મહેર મારી ઉપર કરે ન કરે
એની મરજી, નજર કરે ન કરે
આંખો બોલી ગઈ છે દિલની વાત
ભૂલ એવી અધર કરે ન કરે
લોકો શું કહેશે એની ચિંતા સતત
મારાં મનની ફિકર કરે ન કરે
એ જ અવઢવમાં ચુપ રહી જઉં છું
શબ્દ ધારી અસર કરે ન કરે
એને મહેલોની ટેવ છે હેમંત
તારા દિલમાં એ ઘર કરે ન કરે
– હેમંત પુણેકર
છંદઃ ગાલગા ગાલગાલ ગાગાગા/ગાલલગા
Very Nice Said..!
આપના કાવ્યો એટલે એક સચોટ સરળ રજૂઆત…
એને મહેલોની ટેવ છે હેમંત
તારા દિલમાં એ ઘર કરે ન કરે
વાહ….
આજની માશુકા, ગઈકાલના ભગવાન સૌને લાગુ પડે…
ઘણાં સમય પછી મહેર કરી. આવી રીતે અનુકુળતાએ મહેર કરતાં રહેશો.
Wah!
saras rachna.
કરે ન કરે રદીફને બહુ સહજતાથી નિભાવ્યો છે.
સરસ ગઝલ….
very very good
એને મહેલોની ટેવ છે હેમંત
તારા દિલમાં એ ઘર કરે ન કરે,
Aa sher khubj gamyo… 🙂
હંમેશ મુજબ સરસ ગઝલ… બધા જ શેર મનનીય થયા છે…
સરસ ગઝલ હેમંતભાઈ .. એમાંય છેલ્લા બંને શેર .. ક્યા બાત ..
આપના શબ્દોની ધારી અસર થાય જ છે એથી કલમને લાંબો સમય અવઢવમાં નહીં રાખતા … :))
ધન્યવાદ દક્ષેશભાઈ!
ખરેખર, “કરે ન કરે” રદીફ નિભાવવામાં એ જ શેરવાળી અવઢવ બહુ લાંબો સમય નડી હતી. ભરતભાઈએ નોંધ્યું એમ આ રદીફ બહુ સહજતાથી નિભાવાયો છે. પણ એવું લાગે એ માટે ખાસ્સો પ્રયાસ કરવો પડ્યો છે. ચાર શેર થયા હતા, પાંચમો શેર થતો નહોતો ત્યારે બહુ લાંબી રાહ જોવી પડી હતી. પણ હવે આ પ્રતિભાવો વાંચ્યા પછી લાગે છે, it was worth it. 🙂
મરીઝ સાહેબ યાદ આવે છે.
પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે
બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી
કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી
વાહ.. સળંગ સુંદર ગઝલ….
એ જ અવઢવમાં ચુપ રહી જઉં છું
શબ્દ ધારી અસર કરે ન કરે
આ શેર તો ગજબ નો છે દરેક ને કયારેક ને કયરેક લાગુ પડેજ. ખુબ સરસ. વાહ વાહ!
મને પણ આ શેર ખુબ જ ગમ્યો!
મહેર