વાહ! મારા બેટા ની સિક્સર…
ત્રણ દિવસ ના લોંગ વિકએન્ડમાં મારા મિત્ર પરેશ ને ત્યાં કનેક્ટીકટ ગયા હતા.
આ ઉનાળાનું પહેલું, સારા હવામાનવાળું, લોંગ વિકએન્ડ હોવાથી રસ્તા પર વાહનો નો ચક્કાજામ સર્જાયો હતો. ૧૩૪ માઈલનું અંતર કાપવા માટે ખાસ્સા ૪-૪.૫ કલાક નો સમય લાગ્યો.
એટલે રસ્તામાં એક સર્વિસ એરિયામાં થોડા હળવાફૂલ થવા થોડીક વાર રોકાયા.
ત્યાં એક આઈસ્ક્રીમની દુકાન પર લાગેલા આઈસ્ક્રીમના રળિયામણા દ્રશ્યો(ફોટા) જોઇને મારો ત્રણ વર્ષનો પુત્ર દેવ બોલ્યો – “મમ્મી, અહિયાં આઈસ્ક્રીમ ના હોય પણ ખાલી એના ફોટા જ હોય ને?”
હું અને મારી પત્ની, એની વાત સાંભળીને ઘણું હસ્યા અને એ પણ યાદ આવ્યું કે આવું ક્યારેક અમે એને, એ જયારે વધુ નાનો હતો અને તેને શરદી હતી ત્યારે, એકાદ વાર કહેલું. મારા બેટા ને બધું બરાબર યાદ છે હો માળું અને બધું હવે અમારી પર ઠોકે છે લાગ જોઈ જોઈ ને.

મારો પુત્ર દેવ
આ તો પાશેરામાં મહેલી પૂણી છે. પિક્ચર અભી બાકી હૈ…
શાબાશ દેવ.
અશ્વિન, લગે રહો!