
सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः
वशिन्याद्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः।
स कर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः
वचोभिर्वाग्देवीवदनकमलामोदमधुरैः॥૧૭॥
– श्री शंकराचार्य विरचिता सौन्दर्य लहरी
ભાવાર્થ:
હે મા, જે વ્યક્તિ તમારી આસપાસ બિરાજમાન ચંદ્રમણિના+ પહેલદાર ખંડની જેમ શોભતી ભાષાના વિવિધ મૂળાક્ષરોની અધિષ્ઠાત્રિ એવી આઠ વાગદેવીઓ* સહિત તમારી આરાધના કરે છે એ ઉત્કૃષ્ઠ સૂકતો અને મહાકાવ્યો રચવાની પાત્રતા મેળવે છે જેનાથી મા સરસ્વતીના વદનકમળની શોભા વધે છે.
+ચંદ્રમણિ – જેના ઉપર ચંદ્રના કિરણ પડતાં પાણી ઝરે છે એવી માન્યતા છે તેવો એક કાલ્પનિક મણિ
* વાગદેવીઓ:
સંસ્કૃતમાં ૫૧ મૂળાક્ષરો છે એમાં ૧૬ સ્વર અને ૩૬ વ્યંજનો છે. એમાંથી
વશિની ૧૬ સ્વરની, કામેશ્વરી ‘ક’ વર્ગની, મોદિની ‘ચ’ વર્ગની, વિમલા ‘ટ’ વર્ગની, અરુણા ‘ત’ વર્ગની, જયિની ‘પ’ વર્ગની, સર્વેશ્વરી ય-ર-લ-વ, અને કૌલિનિ શ-ષ-સ-હ-ળ વર્ગની અધિષ્ઠાત્રિ દેવીઓ છે.
આસો સુદ ત્રીજ
માતાજીનું સ્વરૂપ : ચંદ્રઘંટા
Image courtesy: Divya Bhaskar