પત્ર લેખન

તમારા ગામમાં બસ નિયમિત આવે તેવો તાલુકાના બસડેપોના મૅનેજરને પત્ર લખો.

ગુજરાતી Std 9-10
પ્રશ્ન / વિષયવસ્તુ:
તમારા ગામમાં બસ નિયમિત આવે તેવો તાલુકાના બસડેપોના મૅનેજરને પત્ર લખો.

સુરેશ મિસ્ત્રી સુથારવાસ, રણકપુર, તા. લુણાવાડા – 389 230. તા. 14 – 7 – 23

પ્રતિ, ડેપો મૅનેજર, એસ. ટી. બસડેપો, લુણાવાડા.

બાબતઃ બસની અનિયમિતતા અંગે સાહેબશ્રી,

    જયભારત સાથે જણાવવાનું કે છેલ્લા બે માસથી અમારા ગામમાં આવતી લોકલ બસ ખૂબ જ અનિયમિત છે. સમયસર બસ ન આવવાના કારણે અમારા ગામમાંથી લુણાવાડા અભ્યાસ કરવા જતા શાળા – કૉલેજના વિદ્યાર્થીઓ મોડા પડે છે કે જઈ શકતા નથી. ખરીદી કરવા જતા કે ઑફિસોના કામે જતા લોકો પણ પરેશાન થાય છે અને તેમનો કીમતી સમય વેડફાય છે. આ અંગે અમે બસના ડ્રાઇવરકંડક્ટરનું વારંવાર ધ્યાન દોર્યું છે, પરંતુ તેઓ અમારી ફરિયાદ પર જરાય ધ્યાન આપતા નથી.

    આપશ્રીને નમ્ર વિનંતી કે આપ અંગત રસ લઈ અમારા ગામની રે બસ નિયમિત અને સમયસર થાય તેવું કરશો તો અમે આપના આભારી થઈશું.

આપનો વિશ્વાસુ સુરેશ મિસ્ત્રી.

મિત્રો સાથે શેર કરો:

શાળા મિત્ર • https://shalamitra.in