Narendrajagtap's Blog

ઓક્ટોબર 7, 2012

સજાવી છે

Filed under: ગઝલ — narendrajagtap @ 11:55 એ એમ (am)

લઘુગુરુ ની કેડીએ ,ગઝલશેરી સજાવી છે
સુમેળે શબ્દના સાથે ,કવનપ્રીતિ સજાવી છે

હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે

અભિનંદન ખરા એને , મને લાયક બનાવ્યો છે
ગઝલના રુપ ને રંગો, બધા શીખવી સજાવી છે

ભલામણ એક છે મારી, પકડ્જો હાથ બસ તેનો
ગઝલરાણીની સેવામાં, દિવસ-રજની સજાવી છે

અભિલાષા મને એવી, બનાવું ગ્રંથ સુંદર હું
કરીને સ્વપ્ન હું પુરું , ઉમેદ મનની સજાવી  છે

7 ટિપ્પણીઓ »

  1. MANHAR M.MODY ('મન' પાલનપુરી)'s avatar

    બહુ સમય પછી તમે બ્લોગ ઉપર દેખા દીધી,નરેન્દ્રભાઈ.બહુ મજાની ગઝલ લઈને આવ્યા.

    આ બે શેર તો બહુ જ સરસ થયા છે.

    લઘુગુરુ ની કેડીએ ,ગઝલશેરી સજાવી છે
    સુમેળે શબ્દના સાથે ,કવનપ્રીતિ સજાવી છે

    હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
    અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે

    ટિપ્પણી by MANHAR M.MODY ('મન' પાલનપુરી) — ઓક્ટોબર 7, 2012 @ 12:21 પી એમ(pm) | જવાબ આપો

  2. SARYU PARIKH's avatar

    બહુ સરસ. ગઝલના પુસ્તકની પ્રસ્તાવના માટે સુયોગ્ય. સરયૂ

    ટિપ્પણી by SARYU PARIKH — ઓક્ટોબર 7, 2012 @ 2:16 પી એમ(pm) | જવાબ આપો

  3. sapana53's avatar

    વાહ સરસ ગઝલસૃષ્ટી સજાવી છે ભાવવાહી ગઝલ…

    હવે તો સાથ છે છંદો,અને સાથે પરમમિત્રો
    અને તેથી જ તો આ મે ,ગઝલ લગની સજાવી છે સરસ પંક્તિઓ

    ટિપ્પણી by sapana53 — ઓક્ટોબર 7, 2012 @ 4:09 પી એમ(pm) | જવાબ આપો

  4. અશોક જાની 'આનંદ''s avatar

    સુંદર ગઝલ…!! ‘સજાવી છે’ રદિફ રાખી છે તેની જ્ગ્યાએ સજાવી, બતાવી, મનાવી, જેવા કાફિયા રાખી માત્ર ‘છે’ રદીફ રાખી ગઝલ લખાઇ હોત તો અર્થ ઉઘાડ વધુ સારો થાત એવું મારું મંતવ્ય છે…..

    ટિપ્પણી by અશોક જાની 'આનંદ' — ઓક્ટોબર 8, 2012 @ 6:50 એ એમ (am) | જવાબ આપો

  5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ's avatar

    આદરણીયશ્રી. નરેન્દ્રભાઈ

    ” ખુબ જ મજાની ગઝલ ખુદાએ રચાવી છે,

    ચારેકોર આપની કલમે ધુમ મચાવી છે,

    આપની ગઝલને સ્વપ્નમાં સમાવી છે,

    સુંદર ગઝલની જ્યોત જલાવી છે. “

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ઓક્ટોબર 8, 2012 @ 8:43 એ એમ (am) | જવાબ આપો

  6. ડૉ.મહેશ રાવલ's avatar

    શ્રી નરેન્દ્રભાઇ,
    પ્રસ્તુત રચનામાં આપે વણેલા ભાવ ઉમદા છે – ગમ્યું.
    શ્રી અશોકભાઇ જાની સાથે હું પણ સહમત.
    અભિવ્યક્તિને બોલચાલની સહજ અને સરળ લયનો ટચ મળે ત્યારે એ સુંદર વાત વધુ સુંદર રીતે નિખરે…..અંગત રીતે મારૂં એવું માનવું છે.

    ટિપ્પણી by ડૉ.મહેશ રાવલ — ઓક્ટોબર 11, 2012 @ 6:51 એ એમ (am) | જવાબ આપો

  7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ's avatar

    શ્રી. નરેન્દ્રભાઈ

    ખુબ જ સરસ

    મજા પડી ગઈ સાહેબ

    ” આજને માણો-મનાવો પ્રેમથી
    ક્યાં રહી છે હરડગર પર જિંદગી.”

    ટિપ્પણી by ડૉ. કિશોરભાઈ એમ.પટેલ — ડિસેમ્બર 2, 2012 @ 4:31 પી એમ(pm) | જવાબ આપો


RSS feed for comments on this post. TrackBack URI

પ્રતિસાદ આપો

Blog at WordPress.com.

Design a site like this with WordPress.com
શરૂ કરો