લખનાર

જય સ્વામીનારાયણ,

આ બ્લોગ વાંચી રહેલા સૌને સ્નેહભર્યો આવકાર!

મારા જીવનની નાવ કંઈ નકશો લીધા વગર ખોટા માર્ગે આગળ વધી રહી હતી. બસ, શીલાઓ સાથે અથડાવાની તૈયારી હતી અને ત્યારે પ્રમુખસ્વામી મહારાજ આ નાવના સુકાની બન્યા અને સાચી દિશા તરફ વાળી.

આજથી લગભગ થોડા વર્ષ પૂર્વે કોને ખ્યાલ હતો કે સત્સંગમાં જોડાઇશું અને એ પણ આ ઉંમરે! અરે સ્વામીનારાયણ શબ્દ તો ફક્ત ગાંધીનગર અક્ષરધામ ના સંદર્ભમાંજ સાંભળેલો. થોડું થોડું યાદ આવે છે કે પ્રમુખસ્વામી મહારાજ ને એકાદવાર ગાંધીનગર અક્ષરધામ ના મલ્ટી-સ્ક્રીન વિડિઓ માં નિહાળેલા.

પૂર્વના પુણ્ય ફળ્યા જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે;

સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા…

ખરેખર આજે જયારે સત્સંગમાં છીએ ત્યારે આ પંક્તિઓ સાચી છે એમ જણાય છે.

આ બ્લોગ એક પ્રયત્ન છે કંઇક લખવાનો, સત્સંગ વિષે જાણવાનો, મારી અમુક કાવ્ય રચનાઓ ને શ્રીજીના ચરણો માં અર્પણ કરવાનો!

બસ લક્ષ્ય એજ છે કે સત્સંગમાં રહી પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામીનારાયણ અને પ્રગટ ગુરુહરી શ્રી પ્રમુખસ્વામી મહારાજ ને રાજી કરી અને અક્ષરધામને પામવું.

આ જીવાત્મા ચાહે છે મુક્તિ, મોક્ષને પામવા કરે છે એ સ્તુતિ…

ટીપ્પણી