પત્ર લેખન

તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.

ગુજરાતી Std 9-10
પ્રશ્ન / વિષયવસ્તુ:
તમારા ગામમાં ટપાલ અનિયમિત આવે છે તેની રજૂઆત કરતો પત્ર યોગ્ય અધિકારીને લખો.

લીલાબહેન પંચાલ રકનપુર, તા. સિટી, જિ. અમદાવાદ. તા. 9 – 10 – 23

પ્રતિ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ.

બાબત : ટપાલની અનિયમિતતા અંગે ફરિયાદ

સાહેબશ્રી,

    જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા છ માસથી અમારા ગામમાં ટપાલ ખૂબ જ અનિયમિત આવે છે. ટપાલીએ ટપાલ વહેંચવા ગામમાં દરરોજ આવવાનું હોય છે, પરંતુ ટપાલી અઠવાડિયામાં બે વખત પણ ભાગ્યે જ ટપાલ વહેંચવા આવે છે. ઘણી વાર તે શેરીમાં રમતાં છોકરાંને ટપાલ આપી ચાલ્યો જાય છે. છોકરાં ટપાલ ખોઈ નાખે છે કે સમયસર પહોંચાડતાં નથી. પરિણામે અગત્યના કાગળો મોડા મળે છે કે ગેરવલ્લે જાય છે. મારા ભાઈને નોકરીના ઇન્ટરવ્યુનો કાગળ મોડો મળ્યો, તેથી તે ઇન્ટરવ્યુ આપવા જઈ શક્યા નહિ. અમારા પાડોશીને લગ્નની કંકોતરી ન મળી, તેથી તેઓ એમનાં માસીની દીકરીનાં લગ્નમાં જઈ શક્યા નહિ.

    આપશ્રીને નમ્ર વિનંતી કે અમારા ગામમાં ટપાલી નિયમિત આવે અને ઘેર ઘેર જઈને ટપાલ પહોંચાડે તેવી વ્યવસ્થા કરશો.

    આભાર સહ.

આપની વિશ્વાસુ, લીલાબહેન પંચાલ

મિત્રો સાથે શેર કરો:

શાળા મિત્ર • https://shalamitra.in