પિતાની યાદ

                                                પિતાની યાદ

                                    Father         

ફાધર્સ ડે જુન મહિનામાં જ શા માટે ? તેની પાછળ દંત કથા છે,વાસ્તવમાં ફાધર્સ ડેની શરુઆત ૦૫ જુ્લાઇ ૧૯૦8ના રોજ વેસ્ટ વર્જિનિયાના ફેરમાઉન્ટમાં કરવામાં આવી, આ દિવસ ૬ ડિસેમ્બર ૧૯૦૭ના રોજ  વેસ્ટ વર્જિનિયામાં આવેલ ખાણમાં  એક દુર્ઘટના થયેલ તેમાં ૨૫૦ કામદાર પિતાની જાન હાની થઈ તેના સન્મામાનમાં કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ ફાધર્સ ડે ૧૭ જુન ૧૯૧૦ માં વર્જિનિયામાં યોજાયો હતો, આ દિવસ સત્તાવાર નોંધાયેલ ન હતો. ત્યાર બાદ ૧૯૭૨માં પ્રેસિડન્ટ નિકસને  જુન મહિનાના ત્રીજા રવિવારને ફાથર્સ ડે તરિકે મનાવવાનું નક્કી કર્યું. આખા દેશમાં ફાધર્સ ડે ની ઉજવણી ૧૯૭૨થી  થઈ. પિતાની યાદ માત્ર ફાધર્સ ડેના દિવસે જ આવે ?  ના પિતાની યાદ તો હૈયામાં હર હંમેશ હોય જ છે. મારા પિતાના સ્વર્ગ વાસને ૩૪ વર્ષ થયા. રોજ સવારે ઊઠી તેઓની ખાદીનો સુટ પહેરેલ છબી મારી નજર સમક્ષ આવે, આંખો બંધ કરી પ્રણામ કરું . નિત્ય કામ કાજમાં વ્યસ્ત થઈ જાઉ. આજે થોડી પંકતિ મારા પિતાને અર્પણ. 

                  મુજ પિતા સૂરજ સમા તેજસ્વી ગરમ ,
                  નવ બાળકોના ઉન્નતિ વિકાસ અર્થે,
                  ચાર પુત્રો પાચ પુત્રીનો સમાન ઉછેર
                  ભાઈબેન ઝગડે થપાટ ભાઈને પડે
                          જોઈ દાદી અકળાય 
                    કરડાકી નજરર બેન તરફ કરે 
                   નત મસ્તકે બેન ઉભી કરે વિચાર
                   વગર વાંકે પડ્યો માર વહાલા ભાઇને
                   અશ્રુ વહે વહાલના બેન ભાઇ ભેટે 
                   મુસ્કુરાય પિતા જોઇ સંતાન સંપ
                    મુજ પિતા દીશે ચંદ્ર સમા શીતળ
                         દાદી મનમાં હરખાય 
                   આદર વહાલ સંસ્કાર બીજ રોપાય
                    નત મસ્તકે ભાઇબેન કરે પ્રણામ
                     મુજ પિતા તેજસ્વી મહાન.

અજ્ઞાત's avatar

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in સ્વરચના. Bookmark the permalink.

2 Responses to પિતાની યાદ

  1. Dr Induben Shah's avatar Dr Induben Shah કહે છે:

    Few comments rcvd via e mail.
    ‘સુંદર ભાવસભર રચના અને માહિતી ‘વિશ્વદીપ બારડ

  2. Dr Induben Shah's avatar Dr Induben Shah કહે છે:

    ચારુબેન વ્યાસ કહે છે
    ‘સરસ કવિતા

Leave a comment