ભીડમાં ચહેરો તમારો શોધતો,
પથ્થરોમાં જાણે પારો શોધતો.
જે જગાએ તું મને મૂકી ગયો,
તે જગામાં સ્પર્શ તારો શોધતો.
તું જુએ તો હું ય ગુલમ્હોરી ઊઠું,
માત્ર હું તારો ઈશારો શોધતો.
હું ડૂબી જવા ચહું તુજમાં અને,
તું સદા મારો કિનારો શોધતો.
તું બધા શબ્દોની પેલે પાર, ને,
હું ગઝલમાં અર્થ તારો શોધતો.
મેં મને ‘બેતાબ’ ખોયો એ રીતે,
કે મને હું એકધારો શોધતો.
– રિષભ મહેતા ‘બેતાબ’
સતત શોધની ગઝલ….સુંદર રચના.
‘તું જુએ તો હું ય ગુલમ્હોરી ઊઠું, – માત્ર હું તારો ઈશારો શોધતો.’
In this line I like the use of the word ગુલમ્હોરી ઊઠું, Normal word is મ્હોરી ઊઠું, that is OK but ગુલમ્હોરી ઊઠું,
is sime thin different. I appreciate the use of this words ગુલમ્હોરી ઊઠું,
હું ડૂબી જવા ચહું તુજમાં અને, – તું સદા મારો કિનારો શોધતો.
In this ‘PANKTEE’ the two words ‘ડૂબી’ and ‘કિનારો’ are used in very different but systamatic manner. They have created their own saperate meaning in connection with this GAZAL
OVER ALL nice creation. I LIKE THIS.