પછી કેવી તું શરમાઈ ગયેલી

પછી કેવી તું શરમાઈ ગયેલી
મને જોતાં તું પકડાઈ ગયેલી

ઉઘાડેછોગ સપનામાં મળી ગઈ
જે ઈચ્છા મનમાં ધરબાઈ ગયેલી

હું ઝંખવાઈ ગયેલો એ જ વાતે
કે તું અન્યોથી અંજાઈ ગયેલી

બધા ચુપ થઈ ગયા એ વાત પર જે
ન’તી કહેવી ને કહેવાઈ ગયેલી

બહુ હસવાનો એ અંજામ આવ્યો
કે મારી આંખ ભીંજાઈ ગયેલી

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ- લગાગાગા લગાગાગા લગાગા

This entry was posted in ગઝલ. Bookmark the permalink.

7 Responses to પછી કેવી તું શરમાઈ ગયેલી

  1. વિવેક ટેલર's avatar વિવેક ટેલર કહે છે:

    દર વખતની જેમ સુંદર ગઝલ… સરળ અને સહજ… માણવી ગમી… ઇચ્છાવાળો શેર શિરમોર…

  2. રઈશ મનીઆર's avatar રઈશ મનીઆર કહે છે:

    સરસ, સહજ, સ્પષ્ટ . મજા પડી.

  3. preeti tailor's avatar preeti tailor કહે છે:

    ek najuk anubhav ane ane ena mate saral shabdo …saras aalekhan …

  4. dhufari.wordpress.com's avatar dhufari.wordpress.com કહે છે:

    ભાઇશ્રી હેમન્ત
    હું ઝંખવાઈ ગયેલો એ જ વાતે
    કે તું અન્યોથી અંજાઈ ગયેલી
    આ છોડીઓનું કઇ કહેવાય નહીં ભઇ સા’બ

  5. Gunjan Gandhi's avatar Gunjan Gandhi કહે છે:

    Waah Hemantbhai….

  6. અજ્ઞાત's avatar અનામિક કહે છે:

    Wah bhai Wah Hemantbhai……..

પ્રતિસાદ આપો