Archive for the ‘Uncategorized’ Category
કેમ છો?
મારો બ્લોગીંગનો હેતું માત્ર નવું શીખવાનો છે અને હું માનું છું કે જો કોઈને મારી પાસેથી કંઈ એવું મળે કે જે તેઓ ન જાણતા હોય, તો એને માત્ર સદનસીબ જ ગણવું જોઈએ. મારો પ્રયત્ન એવો છે કે વિન્ડોઝ અને લિનક્સમાં સામાન્ય યુઝરને કામ કરવું સરળ બને એવી અથવા કોઈક રીતે રસપ્રદ કે મજેદાર હોય તેવી વાતો અહીં મૂકવી. આ પ્રયત્ન કેટલો સફળ થશે એ તો આપ જ જણાવી શકો. અહીં ખાસ કરીને ઓપરેટીંગ સિસ્ટમ અને અન્ય સોફ્ટવેર અંગે સામાન્ય ઉપયોગકર્તાને કામ લાગે એવી માહિતી મૂકવી છે. હું પોતે નિષ્ણાત નથી. પણ શીખવાનું અને શેર કરવાનું ગમે છે એટલે અહીં આવ્યો છું. આપમાંથી કોઈને પણ કંઈ ખાસ જાણવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક ઉપર હેડીંગમાં છે જ. શક્ય હશે ત્યાં સુધી નિષ્ણાતોના સંપર્ક દ્વારા આપના પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશ.
શું સારું લાગે છે અને શું નથી ગમતું એ જણાવતા રહેશો તો મને મદદ મળશે.
આવતા રહેજો.