પત્ર લેખન

સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.

ગુજરાતી Std 9-10
પ્રશ્ન / વિષયવસ્તુ:
સાસરે ગયેલાં તમારાં બહેનને તેમના પ્રત્યેની લાગણી વ્યક્ત કરતો પત્ર લખો.

ચિંતન પટેલ 8, પ્રભાત શેરી, ગોંડલ – 360 311. તા. 10 – 3 – 23

વહાલાં મોટી બહેન,

સાદર પ્રણામ.

    તમારી વિદાય થયે માંડ સાત દિવસ થયા છે, પરંતુ મને તો જાણે સાત વર્ષ પસાર થઈ ગયાં હોય તેમ લાગે છે. તમારી વિદાય પછી ઘર સાવ ખાલી લાગે છે. બધાં કામ કરવા ખાતર કામ કરે છે. બાનું કોઈ કામમાં ચિત્ત ચોંટતું નથી. તે તમને યાદ કરી કરીને રડે છે. જમવા બેસીએ છીએ પણ કોળિયો ગળે ઝટ ઊતરતો નથી. બાપુજી પણ ઉદાસ રહે છે. તે હજી ધંધે જતા નથી. બાની આંખમાં અવારનવાર આંસુ આવી જાય છે. ઘરમાં કોઈ કાંઈ બોલતું નથી. કોઈ ટેલિવિઝન ચાલુ કરતું નથી. હું નિશાળે જાઉં છું પણ અભ્યાસમાં મારું મન લાગતું નથી. હવે મારી સાથે મજાક કરનાર કોઈ રહ્યું નહિ. મને તમારા વિના ઘરમાં ગમતું નથી.

    મોટી બહેન! તમે ક્યારે આવો છો? એક વાર અહીં આવીને બધાંને મળશો તો અમને સૌને આનંદ થશે અને આશ્વાસન મળશે. તમે અને જીજાજી જરૂર આવજો. અમે તમારી આવવાની રાહ જોઈ રહ્યાં છીએ.

    પૂજ્ય જીજાજીને મારા પ્રણામ.

લિ. તમારો નાનો ભાઈ, ચિંતન

મિત્રો સાથે શેર કરો:

શાળા મિત્ર • https://shalamitra.in