કહું કેમ મુજને ગમો છો તમે?
કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે
સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે
ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે
હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે.
મનહર ઉધાસ સાહેબે ગાયેલી સુંદર ગઝલના રચનાકાર કોઈ ને ખબર હોય તો કોમેન્ટમાં જણાવવા વિનંતી.
પાન લીલું જોયું ને તમે ….યાદ આવ્યાં.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
-હરિન્દ્ર દવે.
-
સંગ્રહ
- સપ્ટેમ્બર 2017 (1)
- સપ્ટેમ્બર 2016 (2)
- ઓક્ટોબર 2015 (1)
- સપ્ટેમ્બર 2014 (2)
- સપ્ટેમ્બર 2013 (2)
- માર્ચ 2013 (1)
- નવેમ્બર 2012 (1)
- ઓક્ટોબર 2012 (6)
- સપ્ટેમ્બર 2012 (1)
- જુલાઇ 2012 (1)
- મે 2012 (1)
- ડિસેમ્બર 2011 (1)
-
શ્રેણીઓ
-
RSS
Entries RSS
Comments RSS

