Archive

Posts Tagged ‘લાગણી’

લાગણી

નવેમ્બર 14, 2009 2 comments

લાગણી

“લાગણી..! આ શબ્દ કેટલો મહાન લાગે છે. જીવન ની સંવર્ધના ને વ્યક્ત કરતો આ શબ્દ ઘણુ કહી જાઇ છે. આ શબ્દ માત્ર ત્રણ અક્ષર નો જ છે પણ જેના વીના જીવન જાણે ” પાનખર ઋતુ રહેલા જંગલ જેવુ.” “રણ પ્રદેશ મા તરસ્યા જીવન જેવુ ઉજ્જડ લાજ છે. આ શબ્દ ની ગેહરાઇઑ મા જાખતા કેટલાક વ્યંજનો ઉભા થતા જોવા મડે છે, શુ આ વ્યંજનો ઍજ લાગણી હસે.? આ પ્રશ્નન નો જવાબ કોઈ નહી માત્ર દિલજ કહી શક્શે. હૃદય મા ડોકીયુ કરતા આ પ્રશ્નન નો જવાબ આપોઆપ મળી સકે છે, જેના માટે દ્રષ્ટી કેળવવાની જરૂર રહેતી નથી.

“લાગણી..! ઍ વ્યક્ત કરવાની વસ્તુ નથી પરંતુ તે આપોઆપ વ્યક્ત થતી હોય છે. આ શબ્દ થી માણસ નુ માપન થય સકે છે. બનાવટી પ્રેમ ઍ લાગણી માત્ર દેખાય છે, શુ આ ખોટો પ્રેમ પ્રગટ કરતુ વ્યક્તિ આટલૂ પણ ના જાણતી હાય….?? કે આ તેનો બનાવટી પ્રેમ દુનિયા લોકો પરખી જાઇ છે. લાગણી ના સબંધો ને નામ નથી હોતુ, તેનાથી જીવન ધબકતુ બને છે. ઇન્સાનીયત નો સંબંધ નેતુ શુ નામ આપશો..???? આ સંબંધ બિજુ કાઇ જ નહી પણ લાગણી જ છે.

માણસ આવેગ મા આવી અને લાગણી ના સંબંધ ટૉડી નાખે છે, ત્યારે તેનુ આધ:પતન શરૂ થાય છે. લાગણી વગર નો માણસ ઍ ગંજીપતા ના મહેલ જેવો હોય છે જે પવન ના સપાતા માત્ર થી જ પાડી જાઇ છે. લાગણી સબ્દ થી જીવન જીવવાની પ્રેણના મડે છે, જો તેનુ જરાપણ મુલ્ય આપણે આપણા જીવન મા ઉતારિયે સકિયે……

અંત મા હૂ ઍટલુજ કહી સકુ કે, જે છે તેતો છે જ પણ જે નથી તે મેળવવુ અને જેના માટે મેળવવુ છે તે દ્રષ્ટીબિંદુ રાખી અને લાગણી ને સ્થાન આપવુ……..છતા આ શબ્દ ની પાછડ ભોડવાય છેતારાતા લોકો પણ આ દુનિયા મા ઑછા નથી……..!!!!!!

[મારી કલમ ના આંસુ….!!!] Neet

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free