છે પ્રણય આગવી રીત
છે પ્રણય આગવી રીત ને આગવી રીતથી થાય છે,
થાય ઉજાગરા યાદમાં એટલા તોજ સમજાય છે.
જે મળે છે હવે સામું એમાં મને ભાસ તારો બધે,
પ્રમને આંધળો પણ ભલા એમ થોડો કહેવાય છે.
આમ તો આ સમય જાય છે એજ પ્રતિક્ષા તારી લઈ,
તુંજથી આમ અળગા થઈ એક ક્ષણ ના રહેવાય છે.
આપ આવો મને યાદને આંખ મારી રડી જાય આ,
પાપણોથીય આ ભાર થોડો અશ્રુનો સહેવાય છે.
ના થશે જે તમે યાદ ના આવશો ઓ ખુદા આમતો,
ને છતાં માનવી કેમ પથ્થરોને આ ખોળતો જાય છે.
મેહુલ જોષી
છંદ વિધાન – ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા
Thanks www.vinelamoti.com