Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Rajesh

 

holi_gallery_04_470x300

 

હોળી એ એક આનંદોલ્લાસનું પર્વ છે. તેમાં એક બાજુ ઉત્સાહ અને ઉમંગની લહેરો છે તો બીજી બાજુ તેમાં કેટલીક બુરાઈઓ પણ છે. કેટલાક લોકો આ અવસર પર અબીલ-ગુલાલ ઉડાડે છે. હોળી એ સમ્મિલન, મિત્રતા અને એકતાનું પર્વ છે. આ દિવસે ભેદભાવ ભૂલીને સૌની સાથે પ્રેમ અને ભાઈચારાપૂર્વક હળવું-મળવું જોઈએ. એકતા, સદ્ભાવના અને ઉલ્લાસનો પરિચય કરાવવો જોઈએ. હોળીના પર્વનો મૂળ ઉદ્દેશ આ છે.

યુવા છોકરીઓની તો હોળી ઊજવવાની સ્ટાઇલ જ કંઇક અલગ હોય છે. અને એમાંય જ્યારે એ સ્કૂલ-કોલેજ ગોઇંગ ગર્લ હોય ત્યારે તો ખાસ. તેઓ તો મસ્ત બનીને આ રંગોના તહેવારની મજા મણે છે. પોતાની સ્કૂલ, કોલેજ કે સોસાયટીના મિત્રો સાથે મળીને ખૂબ જ મસ્તી કરે છે. એક ઉત્સાહી યુવતી પોતાની એક મિત્રને ત્યાં જાય છે અને તેને રંગ લગાડે છે, પછી તેના ઘરેથી બંને જણા ભેગા મળીને ત્રીજાના ઘરે જાય છે અને પછી ચોથાના ઘરે આમને આમ મિત્રોનો મેળાવડો થતો જાય છે અને રચાતું જાય છે મદમસ્ત મસ્તીનું વાતાવરણ પણ. જો કોઇ મિત્ર શરમાળ હોય તો અનેક બહાના કાઢે છે કે ઘરમાં ક્યાંક છૂપાઇ રહે છે. જો કે મિત્રો પણ હોંશિયાર હોય છે. ગમે તેમ કરીને તેને શોધી કાઢીને રંગી જ નાખે છે. મિત્રો માટે તો એકબીજાની નજીક આવવાનો આ અનેરો અવસર હોય છે.

Design a site like this with WordPress.com
શરૂ કરો