શું?

           ખળ ખળ જરા જોઈને જે હસતા ખડખડાટ છે
રાત્રી એ સૌ તેઓ સુતા શું ઘસઘસાટ છે?

જે કોઇ રંગો પાનખરના જોઇને હર્શાય તેનું
મન મોરના જેવું  કરતું થનગનાટ છે?

આકાશે દોડી જાય વારી ભારે વાદળો
ક્યાં વરસશે  શું ક્યાંક ઠાલો ગડગડાટ છે?

ખાલી ઘડો વાગે ઘણો ટીકા ભલે કરે
પંડીતનો ત્યારે એ તો શું વલવલાટ છે?

           શ્રોતાજનોથી ફૂલ આખો હોલ થૈ જતો
ખાલી એ શું ત્યારે વક્તા નો બડબડાટ છે?

અજ્ઞાત's avatar

About Dr Induben Shah

Retired Physician enjoy reading and writing.
This entry was posted in ગઝલ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો