આજના યુગમાં દેખાવનું ખુબજ મહત્વ છે. આ વાત ને દરેક લોકો માનશે, ખરુ કે નહિં વાચકો ? ઉદાહરણ તરીકે આપણા ઘરમાં રહેલુ ટીવી જ લઇ લો. અને તેમાં આવતી જાહેરખબરો, તેમાં આવતા મોડેલો ને જોઇ ને લોકો ન લેવાની વસ્તુઓ પણ લઇ આવે છે, પછી તે વસ્તુની જરૂર હોય કે ન હોય. ખરુ કે નહી ? દેખાવડી દુનિયા નો બીજો એક ઉદાહરણ કહું તો, વડોદરામાં અમારા વિસ્તારમાં હમણા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ ગઇ અને લોકોએ જોયુ હશે કે એક જ મહિના પહેલા આ વિસ્તારની હાલત શું હતી. અને મેચના દિવસે શું હતી. અને આ વિષે લોકલ સમાચાર પત્રો અને રેડિયોમાં તો કાયમ જ તેના વિષે ટિપ્પણી કરવામાં આવતી હોય છે. પણ સત્તાધિશો તે વાત ને એક કાને થી સાંભળી ને બીજા કાને થી કાઢી નાખતા હોય છે, ભગવાને બે કાન આપ્યા છે તો ઉપયોગ કરીયે એવુ વિચારી ને કદાચ ? તો પછી આ દેખાવ શાના માટે ? લોકો ને સારૂ લગાડવા માટે જ ને ? આવી અનેક નાની વાતો છે જે આપણા જીવનમાં એવી રીતે વણાયેલી છે જેને ધ્યાનથી જોતા તમને જ ખ્યાલ આવી જશે કે આપણે કે પછી દુનિયા એ ખરેખર દેખાવડી દુનિયા જ છે. અને દુનિયામાં દેખાવ કે દેખાડા નુ મહત્વ કેટલુ અને શા માટે છે ?