સ્વાધ્યાય: શિકારીને
Solutions for GSEB Class 10 gujarati Chapter shikarine Exercises.
Q-1. પ્રશ્ર્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ની નિશાની કરો :
1. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે ?
(A) પંખીનો શિકાર કરવાનું
(B) તીર ચલાવવાનું
(C) માળો બનાવવાનું
(D) પંખીના ગીતને સાંભળવાનું
Correct Answer: પંખીના ગીતને સાંભળવાનું
2. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે ?
(A) સંહાર કરવાનું રહેવા દે
(B) તું ક્રૂર બન
(C) તારે સુંદર બનવાની જરૂર નથી
(D) પ્રકૃતિનો તું નાશ કર
Correct Answer: સંહાર કરવાનું રહેવા દે
Q-2. નીચેના પ્રશ્ર્નોના એક - એક વાક્યમાં ઉત્તર આપો :
1. કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં જોવા મળશે ?
કવિની દ્રષ્ટિએ પક્ષી એના મધુર ગીતોમાં જોવા મળે છે.
2. શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે ?
શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.
Q-3. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં જવાબ આપો :
1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે ?
વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે. કવિ વૃક્ષો , પંખીઓ , ઝરણાઓ તેમજ ફૂલોમાં પણ સૃષ્ટિનું સૌંદર્ય જોવા મળે છે. કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિએ આ સૃષ્ટિને આવરી લીધા છે.
2. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે ?
પક્ષીને પામવા કવિ કહે છે કે તેના પર તીર ચાલવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે. પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.
Q-4. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :
1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?
તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. સમગ્ર વિશ્વમાં સંતના આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય રહેલું છે. પક્ષીએ પ્રભુનું સર્જન છે, તું એના મધુર ગીતો સાંભળીશ તો તું પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. સફળ વિશ્વ સંતાનો આશ્રમ છે. કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી.
Q-5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
1. “સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌંદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે”
આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે , આપણે સ્વંય સુંદર બનવું પડે. વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી.સમગ્ર વિશ્વમાં સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી એમા રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી.