જોડણી ની ઝમઝમાટ ઝંઝાળ
આપણામાંથી અમુક લોકોને ગુજરાતી જોડણી પર રીતસર નો ત્રાસ ગુજારવાનો ચસ્કો લાગ્યો છે.
એમના મત મુજબ જો એક જ પ્રકાર ની જોડણી વાપરવામાં આવે તો ગુજરાતી ભાષા લખવાનું સરળ બની જાય.
આવા આગ્રહને કારણે ઘણી વાર ગુજરાતી પ્રેમી બ્લોગરો વચ્ચે ચકમક ઝર્યા કરે છે.
પણ કંઇક લખવા માટે તમારે એ ભાષાના હાર્દ સાથે સમાધાન કરવું પડે તે એક રીતે સારું ના કહેવાય.
અને એક જ પ્રકાર ની જોડણી વાપરવા માટે તમારે ગુજરાતી એડિટર માં જે વૈતરું કરવું પડે એ પાછુ અલગ.
મારે જે કહેવું છે તે હું નીચે ના ઉદાહરણ દ્રારા સમજાવીશ.
ધારો કે તમારે નીચે નું વાક્ય કે જે ગીતા નો એક શ્લોક છે તે લખવું છે તમારા બ્લોગ માં.
જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઇ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઇ જાય છે.
આ વાક્ય લખવા માટે તમારે નીચે મુજબ ગુજરાતી એડીટરમાં લખવું પડે –
-
૧.
-
jenee aasakti sarvathaa naash paamee chukee chhe, je dehabhimaan tatha mamatva vinano thai chukyo chhe, jenu chitt nirantar parmatmana gyanmam sthit rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete vileen thai jaay chhe.
પણ તમારે એક જ પ્રકારની જોડણી વાપરી ને લખવું હોય તો ઉપર નું વાક્ય લખવા માટે નીચે મુજબ લખવું પડે –
જેની આસક્તી સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભીમાન તથા મમત્વ વીનાનો થઇ ચુક્યો છે, જેનું ચીત્ત નીરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થીત રહે છે – એવા કેવળ યજ્ઞસંપાદન ને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વીલીન થઇ જાય છે.
ગુજરાતી એડિટરમાં આ વાક્ય લખવા માટે નીચે પ્રમાણે ટાઈપ કરવું પડે –
-
૨.
- jenee aasaktee sarvathaa naash paamee chukee chhe, je dehabheemaan tatha mamatva veenano thai chukyo chhe, jenu cheett neerantar parmatmana gyanmam stheet rahe chhe – eva keval yagnasampadan ne arthe karm karnaar manushyana samast karmo poorna reete veeleen thai jaay chhe.
એટલે એક નજરે જોઈએ તો ઈન્ટરનેટ પર ગુજરાતી લખાણમાં એક જ જોડણી વાપરવા માટે તમારે વધુ અક્ષરો ટાઈપ કરવા પડે અને વધુ મહેનત કરવી પડે.
હવે જો તમારે સાચી-ખોટી જોડણી ની માથાકૂટ માંથી છૂટવું જ હોય તો ગૂગલ નું ગુજરાતી એડિટર વાપરો.
ઉપર ના બીજા નંબરનું વાક્ય આ લીંક પર જઈ ને ટાઈપ કરો અને જુઓ.
ગૂગલ નું ગુજરાતી એડિટર તમારા લગભગ બધા જ ખોટી જોડણીવાળા શબ્દો ને પણ સાચી જોડણીવાળા શબ્દો માં ફેરવી નાખે છે મિત્રો.
જેમ કે –
| ટાઈપ કરો | પરિણામ |
| asakti કે asaktee | આસક્તિ |
| dehabhimaan કે dehabheeman | દેહાભિમાન |
| vina કે veena | વિના |
| chitt કે cheett | ચિત્ત |
| nirantar કે neerantar | નિરંતર |
| sthit કે stheet | સ્થિત |
| vileen કે vilin કે veeleen | વિલીન |
| vibhuti કે veebhutee | વિભૂતિ |
| visvas કે veeshvas | વિશ્વાસ |
| bhakti કે bhaktee | ભક્તિ |
તો ચાલો મિત્રો, ઉઠો જાગો અને ગુજરાતી ભાષા બચાવવા માટે તમે લખવાનું જે બીડું ઝડપ્યું છે તેમાં એક જ જોડણીની ઝંઝાળમાંથી છૂટીને જોડણી ને પણ બચાવો અને લખવામાં મંડ્યા રહો.
10 comments