાંધીજીની પ્રતિમા બનાવી હતી.
- 1931 માં બીજી ગોળમેજી પરિષદ માટે પોતાના છેલ્લા લંડન પ્રવાસ દરમિયાન તેઓ હેમલેટ્સ ટાવરમાં રોકાયા હતા.
- 1954 માં એ ટાવ૨ ૫૨ તેમની પ્રશંસામાં તકતી લગાવવામાં આવી હતી.
- પહેલી વા૨ કોઈ ભારતીયને એ સન્માન આપવામાં આવ્યું હતું.
- મહાત્મા ગાંધીજીના સમાધિ સ્થળ રાજઘાટ ઉપરાંત ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ આદિપુર ખાતે પણ ગાંધીજીની એક સમાધિ આવેલી છે.
- આ ગાંધી સમાધિમાં અસ્થિફૂલ સચવાયેલા હોવાથી આ ગાંધી સમાધિનું પણ વિશેષ મહત્વ છે.
- ભારતના પ્રથમ ગાંધી મંદિરનું નિર્માણ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોટડી (મહાદેવપુરી) ગામમાં 1948 માં ગાંધીજીના નિધન બાદ થયું હતું.
- ગાંધીજીએ 17 મોટા અનશન કર્યા એમાં 144 દિવસ ભૂખ્યા રહ્યા.
- તેમણે ત્રણ વખત 21-21 દિવસના અનશન કર્યા.
- 1921 માં સંકલ્પ લીધો કે આઝાદી મળશે નહીં ત્યાં સુધી દર સોમવારે ઉપવાસ કરીશ.
- ગાંધીજીની 13 વખત તેમની ધ૨પકડ કરાઈ.
- 67 મહિના સુધી જેલમાં રહ્યા જ્યારે 24 વર્ષ જેટલો સમય વિદેશમાં રહ્યા.
- ગાંધીજીને પ્રિય કાચબા કાચબી પુસ્તકના રચયિતા: કવિ ભોજા ભગત
- ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્યના સર્જક: બાલ મુકુન્દ દવે
- ગાંધીજીના ધર્મવિષય લેખો : વ્યાપક ધર્મભાવના પુસ્તકમાં છે.
- નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવનચરિત્રનું નામ: મારું જીવન એ જ મારી વાણી.
- ગાંધીજી અનુસાર લોકસેવકનો સૌપ્રથમ ગુણ: ચરિત્ર
- ગાંધીજીના પાંચમા પુત્રનું બિરુદ: જમનાલાલ બજાજ
- Day to day Gandhi નામની ડાયરી લખના : મહાદેવભાઈ દેસાઈ
- 1920 થી 1947 ને ગાંધીયુગ તરીકે ગણવામાં આવે છે.
- ગાધીજીને સ્વાતંત્ર્યસેનાના ચિહ્ન 'ચક્ર' રાખવાનું અને પ્રથમ વખત ચરખો આપનાર: ગંગાબેન મજુમદાર (મહેસાણાના વીજાપુર પાસેથી).
- ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો 1963 માં મળ્યો હતો.
- ગાંધીજીએ ક્રિપ્સ મિશનને 'પોસ્ટ ડેટેડ ચેક' કહ્યો હતો.
- ગાંધીજીએ મીલ મજૂર સત્યાગ્રહને 'ધર્મયુદ્ધ' નામ આપ્યું હતું.
- સાબરમતીના હૃદયકુંજનું નામ જયશંકર મહારાજે પાડયું હતું.
- શેઠ જીવણલાલે કોચ૨બ આશ્રમ માટે જગ્યા આપી હતી.
- ગાંધીજી ચંપારણ સત્યાગ્રહની જીત પછી સૌપ્રથમ વિદ્યાલયની સ્થાપના બ૨હ૨વા (હાલ – ઝારખંડ) ખાતે કરી હતી.
- ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીની ધ૨પકડ થાય તો નેતૃત્વ બ્રિજીકશોર પ્રસાદ અને મજહ૨-ઉલ-હક કરી હતી.
- ગાંધીજી રાષ્ટ્રદ્રોહના આરોપમાં સૌપ્રથમ વખત અમદાવાદથી ગિરફતાર થયા હતા.
- ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો હતો.
- ગાંધીજીના અસ્થિ સ૨દા૨ ગંજ શહે૨ માં પહોંચતા તેનું નામ બદલાઈને ગાંધીધામ થઈ ગયું.
- તાજેતરમાં ગાંધીજીને અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન (કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ) આપવા યુ.એસ.ની સંસદમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
- ગાંધીજીની હત્યાઃ 4 તારીખ 5 માર્ચ, 1917