ગરબો

 

durga-hindu-goddess

નવ નવ રાતના નોરતા
મા ગરબે રમવા આવોને
મા તું ભક્તિ શક્તિ સ્વરૂપ
મા તારા ભક્તો કરે પુકાર
અંબા રમવા આવોને
તુજ અષ્ટ ભુજાએ
ધરી શસ્ત્રોનો શણગાર
કરવા કોરોનાનો સંહાર
કરીદે ભક્તોને ભયમુક્ત
જગદંબા રમવા આવોને
જય જય ભવાની દુર્ગે
શિવા મંગલરૂપ
તુજ મહિમા અમિત અનુપ
જય જગદંબે ચંડિકા
ભીડભંજની રમવા આવોને
સુણી ભક્તોની પુકાર
 મા અંબા રમવા આવોને

 

 

 

અજ્ઞાત's avatar

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગરબો, સ્વરચના. Bookmark the permalink.

પ્રતિસાદ આપો