સ્વાધ્યાય: द द द इति
Solutions for GSEB Class 12 संस्कृत Chapter द द द इति Exercises.
Q-1. यधास्वं विकल्पम् चित्वा लिखत।
1. प्रजापतिः कं वर्णं प्रोक्तवान्?
(A) च
(B) द
(C) म
(D) प
Correct Answer: द
2. दाम्यत इत्यस्य कः अर्थः?
(A) द्वेषं कुरुत
(B) दमनं कुरुत
(C) दानं कुरुत
(D) दर्शनं कुरुत
Correct Answer: दमनं कुरुत
3. दत्त इत्युपदेशः कस्मै प्रदत्तः?
(A) मनुष्याय
(B) दानवाय
(C) सर्वजनाय
(D) देवाय
Correct Answer: सर्वजनाय
4. दयध्वम् इत्यस्य कः अर्थः?
(A) दानं कुरुत
(B) ध्यानं कुल्त
(C) दयां कुरुत
(D) दमनं कुरुत
Correct Answer: दयां कुरुत
Q-2. अधोलिखितानां प्रश्नानां संस्कृतभाषया उत्तराणि लिखत।
1. प्रजापतेः कति पुत्राः ते च के?
प्रजापते त्रयः पुत्राः । देवाः, मनुष्यः एवं दानवः।
2. प्रजापतिः देवान् किम् उपदिष्टवान्?
देवाः संयमं कुर्वन्तु इति प्रजापतेः उपदिष्टवान्।
3. मनुष्याः स्वभावतः कीदृशाः सन्ति?
मनुष्याः स्वभावतः लुब्धाः सन्ति।
4. स्वभावतः के क्रूराः सन्ति?
स्वभावतः दानवाः क्रूराः सन्ति।
5. हितम् इच्छता जनेन किम् अनुष्ठेयम्?
हितम् इच्छता जनेन दाम्यत, दत्त, दयध्वमिति त्रयः दकारार्थम् अनुष्ठेयम्।
Q-3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો :
1. પ્રસ્તુત પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે?
પ્રસ્તુત પાઠ બૃહદારણક્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે.
2. દેવો, મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી?
દેવો, મનુષ્યો અને દાનવોએ પ્રજાપતિ પાસે હિતકર અક્ષર આપવા યાચના કરી.
3. 'દ' વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે?
'દ' વર્ણના માધ્યમથી દમન, દાન અને દયા જેવા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે.
4. મનુષ્યોએ 'દ' વર્ણનો કયો અર્થ લીધો? શા માટે?
મનુષ્યોએ 'દ' વર્ણનો "દાન" અર્થ લીધો. કારણ કે મનુષ્યો અત્યંત લાલચી સ્વભાવના હોય છે. લાલચ ના કારણે અન્યનું ધન પચાવી પડવાની વૃતિ તેમનામાં હોય છે. તે અન્ય માટે જીવતો થાય એ માટે દાન કરવા કહ્યું છે.
5. દેવોએ 'દ' વર્ણનો ‘દમન કરો' એવો અર્થ શા માટે લીધો?
દેવોએ 'દ' વર્ણનો ‘દમન કરો' એવો અર્થ લીધો કારણ કે દેવો પાસે ધન વૈભવ છે એના કારણે તેઓ ભોગી કે વિલાસી ન બને. દેવોને પોતાની ઇન્દ્રિયો પર કાબુ રાખવા જણાવ્યું છે.
Q-4. સમીક્ષાત્મક નોંધ લખો :
1. પ્રજાપતિનો ઉપદેશ
પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે. પ્રજાપતિ બ્રહ્મદેવના ત્રણ સંતાનો- દેવો, દાનવો અને મનુષ્યો પોતાના માટે હિતકારી અક્ષર વિશે ઇચ્છે છે ત્યારે પ્રજાપતિ બ્રહ્મદેવ તેઓને 'દ' અક્ષર સુચવે છે. પ્રજાપતિ બ્રહ્મદેવ દેવોને 'દામ્યત' એટલે દમન કરવા કહે છે. કારણકે દેવો પાસે અધિક માત્રામાં ધન વૈભવ છે તેનાથી તેઓ વિલાસી ન બની જાય. પ્રજાપતિ બ્રહ્મદેવ મનુષ્યોને 'દત્ત' એટલે દાન આપવા કહે છે કારણ કે મનુષ્યો સ્વભાવતઃ લુચ્ચા હોય છે. પ્રજાપતિ બ્રહ્મદેવ દાનવોને 'દયધ્વમ્' એટલે દયા રાખવા કહે છે.
કારણ કે દાનવો સ્વભાવે ક્રુર અને ઘાતકી હોય છે. દેવ, દાનવ અને મનુષ્ય આ ત્રણમાંથી જે ગુણ વ્યક્તિમાં હોય એ પ્રમાણે દકારાર્થનો ઉપયોગ કરવો જોઈએ જે થકી જીવન સાર્થક થઈ શકે.