GAJAL
પાંપણોને સહેજ ઢળવાનું કહો. સ્વપ્નને ક્યારેક ફળવાનું કહો. ચોકમાં આવીને મળવાનું કહો લાગણીઓને પલળવાનું કહો. દર્પણોમાંથી નીકળવાનું કહો આ પ્રતિબિંબોને છળવાનું કહો. લો સપાટી પર બરફ જામી રહ્યો આ સમુદ્રોને ઉકળવાનું કહો. સાંજ પડવાની પ્રતિક્ષા છે બધે હા કહો, સૂરજને ઢળવાનું કહો. ભાર ઝાકળનો કળીની પાંપણે પથ્થરોને પણ પલળવાનું કહો. ભસ્મ પણ ઊડી ગઈ મૃતદેહની [...]
દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા, ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા. એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ, ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા. ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો, ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા. વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી, ‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા. -‘આદિલ’
ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીએ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લીધી. અમારા તરફથી એમને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં … નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે
કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા, આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા. મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે, રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા. આપને એ યાદ આવે તો મને યાદ આપજો, મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા. કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ” તારા પોતાના તને ક્યાથી
આપનું મુખ જોઇ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે. આંખ ખોલું છું તો સપનાં જાય છે. આંસુઓમાં થઇ ગયો તરબોળ હું, આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે? આપ શું સમજો હૃદયની વાતમાં, આપને ક્યાં દર્દ જેવું થાય છે? લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ
ADIL MANSURI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો