આ યુગની કોર્પોરેટ નારી
મન બુધ્ધી તનથી શક્તિશાળી
નિયમીત જિમ પાર્લરમાં જનારી
મંદિરમાં સાષ્ટાંગ દંડવત કરનારી
દૃઢ આત્મવિશ્વાસ પ્રભુમાં રાખનારી
આ યુગની કોર્પોરેટ નારી
વ્યવસાયે નિત નવા પડકાર ઝીલે
હિંમત ધૈર્ય ધગશે પ્રગતિ કરે
વિરોધી હરિફોથી જરીએ ન ડરે
નિષ્ઠાએ પ્રભુ સહારે કામ કરે
આ યુગની કોર્પોરેટ નારી
ન ડરે ક્યારેક ટફ રફ કહેવાતી
ચર્ચા ટીકાઓના વરસાદ ઝીલતી
ઘસાતી સમજણે હીરા જેમ ચમકતી
આ યુગની કોર્પોરેટ નારી
ભૂતકાળની ભૂલ ફરી ન કરતી
નિજ અભિગમ વિશ્વાસે અંતરના અવાજે
જવાબદારી કુટુંબ ને વ્યવસાયની નિભાવે
ઇશ્વર કૃપાએ શીશ ઝુકાવી પ્રગતી કરે

very good dear…