પત્ર લેખન

તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી 'રજાચિઠ્ઠી' લખો.

ગુજરાતી Std 9-10
પ્રશ્ન / વિષયવસ્તુ:
તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી 'રજાચિઠ્ઠી' લખો.

સ્મિત ટી. શાહ 6, મૈત્રીપાર્ક સોસાયટી, નારણપુરા, અમદાવાદ – 380 013. તા. 06–09–24

પૂજ્ય ગુરુજી,

સાદર પ્રણામ.

    મારી મોટી બહેનનાં લગ્ન તા. 08–09–18ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. 06–09–18થી તા. 10–09–18 સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. શાળામાંઆવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.

લિ. આપનો આજ્ઞાંકિત મિત શાહ ધોરણ 9, નં. 21

મિત્રો સાથે શેર કરો:

શાળા મિત્ર • https://shalamitra.in