મેથી
રોજ ખાઓ એક ચમચી મેથી દાણા, અનેક રોગોમાં થશે આવા લાભ... જનહિતમાં શેર
જરૂર કરજો.... હેલ્થ ટીપ્સ માટે આ પેજ લાઇક કરો:- મેથી એક અત્યંત
ગુણકારી શા...ક માનવામાં આવે છે. પરંતુ માત્ર મેથીની ભાજી જ નહીં તેના
બીયા પણ એટલા જ ગુણકારી છે.
સમગ્ર ભારતમાં મેથી દાણાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે જ
છે. મેથી દાણા એનીમિયા એટલે કે લોહીની ઉણપના દર્દીઓ
માટે બહુ ફાયદાકારક હોય છે. આ
સાથે મેથી દાણા અણમોલ ઔષધીય ગુણોથી સભર હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના રોગીઓ માટે અમૃત સમાન માનવામાં આવે
છે. જેથી આજે અમે તમને મેથી દાણાના
અઢળક ફાયદા વિશે જણાવીશું. - સાઈટિકા અને પીઠના દુખાવામાં એક ગ્રામ મેથી
દાણાનું પાવડર અને સુંઠનું પાવડર નવશેકા
પાણી સાથે દિવસમાં બે-ત્રણવાર લેવું ફાયદાકારક હોય છે અને દુખાવામાં
રાહત મળે છે. - મેથીને ઘીમાં સેકીને એનો લોટ બનાવવો. પછી એના
લાડુ બનાવી રોજ એક લાડુ ખાવો. આઠ-દસ દિવસમાં જ વાયુને
કારણે થતી હાથ-પગની પીડામાં લાભ
થશે. -મેથી પેટની તકલીફોનું ઉત્તમ ઔષધ છે. વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા,
વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર કરવો.
બે ચમચી મેથી અને બે ચમચી સુવા
એ બંને અધકચરા શેકીને ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી
જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં
ઉતારી જવું. ઉપર્યુક્ત બધી તકલીફોમાં ફાયદો થશે.
- મેથી દાણાનું લેપ વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે, ખોડો દૂર થાય
છે અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળે છે. મેથી
દાણાને આખી રાત નારિયેળના ગરમ તેલમાં
પલાળી રાખી સવારે આ તેલથી માથામાં મસાજ કરવાથી ફાયદો થાય છે.
વાળની સમસ્યાઓ દૂર થાય છે. - ગરમીમાં લૂ લાગે ત્યારે
મેથીની સૂકવેલી ભાજીને ઠંડાં
પાણીમાં પલાળીને રાખવી. સારી રીતે પલળી જાય ત્યારે મસળીને, ગાળીને તે
પાણી પીવાથી લાભ થાય છે. - ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની
ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે
લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે
ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે
છે. -ડાયાબિટીસમાં મૂત્ર સાથે
જતી સાકર (ગ્લુકોઝ)નું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં (કડવી હોવાથી) ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી
રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી,
સવારે ખૂબ મસળીને, ગાળી લઈ એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું
પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના
રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવા જેવો છે. - રોજ સવારે
એકથી ત્રણ ગ્રામ મેથી દાણા પાણીમાં પલાળી ચાવીને ખાવાથી સાંધામાં
દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના
દુખાવામાં પણ આરામ મળે છે. -રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ
મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી,
ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી. - અપચો, કબજિયાતની
સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી
કબજિયાતની સમસ્યા દૂર થાય છે. -સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય
તે) માં મેથીનું સેવન લાભકારક છે. સુવાવડ
પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી
ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ
લેવાથી સારો લાભ થાય છે. સાથે સાથે કપડાની લંબગોળ પોટલીમાં મેથીનું ચૂર્ણ
ભરીને યોનિમાર્ગમાં ધારણ કરવાથી ઝડપથી ફાયદો થાય છે. મેથીના સેવનથી
ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.
- હાઈ બ્લડપ્રેશરમાં 5-5 ગ્રામ મેથી અને સોયાના દાણા પીસીને સવાર-સાંજ પાણી સાથે લેવું ફાયદાકારક હોય છે. આદુવાળી મેથીનું
શાક ખાવાથી લો બ્લડપ્રેશરમાં
ફાયદો થાય છે. -મેથી વાયુને દૂર કરે છે. ભૂખ લગાડે છે, પાચનશક્તિ
વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ
વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. - મેથી અરુચિ,
ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા
ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.